Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓને 13:5 - ગામીત નોવો કરાર

5 ઈ એઅરાહાટી તુમા પોતપોતાને પારખા, કા તુમહે બોરહો હાચ્ચો હેય કા નાંય, પોતપોતાને પારખા, કાય તુમા પોતાના બારામાય ઈ નાંય જાંએત, કા ઈસુ ખ્રિસ્ત તુમહેમાય હેય? જો નાંય તે તુમા લોક નોકામ્યા નિંગ્યહા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓને 13:5
50 Iomraidhean Croise  

ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય પોતાલ ઓહડા લોકહાન દેખાડતાહાવ, જ્યેં માયેવોય પ્રેમ કોઅતેહે, એને મા આગના પાળતેહે, એને મા આબહો ચ્યાવોય પ્રેમ કોઅરી, એને આપા ચ્યા પાહે યાહાવ, એને ચ્યાઆરે રાહાવ.


તુમા માયે માય રોજા, એને આંય તુમહેમાય રોહીં. જેહેકેન ડાહગી વેલામાય નાંય બોની રોય, તો પોતે નાંય ફળ દી હોકે, તેહેકેન તુમાબી હારાં કામ નાંય કોઇ હોકે જોવે તુમા માંયેમાય નાંય બોની રોય.


આંય ચ્યાહામાય એને તું માંયેમાય, યાહાટી કા ચ્યા પુરેરીતે કોઇન યોક ઓઈ જાય એને દુનિયા લોકહાન ખોબાર પોડે કા તુયે માન દોવાડયો, એને જેહેકેન તુયે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન ચ્યાહાવોય પ્રેમ કોઅલા હેય.


એને માયે ચ્યાહાન તો બારામાય આખ્યાં એને આજુ આખતો રોહીં, યાંહાટી કા જીં પ્રેમ તુયે માયેવોય કોઅયા તી પ્રેમ ચ્યાહામાય રોય, એને આંય ચ્યાહામાય રોઉં.”


જીં માઅહું મા શરીર ખાહાય એને મા લોય પીઅરી તો માંયેમાય રોહોય એને આંય ચ્યામાય રોહુ.


ઈસુય ચ્યા પરીક્ષા કોઅરાહાટી એહેકોય આખ્યાં, કાહાકા તો પોતે જાંઅતો આતો કા તો કાય કોઅરી.


કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.


જો ખ્રિસ્ત તુમહેમાય વાસ કોઅહે, તોવે શરીર પાપહાલીદે મોઅલા હેય, બાકી પવિત્ર આત્મા હારાં કામહા લીદે તુમહે આત્મા જીવતા હેય.


યાહાટી માઅહું પેલ્લા પોતે જીવના તાપાસ કોઅય લેય, કા પોતે જીવન બરાબર હેય કા નાંય, એને યે રીતેકોય પ્રભુ બાખે એને વાટકામાઅને દારાખા રોહો પિયે.


યાહાટી જો આપા પેલ્લા પોતે જીવનાલ તાપાસ કોઅજે કા બરાબર હેય કા નાંય, તે પોરમેહેર આપહાન ડૉડ નાંય દી.


તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.


તુમા નોક્કીજ જાંઅતેહે, કા તુમહે શરીર ખ્રિસ્તા અવયવ હેય, તે તુમા ખ્રિસ્તા અવયવ લેઈને ચ્યાહાન વેશ્યાયે અવયવા આરે બિલકુલ નાંય જોડના.


તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.


તુમા નોક્કી જાંઅતેહે કા પવિત્ર લોક દુનિયા લોકહા ન્યાય કોઅરી, એને જો તુમહાન દુનિયા લોકહા ન્યાય કોઅના હેય, તે તુમહાય તુમહે વાહનામાય વાહના જોગડાહા ન્યાય કોઅના લાયકે ઓઅરા જોજે.


આપહાન તેહેકેન તી બોદા કોઅરા જોજે, જ્યાકોય આપા પોરમેહેરાલ ખુશ કોઅય હોકજે, જેથી આપહાન અનંતકાળા તારણા ઇનામ મીળે.


આંય મા શરીરાલ તાબામાંય કોઅતાહાંવ, જેથી આંય ચ્યા ખારાબ અભિલાષા નુસાર નાંય જીવુ, એહેકેન નાંય ઓએ કા આંય બીજહાન હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ, એને આંય પોતે તી ઇનામ નાંય પામુ.


પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”


ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.


ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન યોક થેએ પોહાલ જન્મો દેઅના સમયે બોજ આબદા કોઅહે, તેહેકેન આંયબી પાછો તુમહેહાટી આબદા બોગવી રિઅલો હેય, આંય યે આબદાયેહે માય તાંવ લોગુ રોહીં જાવ લોગુ તુમા ખ્રિસ્તામાય સિદ્ધ નાંય બોની જાય.


દરેક માઅહું પોતાના કામહા બારામાય તાપાસ કોએ કાય ચ્યે હારેં હેય, જો ચ્યાય હારાં કામ કોઅલા હેય, તે તો ચ્યા કામહાવોય ઘમંડ કોએ, બાકી ચ્યાલ ચ્યા કામા સરખામણી બિજા લોકહાઆરે નાંય કોઅરા જોજે.


જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


ચ્યાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોય દેનલા હેય, જો શરીરા ટોલપી હેય, જેહેકેન ટોલપી શરીરા માર્ગદર્શન કોઅહે, તેહેકેન ખ્રિસ્ત ચ્યા બોદા લોકહા માર્ગદર્શન કોઅહે; કા ચ્યે એકતામાય એને બેગે રોય, જેહેકેન શરીરા હાંદા એને નહયો શરીરાલ યોખઠા રાખતેહેં; એને ઈ જેહેકેન પોરમેહેરા ઇચ્છા હેય તેહેકેન વોદહે.


એને ચ્ચામાય ઉંડે ઉતતે જાં, એને વોદતે જાં, એને જેહેકેન તુમહાન હિકાડયાહા તેહેકેન બોરહો કોઅનામાય મજબુત બોનતે જાં, એને વોદારી ને વોદારી ધન્યવાદ કોઅતે રા.


બાકી પોરમેહેર, પોહહાન જન્મો દેઅનાકોય થેએયેહેલ બોચાવી લી, જાવ લોગુ ચ્યો ખિસ્તાવોય બોરહો કોઅત્યોહો, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅત્યોહો, એને પવિત્ર એને હારેકોય જીવન જીવત્યોહો.


જેહેકેન યોનેસ એને જામ્બ્રેસાય મૂસા વિરુદ કોઅયો તેહેકેન યા જુઠા ગુરુબી ખ્રિસ્તા હાચ્ચાયે વિરુદ કોઅતાહા. ચ્યાહા મોન મેલાં ઓઅય ગીઅલા હેય, એને ચ્યા હાચ્ચાંજ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅય.


ક્રેતે લોકહા બારામાય યો વાતો આમીબી હાચ્યો હેય, ચ્યાહાટી તું ચ્યાહાન ખિજવાયન ઠપકો દેતો રો, કા ચ્યાહા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો મજબુત બોની જાય.


ચ્યા જુઠા ગુરુ આખતાહા કા આમા પોરમેહેરાલ વોળાખજેહે, બાકી ચ્યાહા કામહાકોય ખોબાર ઓઅહે કા ચ્યા નાંય વોળખે, કાહાકા ચ્યા નફરત કોઅતાહા, પોરમેહેરા આગના નાંય માનનારા, એને કાયબી હારાં કામ કોઅરા લાયકે નાંય હેય.


ડાયા માટડાહાન હિકાડ, કા ચ્યા પોતાલ તાબામાંય રાખનારા બોને, એને લોકહામાય માનપાન મીળે એહેકેન વ્યવહાર કોએ, હોમાજદાર બોને, એને ચ્યાહા પોરમેહેરાવોય મજબુત બોરહો રા જોજે, બિજા લોકહાવોય પ્રેમ કોઅરા જોજે, એને સહન કોઅના મજબુત રા જોજે.


એને હાચવીન રા, ઓહડા નાંય બોને, કા કાદો પોરમેહેરા સદા મોયાથી આલાગ રોય જાય, એને તુમહે વોચમાય ઓહડા કુળ યેઅરી કા પરેશાન્યે કારણ બોના લાગે, ઓહડા માઅહું તુમહેમાઅને બોજ લોકહા જીવન બગડાવી હોકહે.


યાહાટી પોરમેહેરાય આમહાન વાયદો કોઅયોહો કા આપા આરામા જાગામાય જાહું, તે આમહાન બોજ હાચવીન રા જોજે, કા તુમહેમાઅને કાદોબી જાંઆ ચ્યામાય જાઅના રોય નાંય જાય.


બિજા લોક ચ્યે જમીને હારકે હેય જ્યેં કાટેં એને જેખરેં ઉસબાડતેહે એને તી નોકામી હેય, ઈ પોરમેહેરાથી હારાપ મેળાવના ખતરામાય હેય એને ઈ આગ્યેથી નાશ ઓઅય જાઅરી.


ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.


મજબુત બોરહાહાતે ચ્યા સામનો કોઆ, કાહાકા તુમા જાંઅતેહે કા યા દુનિયામાય તુમહે આર્યા વિસ્વાસી યે પરમાણે દુઃખ બોગવી રીયહા.


યાહાટી વિચાર કોઓ, કા તું પેલ્લા માન કેહેકેન પ્રેમ કોઅતો આતો એને આમી તું માન તેહેકેન પ્રેમ નાંય કોએ, યે વાતેકોય પોસ્તાવો કોઓ એને માન તેહેકેનુજ પ્રેમ કોઓ જેહેકેન તું પેલ્લા કોઅતો આતો. જો તું પોસ્તાવો નાંય કોઅહે તે આંય તુયેપાય યેયન જાં તો દિવો થોવલો હેય, ચ્યાલ તાઅને ઓટાડી દિહી.


Lean sinn:

Sanasan


Sanasan