Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 6:5 - ગામીત નોવો કરાર

5 એને ચ્ચા માઅહામાય સદા જગડા પૈદા ઓઅતાહા એને ચ્યાહા બુદ્દિ કામ નાંય કોઅય, એને ચ્યાહાન હાચ્ચાયે બારામાય નાંય હોમજાય, ચ્યાહાન એહેકેન લાગહે કા, પોરમેહેરા ભક્તિ કોઅના પોયહા કામાવના તરીકો હેય.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 6:5
34 Iomraidhean Croise  

“જોવે જાડ હારાં હેય, તોવે ચ્યા ફળબી હારાં હેય, એને જાડ નોકામ્યા હેય, તોવે ફળબી નોકામ્યા હેય; કાહાકા જાડ ચ્યા ફળ કોય વોળખાયેહે.


ચ્યાહાન ઈસુવે હિકાડીન એહેકેન આખ્યાં કા, “કાય પવિત્રશાસ્ત્ર ઈ નાંય આખે, કા મા દેવાળાલ બોદયે જાત્યે લોકહાહાટી પ્રાર્થના ગુઉ આખલા જાય? બાકી તુમાહાય તીં બાંડાહા ગુઉ બોનાવી રાખ્યાહાં.”


ઓ ડોંગ્યાહાય મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા મુશીબાતમાય હેય, તુમા માઅહા વિરુદ હોરગા રાજ્યા બાઅણે બંદ કોઅઇ દેતહા, તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.


બાકી જો કાદો મા આરે સહમત નાંય હેય, તે ઈ જાંઆય લેય કા નાંય આમહેપાઅને એને નાંય પોરમેહેરાપાઅને બાકી મંડળ્યેહે ઓહડી રીત હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, ચ્યા ઓદિકારાકોય આમા આગના દેતહા જો પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહાન દેનલો હેય, ઓહડા કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી આરે આલાગ રા, જો કામ કોઅરા આળહાય કોઅહે એને જો ચ્યો વાતો નાંય માને જ્યો આમહાય હિકાડલ્યો હેય.


જુઠા હિકાડનારાહાય યો બોદ્યો વાતો કોઅના બંદ કોઅય દેનહા એને નોકામ્યા વિષયાહાવોય વાતો કોઅતાહા.


દારુડ્યો એને મારકુટ કોઅનારો નાંય, બાકી શાંત સ્વભાવા માઅહું જોજે, એને જગડો કોઅનારો નાંય, એને પોયહા લોબી નાંય રા જોજે.


અધ્યક્ષાહા હારકા સેવકાબી લોક આદર કોઅરા જોજે, ઈમાનદાર રા જોજે, દારવા પીનારો નાંય રા જોજે, એને બીજહાન છેતરીન પોયહા કામાવનારો નાંય રા જોજે.


બોનાવલ્યે વાતહેમાય એને નોક્કામ્યે વાતહેમાય સમય મા બોગડાવેહે, બાકી તુલ પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવાહાટી પોતાલ સાદા હિકાડતા રા જોજે.


કાહાકા શરીરા કસરાત વાહાયખાન ફાયદો કોઅહે, બાકી ભક્તિકોય બોદી વાતહેમાય ફાયદો હેય, કાહાકા યાકોય આમી યા જીવનામાય એને યેનારા જીવનામાય તુમા ચ્યા જીવનાલ મીળવાહા, જ્યા વાયદો પોરમેહેરાય કોઅલો હેય.


હાચ્ચાંજ જોવે આપા આપહે જીવન પોરમેહેરા ભક્તિમાય જીવતેહે તે ચ્યાકોય બોજ ફાયદો ઓઅહે એને જીં કાય આમાહાં પાય હેય ચ્ચાકોય તૃપ્ત રો.


ચ્યા પોરમેહેરા ભક્ત ઓઅના દેખાવો કોઅરી, બાકી ચ્યા પોરમેહેરા સામર્થ્યાલ નાંય માની જીં ચ્યાહાન પોરમેહેરા ભક્ત બોનાહાટી મોદાત કોઅય હોકહે, ઓહડા માઅહા પાઅને દુઉ રોજે.


જેહેકેન યોનેસ એને જામ્બ્રેસાય મૂસા વિરુદ કોઅયો તેહેકેન યા જુઠા ગુરુબી ખ્રિસ્તા હાચ્ચાયે વિરુદ કોઅતાહા. ચ્યાહા મોન મેલાં ઓઅય ગીઅલા હેય, એને ચ્યા હાચ્ચાંજ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅય.


તું યા લોકહાન હિકાડાંહાટી પોરવાનગી નાંય દેઅના, કાહાકા ચ્યા લોક જ્યો વાતો નાંય હિકાડાં જોજે ચ્યો હિકાડતાહા, એને લોકહા બોરહાલ નુકસાન કોઅતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા કા ચ્યાહાન પોયહા મીળે.


ચ્યાહાય તી કોઅના બંદ કોઅય દેનહા, જીં હાચ્ચાં હેય, એને ચ્યાહાય ચ્યા હારકા ખારાબ કામ કોઅના ચાલુ કોઅય દેનહા, જીં કા બોયરા પોહો બાલામે બોજ સમયા પેલ્લા કોઅલા આતાં. ચ્યેય ખારાબ કામ કોઅઈન પોયહા મેળાવના પોસંદ કોઅયા.


યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.


ચ્યાહાવોય હાય! કા ચ્યાહાય આદામા પોહા કાઈના હારકા ખારાબથી વેવહાર કોઅયહો, જ્યાંય પોતાના બાહાલ માઆઇ ટાક્યો. ચ્યાહાય ઉતવાળમાય તીજ બુલ કોઅયીહી, જીં બાલામાય બિજા લોકહાન પાપા એછે લેય જાઅના કોઅલી આતી, એટલે મિલકાત મેળવી હોકે. જ્યેં રીતે મૂસા વિરુદ પોતાના બંડના લીદે કોરાહા નાશ ઓઅય ગીયો, ચ્યેજ રીતે યા લોકબી નાશ ઓઅય જાઅરી, કાહાકા ચ્યા પ્રભુ વિરુદ બંડ કોઅય રીયહા.


દાલચીની, ધુપ, ગન્ધરસ, લોબાન, એને બોળ, એને દારાખા રોહો, અત્તાર તેલ, એને ગોંવ, ગેટેં, ડોબેં, ગોડેં, ગાડયો જ્યા લોક માલ વેચાતાં લેતા એને વેચતા આતા, ચ્યા આમી લોકહાન ગુલામા હારકા નાંય વેચી હોકેત.


બોદા દેશા લોકહાન ચ્યે દારવા પાજ્યાહાં જી કા ચ્યેહે મુર્તિપુજા હેય, બોદી દોરતીવોઅને રાજા ચ્યે વ્યબિચારા કામહામાય સામીલ ઓઅલે હેય, દોરતીવોઅને વેપારી ચ્યે થેએયે એટલે બાબેલ શેહેરા મોઅગી-મોઅગી વસ્તુહુ ઇચ્છા કોઇન માલદાર બોની ગીઅલા હેય.”


Lean sinn:

Sanasan


Sanasan