3 જોવે યોકતો જુઠા હિકાડે, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ એને પોરમેહેરાલ આદર દેયના વાતથી સહમત નાંય ઓએ.
ચ્યાહાય આખ્યાં, “કૈસરા” તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં, “જીં કૈસર રાજા હેય, તીં કૈસરાલ દિયા, એને જીં પોરમેહેરા હેય, તીં પોરમેહેરાલ દિયા.”
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
આમી ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા તુમા ઓહડા લોકહાપાઅને હાચવીન રા, જ્યા ફુટ પાડના એને બીજહાન પાપ કોઅના કારણ બોનતેહે, ઓહડો વ્યવહાર ચ્યે હાચ્ચાં શિક્ષણા આરે મેળ નાંય ખાય, તુમા ઓહડા લોકહાથી દુઉ રા.
યાહાટી જીં માઅહું યા નિયમાહાલ નાંય માને, તો માઅહા નિયમ નાંય, બાકી પોરમેહેરા નિયમ નાંય માને, જો તુમહાન ચ્યા પવિત્ર આત્મા દેહે.
વ્યબિચાર કોઅનારા, સમલૈગીકતા, ગુલામ લોકહાન વેચનારા, જુઠા બોલનારા, જુઠી સાક્ષી આખનારા, એને ચ્યા લોક જ્યા હાચ્ચાં શિક્ષણ પરમાણે નાંય ચાલેત ચ્યાહાહાટી નિયમ હેય.
આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય.
જુઠા હિકાડનારાહાય યો બોદ્યો વાતો કોઅના બંદ કોઅય દેનહા એને નોકામ્યા વિષયાહાવોય વાતો કોઅતાહા.
જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય.
કાહાકા ઓહડા દિહી યેનારા હેય, તોદિહી લોક હાચ્ચાં શિક્ષણ નાંય વોનાયા માગી, બાકી ચ્યા ચ્યાહા ઇચ્છા પુરી કોઅરી, એને ચ્યે બોજ બોદા શિક્ષકાહાન હોદી, જ્યા ચ્યેજ વાતહે પ્રચાર કોઅરી જ્યો ચ્યે વોનાયા માગતેહે.
ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે.
ચ્યાલ ઈસુ ખ્રિસ્તા બારામાય બોરહાવાળા વચનાવોય મજબુત બોરહો કોઅરા જોજે, જો આમહાય હિકાડયો, જેથી તો બીજહાન હાચ્ચાં શિક્ષણા પાલન કોઅરાહાટી મોદાત કોઅય હોકે, એને ચ્યાહાન જવાબ દેયને હાચ્ચાં હેય એહેકેન સાબિત દેય હોકે.
ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.