1 તિમોથી 6:11 - ગામીત નોવો કરાર11 બાકી ઓ તિમોથી, તું પોરમેહેરા માઅહું હેય, તું ઈ બોદા કોઅનાકોય આલાગ રો, એને જીં હાચ્ચાં હેય ચ્યાલ કોઅરાહાટી કોશિશ કોઓ, એને પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવ, ખ્રિસ્તાવોય બોરહો કોઓ, લોકહાવોય પ્રેમ કોઓ, કઠીણ પરિસ્થીતીમાય સહન કોઓ, લોકહાવોય ગુસ્સો નાંય કોઅતો. Faic an caibideil |
એને બિજા લોકહાન યે વાતહે ઓળખાણ કોઅરા જોજે, કા ચ્યે સાદા હારેં કામ કોઅલે હેય, મતલબ, પોહહાલ હારેકોય હાંબાળ કોઅયા ઓરી, ગાવારાહા સેવાચાકરી કોઅલી હેય, મુસાફરી કોઅનારા વિસ્વાસીયાહા આપહે ગોઆમાય આવકાર કોઅયાહાં, જ્યેં દુઃખામાય આતેં ચ્યાહા મોદાત કોઅયીહી, ચ્યે બોદે જાત્યે હારેં કામ કોઅરાહાટી પોતાલ સમર્પિત કોઅલા હેય.