1 જોલા વિસ્વાસી લોક જ્યા ગુલામ ચાકાર હેય, ચ્યે ચ્યાહા દોણહયાલ બોદી રીતે ચ્યાહા આદર કોઅરા જોજે, જેથી બિજા લોક પોરમેહેરા એને આમહે શિક્ષણા નિંદા નાંય કોઅય.
જીં આંય આખતાહાવ કા તીં તુમા કોઆ, તીં કોઅના કઠીણ નાંય હેય.
તોવે તુમા કાય એરા ગીઇલે? ભવિષ્યવક્તાહાલ એરા કા? હાં, આંય તુમહાન આખતાહાવ, બાકી ભવિષ્યવક્તાહા કોઅતાબી મોઠો હેય.
પાછે ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “ઈ નોક્કી હેય કા, જ્યો વાતો માઅહાલ પાપા પરીક્ષાયો કોઆડત્યોહો, ચ્યો ઓઅરી, બાકી હાય, ચ્યા માઅહાલ જ્યા લેદે યો વાતો ઓઅત્યોહો.
ચ્યાહાય આખ્યાં, “આમહાન હોવ સૈનિકાહા સુબેદાર કરનેલીયુસાય દોવાડયાહા, તો ન્યાયી એને બોરહો થોવનારો એને પોરમેહેરાલ બીઅનારો એને બોદી યહૂદી જાત્યે લોકહામાય હારાં માઅહું હેય, ચ્યેય યોક પવિત્ર હોરગા દૂત થી ઈ હોમજણ મેળવ્યા, કા તુલ પોતાના ગોઓ હાદિન તોપાઅને વચન વોનાયે.”
જોવે તો હોરગા દૂત જ્યાંય ચ્યાઆરે વાતો કોઅયો તો ચાલ્યો ગીયો, તોવે ચ્યેય બેન ચાકાર, એને જ્યા ચ્યા પાહી રિયા કોઅતા આતા ચ્યાહામાઅને યોક પોરમેહેરા ભક્તિ કોઅનારા સીપાડાલ હાદ્યા.
તે આમી તુમા ઈ આખીન કાહા પોરમેહેરા પરીક્ષા કોઅતાહા, કા મૂસા નિયમ એને આમહે યહૂદી રીતરીવાજાહાન પાળાહાટી યા ગેર યહૂદી વિસ્વાસ્યાહાવોય વોદારે વોજો થોવા, જ્યાલ નાંય આમહે વડીલ ઉઠાવી હોક્યા એને નાંય આમા ઉઠાવી હોકજે.
“કાહાકા તુમા યહૂદી લોકહા લીદે ગેર યહૂદી લોક પોરમેહેરા નાંવા નિંદા કોઅતાહા,” જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં બી હેય.
તુમહાન એહેકેન જીવા જોજે, કા યહૂદી લોકહાન કા ગેર યહૂદી લોકહાન કા પોરમેહેરા મંડળી લોકહાહાટી પોરમેહેરાવોય બોરહો કોઅના રુકાવાટ નાંય બોનના.
ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.
ચ્યાહાટી મા સલાહ હેય કા જુવાન વિધવા થેએયો વોરાડ કોઅય, એને પાહહાન જન્મો દેય, એને ગુઉ હાંબાળે, એને કાદાબી વિરુદી લોકહાન બુલ કાડના મોકો નાંય દેય.
એને પોતાલ તાબામાંય રાખે, પવિત્ર, માટડા પ્રતિ ઈમાનદાર રોય, એને પોતે ગુઉ હાંબાળે, દયાળુ એને પોતે માટડા તાબામાંય રોનારી જોજે, જેથી પોરમેહેરા વચના કાદાં નિંદા નાંય કોએ.
અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.
એને અંતકરણ બી શુદ્ધ રાખા, યાહાટી કા જ્યેં વાતહેબારામાય તુમહે બદનામી ઓઅહે ચ્યાહા બારામાય ચ્યે, જ્યેં ખ્રિસ્તામાય તુમહે હાર્યે ચાલચલને અપમાન કોઅતેહે, શરમાય જાય.