9 જી વિધવા હાંઈટ વોરહાથી વોદારે ઓઅઇ ગીયી ઓરી, એને તી યોકાજ માટડા પ્રતિ ઈમાનદાર રોયી ઓરીતે તું ચ્યેહે નાંવ વિધવાયેહે યાદ્યેમાય લોખી લે.
સેવાક યોકુજ થેએયે માટડો રા જોજે, એને પાહાહાન એને ગોર્યાહાન હારેં કોય હાંબાળે ઓહડો રા જોજે.
યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે.
બાકી જુવાન વિધવાહા નાંવ યાદ્યેમાય નાંય લોખના, કાહાકા જોવે ચ્યે શરીરા ઉસ પુરી કોઅરા ઇચ્છા વોદી જાઅરી, તોવે તી ખ્રિસ્તા સેવા કોઅના વાયદાલ તોડીન પાછા વોરાડ કોઅરા હોદહે.
ચ્યાહાટી મા સલાહ હેય કા જુવાન વિધવા થેએયો વોરાડ કોઅય, એને પાહહાન જન્મો દેય, એને ગુઉ હાંબાળે, એને કાદાબી વિરુદી લોકહાન બુલ કાડના મોકો નાંય દેય.
જોવે યોકતી વિસ્વાસી થેએયે કુટુંબામાય વિધવા થેએ ઓરી, તે તી ચ્યેલ યાહાટી મોદાત કોએ, કા ચ્યેલ સાંબાળના જવાબદારી મંડળીવોય નાંય રોય, જ્યેથી મંડળી ચ્યે વિધવાહા મોદાત કોઅય હોકે જ્યેહેલ સાંબાળનારા કાદાં નાંય હેય.