5 જીં હાચ્ચીજ વિધવા હેય, જ્યેં કાદાં નાંય હેય, તી પોરમેહેરાવોયજ આશા રાખહે, એને રાત-દિહી વિનાંતી એને પ્રાર્થના કોઅતી રોહે.
ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, યા બારામાય કાયામ પ્રાર્થના કોઅરા જોજે, એને ઈંમાત નાંય છોડા જોજે, ઈ વાત ચ્યાહાન હિકાડાંહાટી ઈસુવે ઓહડો દાખલો આખ્યો.
પોરમેહેરાય ચ્યા નિવાડલા લોકહાહાટી જ્યા દિહીન-રાત ચ્યા હોમ્મે વિનાંતી કોઅયી, પોરમેહેર ચ્યાહા મોદાત કોઅરાહાટી વાઆ નાંય લાવી.
એને તી ચોર્યાશી વોરહે લોગુ વિધવા આતી, દેવાળામાય બોજ સમય લોગુ રોઇન રાતદીહી ઉપહા એને પ્રાર્થના કોઈકોઈન પોરમેહેરા ભક્તિ કોઅતી આતી.
ચ્ચે કોસામે પુરાં ઓઅના આશા રાખીન, આમહે બારા કુળ પોતાના બોદા મનથી રાત-દિહી પોરમેહેરા ભક્તિ કોઅતા યેનહા, ઓ રાજા, યેજ આશાયે લીદે યહૂદી માયેવોય દોષ લાવતાહા.
ચ્યા દિહીહયામાય જોવે ઈસુવોય બોરહો કોઅનારાહા ગોણત્રી વોદતી લાગી, તોવે યુનાની ભાષા બોલનારા શિષ્યહાય હિબ્રુ બોલનારાહા શિષ્યહા વિરુદ કુરકુર કોઅરા લાગ્યા, “દિનેરોજ ખાઅના-પિઅના માય આમહે વિધવા બાયહે ખોબાર નાંય લેદલી જાય.”
તોવે પિત્તર ઉઠીન ચ્યાહાઆરે ગીયો, એને જોવે તાં પોઅચ્યા, તોવે ચ્યે ચ્યાલ ખોલીમાય લેય ગીયા, એને બોદ્યો વિધવા બાયો રોડત્યોજ, ચ્યા પાહી યેયન ઉબ્યો રિયો, એને જો જબ્બો એને ફાડકે દરકાસ ચ્યેહેઆરે રોતી વોખાત બોનાવલે આતેં, ચ્યે દેખાડાં લાગ્યો.
ચ્યાય આથ દેયને ચ્યેલ ઉઠાડયા, એને વિસ્વાસી લોકહાન એને વિધવા બાયહેલ હાદિન ચ્યાહાન જીવતી દેખાડી દેની.
મા આખના મતલબ ઓ હેય કા જોવે આંય તુમહેપાય યાંવ, તોવે તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી મોદાત કોઅહી, એને તુમા માન મોદાત કોઅહા.
ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.
મા ઇચ્છા હેય કા તુમહાન દિનેરોજ્યા જીવના વાતહેબારામાય ચિંતા નાંય કોઅરા જોજે, જ્યાહા વોરાડ નાંય ઓઅલા હેય ચ્ચા પોરમેહેરા સેવા કેહેકેન કોઅના હેય ચ્ચા બારામાય ચિંતા કોઅહે, કા પોરમેહેરાલ કેહેકેન ખુશ કોએ.
વોરાડ કોઅલા એને વોરાડ નાંય કોઅલામાંય બી મર્મ હેય, વોરાડ નાંય જાયહાં તીં તે પ્રભુ કેહેકેન સેવા કોઅના બારામાય વિચાર કોઅહે, એને ચ્યા શરીરાકોય એને આત્માકોય પ્રભુલ ખુશ કોઅરાહાટી કોશિશ કોઅહે, બાકી વોરાડ ઓઅલી થેએ દુનિયામાય દિનેરોજ્યા જીવના બારામાય ચિંતા કોઅહે કા પોતાના માટડાલ કેહેકેન ખુશ રાખું.
બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.
કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.
આંય કાલાવાલા કોઅતાહાંવ કા બોદહા કોઅતા મહત્વા વાત ઈ હેય, કા વિનાંતી, પ્રાર્થના, મધ્યસ્તી એને ધન્યવાદ બોદા માઅહાહાટી કોઅલા જાં જોજે.
જોવે યોકતી વિસ્વાસી થેએયે કુટુંબામાય વિધવા થેએ ઓરી, તે તી ચ્યેલ યાહાટી મોદાત કોએ, કા ચ્યેલ સાંબાળના જવાબદારી મંડળીવોય નાંય રોય, જ્યેથી મંડળી ચ્યે વિધવાહા મોદાત કોઅય હોકે જ્યેહેલ સાંબાળનારા કાદાં નાંય હેય.
ચ્યે વિધવા થેએયેહેલ આદર કોઓ, જ્યેહે જરૂરત પુરી કોઅરાહાટી એને જ્યેહે દેખભાલ કોઅરાહાટી કાદાં નાંય હેય.
આંય જોવેબી પોરમેહેરાલ પ્રાર્થના કોઅતાહાંવ, તોવે સાદા તુલ યાદ કોઅતાહાંવ એને તો નાંવ લેયને પોરમેહેરા આભાર માનતાહાવ, ઓ તોજ પોરમેહેર હેય જ્યા સેવા માયે એને મા કુળા વડીલાહાય ચોખ્ખાં હૃદયાકોય કોઅલી હેય.
પેલ્લા સમયામાય રોનાર્યો પવિત્ર થેઅયોબી, જ્યો પોરમેહેરાવોય આશા પોતે-પોતાલ યે રીતેથી શણગારત્યો એને પોત-પોતાના માટડાહા આધીન રોત્યો આત્યો.