17 જ્યા મંડળી વડીલ ચ્યાહા કામ હારેરીતે કોઅય રીઅલા હેય, ચ્યાહાન યોગ્ય માનપાન એને પુરતી મોદાત કોઅરા જોજે, ખાસ કોઇન જ્યા લોક જ્યા પોરમેહેરા વચન હિકાડતાહા એને પ્રચાર કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅતાહા.
એઆ, માયે તુમહાન પેલ્લાજ ઈ બોદા ઓઅરી ચ્યા બારામાય આખી દેનહા.
યોકુજ ગોઆમાય રોજા તુમહાન જીં દેત તીં ખાઅના ને પિઅના, કાહાકા કામ કોઅનારાલ ચ્યાહા કાંબારાં મિળાં જોજે, એને ગોઅહે-ગોઅહે મા જાતા.
એને પ્રભુવે આખ્યાં, “ઈમાનદાર એને બુદ્ધિમાન કારબારી કું હેય? જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો સોમયાવોય ચ્યાહાન ખાઅના વસ્તુ દેય.
જ્યામાય તુમહાય મેહનાત નાંય કોઅયાહાં તી રાન માયે વાડાહાટી તુમહાન દોવાડયા. બીજહાંય મેહનાત કોઅલી હેય બાકી તુમા ચ્યા પાક યોખઠા કોઅહા.”
એને ચ્યાહાય પોયહા યોખઠા કોઅયા, એને બારનાબાસ એને શાઉલા આથામાય દેયન આગેવાનાહાપાય પોયહા લેય દોવાડયા.
માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
ચ્યાહાય આમહે બોજ આદર કોઅયો, જોવે આમા જાતા લાગ્યા તોવે જીં કાય આમેહાટી જરુરી આતા, તી જાહાજા માય થોવી દેના.
જો બીજહાન ઉપદેશ કોઅના દાન મિળ્યહા, તો ચ્યાય બિજા વિસ્વાસી લોકહાન ઉત્તેજન કોઅનામાય લાગી રોય, જો બિજા લોકહા ગોરાજ પુરી કોઅના દાન મિળ્યહા, તે ઉદારતાકોય મોદાત કોએ, જ્યાલ આગેવાની કોઅના દાન મિળ્યહા, તે ગંભીર રીતે આગેવાની કોએ, જ્યાલ દયા કોઅના દાન મિળ્યહા, તે તો આનંદકોય દયા કોએ.
ચ્યાહા ઓ ફેસલો હારો હેય, કાહાકા જોવે ગેર યહૂદી લોકહાય ચ્ચાહા થી આત્મિક બોરકાત પામી, તે ચ્ચાહા ફરજ બી હેય કા યેરૂસાલેમ શેહેરમાય રોનારા લોકહા બોદી જરૂરતહાટી ચ્ચાહાન મોદાત કોએ.
ત્રુફેનાબેન એને ત્રુફોસાબેન જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, ચ્યેહેન સલામ. પ્રિય બેનપિરસીસ, જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, સલામ.
બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.
યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ કા તુમા ઓહડા લોકહા આખલ્યા માના, એને ચ્યા દરેકા જ્યે કોઠીણ મેહનાત કોઅતેહે એને જ્યે યે પરમાણે હાચ્ચી ભક્તિકોય સેવા કોઅતેહે.
કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય.
પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.
ઈ જરુરી હેય કા જ્યા લોક પોરમેહેરા વચન હિકાડતાહા, ચ્યાહાન જ્યા લોક હિકતાહા ચ્યાહાકોય ખાઅના કા પોયહા મોદાત મિળાં જોજે.
જો તુમા એહેકેન કોઅહા તે જોવે ખ્રિસ્ત પાછો યી તોવે માન અભિમાન કોઅરા કારણ મિળી કા મા મેઅનાત કોઅના એને કામ નોકામ્યા નાંય ગીયા.
યાહાટી તુમા પ્રભુમાંય ચ્યાલ ખુશીકોય આવકાર કોઅજા એને ચ્યા હારકા લોકહા આદર કોઆ.
ઓ હાચ્ચાં મોદાત્યા, આંય તુલબી વિનાંતી કોઅતાહાંવ, કા તું ચ્ચે બાયહેલ એકતામાય લેય યાહાટી મોદાત કોઓ, કાહાકા ચ્યેહેય મા આરે હારી ખોબાર ફેલાવાં, ક્લેમેંસ એને મા બિજા મોદાત્યાહા આરે મેઅનાત કોઅઇ જ્યાહા નાંવે જીવના ચોપડયેમાય લોખલે હેય.
કાહાકા જો ચ્યાલ પોતા ગુઉ હારેં રીતેકોય ચાલાડતા નાંય આવડે, તે તો નક્કીજ પોરમેહેરા મંડળી લોકહાન દેખભાલ કોઅઇ નાંય હોકે.
આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય.
તી વાત યાદ રાખ મંડળી વડીલાહાથી તોવોય આથ થોવિન ભવિષ્યવાણી કોઅના સમયે જીં વરદાન પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાલ ઉપયોગ કોઓ.
યા બારામાય હાચવીન રો કા તું કેહેકેન રોતહો એને કાય હિકાડતોહો, યે વાતહેમાય મજબુત રોજે, કાહાકા એહેકેન કોઅહે તે પોરમેહેરાકોય પોતે તું એને તો વોનાનારાહાન બી ડૉડાપાઅને બોચાડેહે.
તું યો બોદ્યો વાતો બોદા વિસ્વાસી લોકહાન સાદા યાદ કોઆડ તે તું ઈસુ ખ્રિસ્તા હાચ્ચો સેવાક બોનહે, એને તોવે તું સંદેશ એને હારા શિક્ષણાકોય મજબુત ઓઅહે, જ્યા તુયે ઈમાનદારીકોય પાલન કોઅલા હેય.
યોક મંડળી વડીલા વિરુદ પાપ કોઅના આરાપ તાંવ લોગુ નાંય લાવલો જાય જાવ લોગુ બેન કા તીન લોકહાકોય યોકુજ વાતેહાટી ચ્યાવોય આરાપ નાંય રોય.
ચ્યે વિધવા થેએયેહેલ આદર કોઓ, જ્યેહે જરૂરત પુરી કોઅરાહાટી એને જ્યેહે દેખભાલ કોઅરાહાટી કાદાં નાંય હેય.
મેઅનાત કોઅનારા ખેડુતાલ બોદહા પેલ્લા અનાજા હિસ્સો મિળાં જોજે.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
તુમહે વડીલ રાત-દિહી તુમહે આત્માહા રાખવાળી કોઅતાહા, કાહાકા ચ્યાહાન તુમહેહાટી ઇસાબ દેઅના હેય, યાહાટી તુમા ચ્યાહા આગનાયો પાળજા, એને ચ્યાહા આધીન રોજા, જ્યાથી ચ્યા પોતાની જવાબદારી આનંદથી, નાંય કા દુઃખ બોઅતા પુરાં કોઅય હોકે, કાહાકા યાથી તુમહાન કાય ફાયદા નાંય ઓએ.
તુમહે બોદા વડીલાહાન, એને બોદા પવિત્ર લોકહાન મા સલામ આખના, ઇટલી દેશામાઅને બોરહો કોઅનારે બાહા બોઅહી બોદા તુમહાન સલામ આખતેહે.
ચ્યાહાન યાદ રાખા, જ્યા તુમહે આગેવાન આતા, જ્યાહાય તુમહાન પોરમેહેરા વચન આખ્યેલ, એને ચ્યાહા જીવન કોહડા જીવ્યા તી યાદ કોઅતા ચ્યાહા બોરહા અનુસરણ કોઆ.