Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 5:10 - ગામીત નોવો કરાર

10 એને બિજા લોકહાન યે વાતહે ઓળખાણ કોઅરા જોજે, કા ચ્યે સાદા હારેં કામ કોઅલે હેય, મતલબ, પોહહાલ હારેકોય હાંબાળ કોઅયા ઓરી, ગાવારાહા સેવાચાકરી કોઅલી હેય, મુસાફરી કોઅનારા વિસ્વાસીયાહા આપહે ગોઆમાય આવકાર કોઅયાહાં, જ્યેં દુઃખામાય આતેં ચ્યાહા મોદાત કોઅયીહી, ચ્યે બોદે જાત્યે હારેં કામ કોઅરાહાટી પોતાલ સમર્પિત કોઅલા હેય.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 5:10
42 Iomraidhean Croise  

ચ્યેજ રીતેકોય જ્યાલ બેન તાલાંત મિળ્યાં, ચ્યાય બી પાછા બેન તાલાંત કામાવ્યા.


ચ્યાજ પરમાણે તુમહે ઉજવાડો માઅહા હોમ્મે ચોમકે કા ચ્યે તુમહે હારેં કામે એઇન તુમહે પોરમેહેર આબહો, જો હોરગામાય હેય, ચ્યા સ્તુતિ કોઅય.”


એને ચ્યા પાગહાપાય, પાછાડી ઉબી રોયન રોડતી ઈસુ પાગહાલ આહાંવાહાં કોય બીજવી કાડયા, એને ચ્યે ટોલપ્યે કિહહા કોઇન નુંહરા લાગી એને ચ્યા પાગહાલ પાછા-પાછા ચૂમીને ઈસુ પાગહાવોય અત્તાર લાવ્યાં.


પાછે ચ્યે બાયે એછે ફિરીન ઈસુય સિમોનાલ આખ્યાં, “યે બાઈલ તુયે દેખી કા? આંય તો ગોઓ યેનો, તેરુ તુયે પોતાના રીતે નુસાર માન પાગ દોવાં પાઆઈ નાંય દેના, બાકી યે બાયે આહાંવાહાં કોઇન મા પાગ બીજવી દેના, એને ચ્યે કિહીહયાકોય નુંહયા.


ચ્યાહાય આખ્યાં, “આમહાન હોવ સૈનિકાહા સુબેદાર કરનેલીયુસાય દોવાડયાહા, તો ન્યાયી એને બોરહો થોવનારો એને પોરમેહેરાલ બીઅનારો એને બોદી યહૂદી જાત્યે લોકહામાય હારાં માઅહું હેય, ચ્યેય યોક પવિત્ર હોરગા દૂત થી ઈ હોમજણ મેળવ્યા, કા તુલ પોતાના ગોઓ હાદિન તોપાઅને વચન વોનાયે.”


“તોવે હનાન્યા નાંવા મૂસા નિયમા પરમાણે ચાલનારો યોક પોરમેહેરા ભક્ત આતો, જો તાં રોનારા બોદા યહૂદીયાહામાય માનાપાના માઅહું આતો, માપાય યેનો,


યાહાટી ઓ બાહાહાય, આપહે માઅને હાંત નાવાજલા માટડાહાન જ્યા પવિત્ર આત્માકોય એને બુદ્દિ કોય બોઆલા રોય, ઓહડાહાલ નિવડી લા, કા આમા ચ્યાહાન યા કામ હોઅપી દેજે.


યાફા શેહેરામાય તબીથા નાંવા યોક વિસ્વાસી બાય આતી, યુનાની ભાષામાય ચ્યે નાંવ દરકાસ હેય, તબીથા એને દરકાસ યા બેની નાંવહા મતલબ “હરણી હેય”, તી બોજ હારેં-હારેં કામે એને મોદાત કોઅતી આતી.


તોવે પિત્તર ઉઠીન ચ્યાહાઆરે ગીયો, એને જોવે તાં પોઅચ્યા, તોવે ચ્યે ચ્યાલ ખોલીમાય લેય ગીયા, એને બોદ્યો વિધવા બાયો રોડત્યોજ, ચ્યા પાહી યેયન ઉબ્યો રિયો, એને જો જબ્બો એને ફાડકે દરકાસ ચ્યેહેઆરે રોતી વોખાત બોનાવલે આતેં, ચ્યે દેખાડાં લાગ્યો.


પવિત્ર લોકહાન જીં કાય ગોરાજ હેય, ચ્યામાય ચ્યાહા મોદાત કોઆ, ગાવારાહા ચાકરી કોઅરાહાટી સાદા તિયાર રા.


પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.


યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.


બાકી ચ્યેહેન બિજા લોકાહાહાટી હારેં કામ કોઇન પોતાલ સુંદર બોનાડા જોજે, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅનાર્યે થેએયેહેન ઈ ઠીક બી હેય.


યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે.


એને મંડળી બારેને લોકહા માયબી ચ્યા હારાં માનપાન રા જોજે, કા લોક ચ્યા બદનામી નાંય કોએ, એને તો સૈતાના ફાંદામાય નાંય ફસાય.


જોવે યોકતી વિસ્વાસી થેએયે કુટુંબામાય વિધવા થેએ ઓરી, તે તી ચ્યેલ યાહાટી મોદાત કોએ, કા ચ્યેલ સાંબાળના જવાબદારી મંડળીવોય નાંય રોય, જ્યેથી મંડળી ચ્યે વિધવાહા મોદાત કોઅય હોકે જ્યેહેલ સાંબાળનારા કાદાં નાંય હેય.


યાજ પરમાણે, કોલહાક લોકહા હારેકામે પ્રગટ હેય, એને જ્યેં હારેં કામે નાંય ખોબાર હેય, તે ચ્યે ગુપ્ત નાંય રોય હોકે.


ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય.


એને માન તો ઈસુ ખ્રિસ્તાવોય હાચ્ચો બોરહો યાદ હેય, જો પેલ્લા તો દાદી લોઇસ એને તો આયહો યુનીકેમાય બોરહો આતો, એને તોહડો બોરહો આમી તુયેમાયબી હેય ઓહડી માન ખાત્રી હેય.


યાહાટી જોવે વિસ્વાસી માઅહું બોદા ખારાબ કામ કોઅના બંદ કોએ તોવે ચ્યા જીવન પવિત્ર ઓઅરી, એને તો કિમતી વાહણા હારકો બોની જો ખાસ કામહાહાટી વાપારતેહે, એને ચ્યાલ ચ્યા દોણી વાપર કોઅરી, એને તી બોદા હારા કામહાહાટી તિયાર રોય.


વાહનેરે તું પવિત્રશાસ્ત્ર હીકલો હેય, જીં તુલ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન તારણ મિળવાહાટી જ્ઞાન દેય હોકહે.


જેથી પોરમેહેરા લોક બોદા હારાં કામ કોઅરાહાટી પાક્કા બોને એને તિયારી ઓઅઇ જાય.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


તું પોતે હારેં કામે કોઅઈન બોદી વાતહેમાય નમુનો બોન, જેથી બિજા લોક ચ્યા પાલન કોઅય હોકે, જોવે તું વિસ્વાસ્યાહાન પોરમેહેરા વચના બારામાય હિકાડે તોવે તું પવિત્રતા, ગંભીરતાથી હિકાડ, જેથી લોક તુલ આદર દેય.


વિસ્વાસી લોકહાન યાદ કોઆડ, કા ચ્યા શાસક એને ઓદિકાર્યાહા આદર કોએ, એને ચ્યાહા આગના માનના ચ્યાહા જવાબદારી હેય, એને ચ્યે બીજહાહાટી હારેં કામ કોઅરાહાટી તિયારી રોય.


આપહે વિસ્વાસી લોકહાન હિકાડ, કા હારાં કામ કોઅરાહાટી હિકે તે તી હારાં હેય, જેથી ખાસ જરુરી હેય ચ્યાહાન મોદાત કોઅય હોકે, જેથી યોકબિજાલ ઉપયોગી ઓઅય હોકે.


ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.


યા આપા યોકબીજાહાટી પ્રેમાકોય પુરાં ઓરા એને હારેં કામે કોઅરાહાટી ઉત્તેજન દેતા રોતા.


ગાવાર ચાકરી કોઅના વિહરાયાહા મા, કાહાકા યાથીજ કોલહાક જાઅહાય ઓજાણ્યામાય હોરગા દૂતહા ગાવાર ચાકરી કોઅયીહી.


તુમહાન બોદા હારાં કામમાય બોદાજ ગુણહાથી સિદ્ધ કોએ, જ્યાથી તુમા ચ્યા ઇચ્છા પુરી કોએ, એને ચ્યાલ જીં હારાં ગોમહે, ચ્યાલ ઈસુ ખ્રિસ્તા કોઇન આમહેમાય પુરાં કોએ, જ્યા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન.


અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.


લોકહાન પોતાના ગોઅહામાય સ્વાગત કોઆ એને એહેકેન ટુટરીયા વોગાર યોકબીજા ગાવાર ચાકરી કોઆ.


મંડળીમાય બોદા-બોદા ઈ આખતાહા કા દિમેત્રિયુસ હારો માઅહું હેય, કાહાકા તો હાચ્ચાયેકોય જીવહે, આમા બી આખજેહે કા તો હારો માઅહું હેય એને તું જાંઅતહો કા આમહે સાક્ષી હાચ્ચી હેય.


Lean sinn:

Sanasan


Sanasan