3 ઓહડા લોક વોરાડ કોઅરા એને કોલહાક ખાઅના વસ્તુહુલ ખાં રોકતાહા, બાકી પોરમેહેરાય ઈ બોદા યાહાટી બોનાડ્યા બોરહો કોઅનારા એને હાચ્ચાઇ જાઅનારાં ચ્ચાલ ધન્યવાદા કોઇન ખાય.
પાછે ચ્યાય માઅહાન ગાહીયાવોય બોહતેં કોય દેને, એને પાચ બાખે એને બેન માછલે લેદે, એને હોરગા એછે એઇન પોરમેહેરા આભાર માન્યા એને કુટકા કોઇન શિષ્યહાન દેના, એને શિષ્યહાય લોકહાન વાટી દેના.
જીં કાય માઅહા મુયામાય જાય ચ્યા લેદે તીં મેલાં નાંય કોઅઇ હોકે, બાકી ચ્યા મુયામાયને જીં નિંગહે, તીંજ માઅહાન મેલાં કોઅહે.
પાછે હાંત બાખે એને માછલે લેદે એને પોરમેહેરા આભાર માનીન બાખ્યેહે ટુકડા કોઇન શિષ્યહાન વાટી દાં આખ્યાં, એને ચ્યાહાય લોકહાન વાટી દેના.
જોવે ઈસુ ચ્યાહાઆરે ખાઅના ખાં બોઠો, તોવે ચ્યે બાખે લેઈને આભાર માનીન બાખે મુડીન ચ્યાહાન દાં લાગ્યો.
તોવે આજુ વાહને ઉડયે તીબીરીયાસા ચ્યા જાગા પાહી યેને, જાં ચ્યાહાય પ્રભુ આભાર માન્યા પાછે બાખે ખાદેલ.
એને ઈ આખીન ચ્યાય બાખે લેઈને બોદહા હામ્મે પોરમેહેરા આભાર માનીન એને બાખે તોડીન ખાં લાગ્યો.
કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.
જીં માહાં ખાહે, તીં માહાં નાંય ખાનારાલ દોષ નાંય લાવે, એને માહાં નાંય ખાનારો, માહાં ખાનારાહાવોય દોષ નાંય લાવે, કાહાકા પોરમેહેર બેનહ્યાન સ્વીકાર કોઅહે.
જો કાદો યોક દિહાલ ખાસ માનહે, તો પ્રભુહાટી ખાસ માનહે, એને જો માહાં ખાહે, તો પ્રભુહાટી ખાહે, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે, એને જો માહાં નાંય ખાય, તો પ્રભુહાટી નાંય ખાય, કાહાકા તો પોરમેહેરા ધન્યવાદ કોઅહે.
માન બોદાંજ ખાઅના પોરવાનગી હેય, એને ખાઅના શરીરાહાટી હેય, ઈ હાચ્ચાં હેય બાકી પોરમેહેર શરીર એને ખાઅના બેનહ્યાલ નાશ કોઅરી, આપહે શરીર વ્યબિચારાહાટી નાંય હેય, બાકી આપહે શરીર પ્રભુહાટી હેય, એને પ્રભુ સેવા કોઅરાહાટી બોનલા હેય.
બાકી જો તો વોરાડ બી ઓઅય જાય, તે પાપ નાંય હેય, એને જો કુંવારી પોઅણાય બી જાય તે ચ્યામાય કાયજ પાપ નાંય, બાકી વોરાડ ઓઅલા લોકહામાય ચ્યાહા જીવનામાય કોઠીણ અનુભવ ઓઅરી મા ઇચ્છા હેય કા તુમા યે રીતે સમસ્યામાઅને સુટે રોય.
ખાઅના આપહાન પોરમેહેરાપાય નાંય પોઅચાડે, જોવે તી ખાઅના નાંય ખાજે તોવે આપહે કાય નુકસાન નાંય ઓએ, એને જો તી ખાઅના ખાજે તે આપહાન ચ્યા કાય ફાયદો નાંય ઓએ.
યાહાટી આમી કાદાલ ઓ ઓદિકાર નાંય હેય, કા ખાઅના-પિઅના, સણ, આમાસ, કા આરામા દિહયા બારામાય તુમહાવોય દોષ થોવે.
તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.
ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.
કાહાકા પોરમેહેરે જીં કાય બોનાડ્યા, તી બોદા હારાં હેય, એને બોદા ખાઅના પોરમેહેર સ્વીકાર કોઅહે, બાકી પોરમેહેરાલ ધન્યવાદ દેયને ખાં જોજે.
ચ્યાહાટી મા સલાહ હેય કા જુવાન વિધવા થેએયો વોરાડ કોઅય, એને પાહહાન જન્મો દેય, એને ગુઉ હાંબાળે, એને કાદાબી વિરુદી લોકહાન બુલ કાડના મોકો નાંય દેય.
વોરાડાલ માન દા, એને વોરાડામાય યોકબીજાવોય ઈમાનદાર રોય, કાહાકા પોરમેહેર વ્યેબીચાર્યાહા, એને ખારાબ કામ કોઅનારા લોકહા ન્યાય કોઅરી.
યાહાટી તુમા યે બોદયે નોવ્યે એને આલાગ-આલાગ જાત્યા શિક્ષણા પાછલા નાંય ચાલના, જીં તુમહાન ગલત વાટયે એછે લેય જાહાય. કાહાકા તુમહે મોનાહાટી ઈ હારાં હેય કા ચ્યે પોરમેહેરા સદા મોયાથી મજબુત બોને, ચ્યે ખાઅના વસ્તુહુ નિયમાહાલ પાળવાથી નાંય, કાહાકા યાથી કોદહી કાદા કાયજ ફાયદો નાંય જાયો.