2 જ્યા ઓહડા જુઠા શિક્ષણ દેતહા ચ્યા ડોંગી હેય, ચ્યાહા હૃદય, હારાં કોઅના કા ખારાબ કોઅના, ચ્યા બારામાય નોક્કી કોઅહે તી મોઅઇ ચુકલા હેય, જેહેકેન કા તાતા લોખીન્ડાકોય બાળી દેનહા.
“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.
જુઠા ભવિષ્યવક્તાહાથી હાચવીન રોયા, જ્યા ગેટાહા વેહે લેઈને તુમહેપાય યેતાહા, બાકી હકીકત માય ચ્યા ફાડી ખાનારા જોનાવરા હારકા હેય.
ઈહીં હુદુ કા તુમહેજ વોચમાઅને પોતાના વિસ્વાસ્યાહા ટોળામાઅને, ઓહડા લોક યેઅરી જ્યા શિષ્યહાન પોતાના પાહાલ લિયાહાટી જુઠા શિક્ષણ દાં લાગી.
કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.
કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.
યાહાટી આમીને આમહાય વાયહાના પાહા હારકે વેવહાર નાંય કોઅરા જોજે, એને આમહાય કોદહીબી છેતારનારા લોકહા જુઠા શિક્ષણામાય નાંય ફસાયા જોજે જી હાચ્ચી લાગહે. જેહેકેન લાફા ઉડીલ આગાડી-પાછાડી ડેકલેહે એને વારો એહે-તેહે ફેરવેહે.
કાહાકા ચ્યે બેશરમ બોનીન ખારાબ કામ કોઅરા લાગી ગીઅલે હેય, કા બોદે ગંદે કામે ચ્યાહા મોના ઇચ્છાકોય કોઅયા કોએ.
ચ્યા પોરમેહેરા ભક્ત ઓઅના દેખાવો કોઅરી, બાકી ચ્યા પોરમેહેરા સામર્થ્યાલ નાંય માની જીં ચ્યાહાન પોરમેહેરા ભક્ત બોનાહાટી મોદાત કોઅય હોકહે, ઓહડા માઅહા પાઅને દુઉ રોજે.
યા બુતાહાલ જુઠા ચમત્કાર કોઅના તાકાત આતી, એને ચ્યાહાય જાયને ચ્યા લોકહાન બેગે કોઅયે, જ્યા યા દુનિયા બોદા દેશહામાય રાજ્ય કોઅતે આતેં, જેથી ચ્યે સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર મહાન દિહયે ચ્યા વિરુદ લોડાય લોડાહાટી જાય હોકે.