6 એને ચ્યા ખ્રિસ્તાવોય બોરહો મજબુત રા જોજે, નાયતે એહેકેન નાંય ઓઅરા જોજે કા, તો અભિમાન કોઇન ફુલાય જાય, એને ચ્યાલ સૈતાના હારકી સજા મીળે.
બાકી ચ્યે ચ્યાહાન આખ્યાં, “માયે સૈતાનાલ હોરગામાઅને વીજ પોડહે તેહેકોય પોડતો દેખ્યો.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહેઆરે એહેકેન વાતો નાંય કોઅય હોક્યો, જેહેકેન આત્મિક લોકહાઆરે કોઅતાહાંવ બાકી માયે તુમહેઆરે એહેકેન વાત કોઅયી જેહેકેન તુમા દુનિયા લોક હેય, જ્યા ખ્રિસ્તામાય હાના પોહા હારકા હેય.
આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે.
આંય ચ્યા અદભુત પ્રગટીકરણાવોય વાહવા નાંય કોઅઉ જીં પોરમેહેરે માન દેખાડયાહા, યાહાટી મા શરીરામાય યોક કાટો ડોચ્ચહો. માન દુઃખ દેતા રાંહાટી એટલે સૈતાના યોક દૂત માન મિળ્યહો, કા આંય વાહવા નાંય કોઅઉ.
એને મંડળી બારેને લોકહા માયબી ચ્યા હારાં માનપાન રા જોજે, કા લોક ચ્યા બદનામી નાંય કોએ, એને તો સૈતાના ફાંદામાય નાંય ફસાય.
તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના.
બેયમાની કોઅનારા, હઠ કોઅનારા, ઘમંડી, એને પોરમેહેરાવોય પ્રેમ નાંય કોઅનારા બાકી મોજશોક કોઅનારા.
જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.
યેજપરમાણે તુમા જુવાન માટડાહાંય, તુમાબી વડીલ માટડાહા આધીન રા, તુમા બોદા ને બોદા નમ્રતા થી યોકબીજા સેવા કોઆ, કાહાકા કાદો પવિત્રશાસ્ત્રમાય વાચી હોકહે, “પોરમેહેર અભિમાની લોકહા વિરુદ કોઅહે બાકી તો ચ્યા લોકહાહાટી સદા મોયા કોઅહે જ્યા વિનમ્ર હેય.”
તુમા જાંઅતેહે કા બોજ સમયા પેલ્લા જોવે કોલહાક હોરગા દૂતહાય પોરમેહેરા આગના નાંય પાળી, તે ચ્યાય ચ્યાહાન ચ્યાહા કોઅલા ગલત કામહા લીદે નાંય છોડયા. ચ્યાય ચ્યાહાન નરકામાય ટાકી દેના, એને ચ્યાહાન આંદારે જાગે ચ્યા દિહા લોગુ રાખલા ગીયા, જાંવલોગુ તો ચ્યાહા ન્યાય કોઅરી તોવેલોગુ.
તુમહાય ચ્યા હોરગા દૂતહા બારામાય બી વિચારા જોજે, જ્યેં ચ્યા ઓદિકારથી સંતુષ્ટ નાંય આતા, જીં પોરમેહેરાય ચ્યાહાન દેનલા આતાં, બાકી હોરગામાય પોતાના ગોઆલ નાકારી દેના, બાકી પોરમેહેરાય ચ્યાહાન નિચે અંધકારમાય કાયામહાટી હાકળાથી બાંદી દેના, જાં તો ચ્યાહાન ચ્યા ન્યાયા દિહા હાટી રાખી થોવ્યાહા.