Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 3:3 - ગામીત નોવો કરાર

3 દારુડ્યો એને મારકુટ કોઅનારો નાંય, બાકી શાંત સ્વભાવા માઅહું જોજે, એને જગડો કોઅનારો નાંય, એને પોયહા લોબી નાંય રા જોજે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 3:3
45 Iomraidhean Croise  

ચ્યાહાન ઈસુવે હિકાડીન એહેકેન આખ્યાં કા, “કાય પવિત્રશાસ્ત્ર ઈ નાંય આખે, કા મા દેવાળાલ બોદયે જાત્યે લોકહાહાટી પ્રાર્થના ગુઉ આખલા જાય? બાકી તુમાહાય તીં બાંડાહા ગુઉ બોનાવી રાખ્યાહાં.”


માયે કાદા હોના ચાંદી, કા ડોગલાં લાલચ નાંય કોઅયા.


કાહાકા ઓહડા લોક આપહે પ્રભુ ખ્રિસ્તા નાંય, બાકી પોતાના શારીરિક જરૂરતહાટી સેવા કોઅતેહે, એને ચોપડયો-ચોપડયો વાતો કોઇન બોળાબોક્ષા લોકહાન ભરમાવી દેતહેં.


એને દારવા પીન સાકલા નાંય ઓઅતા, કાહાકા સાકિન કાય કોઅતેહે તી હોમાજ નાંય પોડે, એને ચ્યાકોય ખારાબ કામે ઓઅતેહે, બાકી પવિત્ર આત્માલ તુમહાન તાબામાંય કોઅરાહાટી મોકો દા.


ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યેં આળહયે હેય ચ્યાહાન ચેતાવણી દા, જ્યેં બીખર્યે હેય ચ્યાહાન ઈંમાત દા, જ્યેં નોબળે હેય ચ્યાહાન મોદાત કોઆ, એને બોદહાઆરે ધીરજથી રા.


અધ્યક્ષાહા હારકા સેવકાબી લોક આદર કોઅરા જોજે, ઈમાનદાર રા જોજે, દારવા પીનારો નાંય રા જોજે, એને બીજહાન છેતરીન પોયહા કામાવનારો નાંય રા જોજે.


કાહાકા લોક પોતાવોયજ પ્રેમ કોઅનારા બોની, પોયહા લોબી, ડીંગમાર એને અભિમાની બોની જાય, એને બિજા લોકહા નિંદા કોઅનારા બોની જાય. પોતે આયહે-આબહા આખલ્યા નાંય માનનારા, એને કાદા આભાર નાંય માનનારા, અપવિત્ર,


તું યા લોકહાન હિકાડાંહાટી પોરવાનગી નાંય દેઅના, કાહાકા ચ્યા લોક જ્યો વાતો નાંય હિકાડાં જોજે ચ્યો હિકાડતાહા, એને લોકહા બોરહાલ નુકસાન કોઅતાહા, ચ્યા એહેકેન યાહાટી કોઅતાહા કા ચ્યાહાન પોયહા મીળે.


કાહાકા યોક અધ્યક્ષ પોરમેહેરા કામહાલ દેખરેખ કોઅના લીદે કાય દોષ નાંય રા જોજે, કાદાબી વાત નાંય માનનારો, ખીજર્યો નાંય જોજે, દારુડ્યો નાંય જોજે, જોગડો કોઅનારો નાંય જોજે, પોયહા લોબ્યો નાંય જોજે.


એને તેહેકેનુજ ડાયેં થેએયેહેન હિકાડ, કા પોરમેહેરા ભક્તિ કોઅનારી થેએયેહે હારકા પવિત્ર જીવન જીવા જોજે, બીજહાવોય દોષ થોવનારી નાંય જોજે, દારવા પીનારી નાંય જોજે, બાકી હારાં જીવન જીવાહાટી હિકાડનારી જોજે.


કાદાબી ખોટાં નાંય કોએ, જોગડો નાંય કોએ બાકી નમ્ર સ્વભાવાકોય રોઅના એને બોદા માઅહાન બોદી રીતે પ્રેમ કોય રોઅના.


તુમહે જીવનમાય લોબ નાંય રા જોજે, એને જીં તુમહેપાય હેય, ચ્યામાય આનંદિત રા, કાહાકા પોરમેહેરે પોતે આખ્યાહા, “આંય તુલ કોદહીજ નાંય છોડું, એને તુલ આંય કોદહીજ દુર નાંય કોઅઉ.”


તુમહામાય લોડાય એને જગડો કેસને યેતહા? ઈ ચ્ચે સ્વાર્થી ઇચ્છાકોય યેતહે જીં તુમહેમાય જુલાતેહે.


આમી આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા વિસ્વાસ્યાહા ચ્યા ટોળા દેખભાલ કોઆ જીં પોરમેહેરા હેય, એને જ્યેં તુમહાન દેખભાલા હાટી હોઅપી દેનલે ગીયહેં. ઈ મજબુરીથી નાંય, બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે આનંદથી કોઆ. તુમા ઈ કામ પોયહા આશાયેથી મા કોઅહા બાકી પોરમેહેર એને લોકહા સેવા કોઅના ઇચ્છાથી કોઆ.


યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.


ચ્યાહાવોય હાય! કા ચ્યાહાય આદામા પોહા કાઈના હારકા ખારાબથી વેવહાર કોઅયહો, જ્યાંય પોતાના બાહાલ માઆઇ ટાક્યો. ચ્યાહાય ઉતવાળમાય તીજ બુલ કોઅયીહી, જીં બાલામાય બિજા લોકહાન પાપા એછે લેય જાઅના કોઅલી આતી, એટલે મિલકાત મેળવી હોકે. જ્યેં રીતે મૂસા વિરુદ પોતાના બંડના લીદે કોરાહા નાશ ઓઅય ગીયો, ચ્યેજ રીતે યા લોકબી નાશ ઓઅય જાઅરી, કાહાકા ચ્યા પ્રભુ વિરુદ બંડ કોઅય રીયહા.


આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.


Lean sinn:

Sanasan


Sanasan