Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 3:16 - ગામીત નોવો કરાર

16 હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 3:16
81 Iomraidhean Croise  

“એઆ, યોક કુંવારી મોયના ઓઅરી એને યોકા વાહના પોહાલ જન્મો દી ચ્યા નાંવ ઈમ્માનુએલ થોવજા,” જ્યા નાંવા મોતલાબ હેય “પોરમેહેર આપહેઆરે હેય”.


ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”


તોવે યોક મોઠો દોરતીકંપ ઓઅયો, કાહાકા પ્રભુ યોક દૂત હોરગામાઅને ઉત્યો, એને પાહી યેઇન દોગડાલ હોરકાવી દેનો, એને તો ચ્યાવોય બોઠો.


ઈસુ બાપતિસ્મા લેયને તારાતુજ પાઅયામાયને બાઆ નિંગ્યો, ચ્યેજ ગેડીયે ચ્યે આકાશ ઉગડાં દેખ્યા એને પોરમેહેરા આત્મા કબુતરા રોકા ચ્યાવોય ઉતતા દેખ્યા.


તોવે સૈતાન ઈસુવાલ છોડીન જાતો રિયો, એને હોરગા દૂત યેયન ચ્યા ચાકરી કોએત.


ચાળહી દિહીહુદુ તો ઉજાડ જાગામાય આતો, એને સૈતાન ચ્યા પરીક્ષા કોઅહે, તાં જંગલી જોનાવરેબી આતેં, એને હોરગા દૂત ચ્યા ચાકરી કોએત.


પ્રભુ ઈસુ શિષ્યહાઆરે વાત કોઅયા પાછે, એને પોરમેહેરાય ઈસુલ હોરગામાય લેય લેદો, એને પોરમેહેરા જમણા આથા એછે માનાપાનાહાતે બોહી ગીયો.


જોવે ચ્યો બાયો કોબારે પાહી યેન્યો એને માજા ગીયો, તે ચ્યેહેય દેખ્યાકા યોક જુવાન્યાલ ઉજળેં ફાડકે પોવીન જમણી બાજુ બોઠલો દેખ્યો, તોવે ચ્યો બોજ બિઇ ગીયો.


ચ્યા ગેર યહૂદી લોકહાન પોરમેહેરાબારામાય આખનારો ઉજવાડો ઓઅરી, એને તો નિવાડલા લોક ઈસરાયેલા મહિમા ઓએ.”


દાઉદ રાજા પોતેજ ચ્યાલ પ્રભુ આખહે, પાછે તો ચ્યા પોહો કેહેકેન ઓઅહે?


તોવે આકાશામાઅને હોરગા યોક દૂત ચ્યાલ દેખાયો એને ઈસુલ સામર્થ્ય દેનો.


જોવે ચ્યો યે વાતહે વિચારહામાય આત્યો તોવે, બેન માટડા ઉજળેં ચોમાકતે ફાડકે પોવીન ચ્યેહે પાહી યેઇન ઉબા રિયા.


એને ચ્યાહાન બોરકાત દેતાજ તો ચ્યાહાપાઅને જાતો રિયો, એને હોરગામાય લેવાય ગીયો.


એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.


ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.


આંય આબાઇહીને તુમહેહાટી યોક મોદાત્યો દોવાડીહી, તો આત્મા હેય, જીં આબહા પાઅને યેહે, એને જીં હાચ્ચાં હેય તી પ્રગટ કોઅહે, જોવે તો યી, તોવે તો તુમહાન મા બારામાય આખરી.


આંય આબાઇહીને દુનિયામાય યેનહો, પાછો દુનિયાલ છોડીન આબાપાય જાય રિયહો.”


એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”


બેન હોરગા દૂતહાન ઉજળેંફુલ ડોગલેં પોવલા યોક ટોલપ્યેએહે એને યોક પાગહાહે બોઠલા દેખ્યા, જાં ઈસુવા કુડી થોવલી આતી.


એને જોવે તુમા માઅહા પોહાલ જાં તો પેલ્લો આતો તાં ઉચે ચ્યાલ પાછો જાતો એઅહા, તોવે કાય ઓઅરી?


તોવે પિત્તરે બોલના સુરુ કોઅયા, “આમી માન ખાત્રી જાયી, કા પોરમેહેર કાદાજ પક્ષપાત નાંય કોએ.


અન્તાકિયા શેહેર પોઅચીન ચ્યાહાય મંડળ્યેલ યોક્ઠી કોઅયી એને આખ્યાં, પોરમેહેરાય ચ્યાહાઆરે રોયન કેહેકેન મોઠે-મોઠે કામે કોઅયે, એને કેહેકેન પોરમેહેરાય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્ત ઈસુવોય બોરહો કોઅરા લાયકે બોનાડ્યા.


યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.


બાકી તી માઅહું યહૂદી હેય કા ગેર યહૂદી ચ્ચામાય કાયજ ભેદ-ભાવ નાંય, કાહાકા પોરમેહેર બોદહા પ્રભુ હેય, એને જીં કાદાં પોતાના બોચાવાહાટી પોરમેહેરાવોય મોદાત માગાહાટી ચ્યાલ હાત કોઅહે, ચ્યા પ્રતિ તો ઉદાર હેય.


બાકી આંય સવાલ પુછહું, “કાય યહૂદી લોક ખ્રિસ્તા બારામાય નાંય વોનાયાહા?” “હાં જરુર વોનાયાહા, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, ચ્યા સંદેશ દોરતીવોય બોદા માઅહા પાય, એને ચ્યા વચન દુનિયામાય બોદે જાગે પોઅચી ગીયહા.”


ચ્યા પોરમેહેરા સ્તુતિ ઓઅય, તુમાહાલ જીં હારી ખોબાર આંય પ્રચાર કોઅતાહાંવ, એટલે ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશા પ્રચાર ઇસાબે બોરહો મજબુત કોઅય હોકે, ચ્યા ભેદા ઉજવાડા ઇસાબે જીં સનાતન કોય ગુપ્ત રિયો.


બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.


નાંય, કોવેજ નાંય, ભલે બોદા લોક જુઠા નિંગ્યા, બાકી પોરમેહેર સાદા હાચ્ચો બોલહે, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય પોરમેહેરા બારામાય લોખલાં હેય, તી વચન તુલ ન્યાયી ઠોરવેહે, એને જોવે તો ન્યાય ઓઅહે તોવે તું વિજય ઓઅતોહો.


કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.


પ્રસિદ્ધ આગલા ડાયાબી એટલે આબ્રાહામ, ઈસાક એને યાકૂબ ચ્યાજ આગલા ડાયા હેય, શરીરા ઇસાબે ઈસુ ખ્રિસ્તાબી ચ્ચાહાજ પેડ્યેમાય જન્મો જાયો, પોરમેહેર બોદહાવોય રાજ્ય કોઅહે, ચ્યા સાદા સ્તુતિ ઓઅતી રોય. આમેન.


પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.


બાકી જ્યા જ્ઞાના વાત આંય કોઅતાહાંવ તી પોરમેહેરા જ્ઞાન હેય, જીં ગુપ્ત આતા, આમી લોગુ ચ્યાલ કાદાજ નાંય હોમાજતા આતા, ઈ દુનિયા બોનાવા પેલ્લા, ચ્યાય ઓ નિર્ણય કોઅઇ લેદલો આતો કા ચ્યા જ્ઞાન આપહાન મહિમા દી.


કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્ત, જ્યા પ્રચાર સિલવાનુસ, તિમોથીયુસ એને માયે તુમહે વોચ્ચે કોઅયો, તો પ્રચાર કોદહી “હાં” કા કોદહી “નાંય” બાકી પોરમેહેરામાય કાયામ હાંજ રિયહો.


કાહાકા જ્યા પોરમેહેરાય પિત્તરાલ સુન્નત કોઅલા યહૂદીયાહામાય પ્રેષિત બોનાહાટી નેમ્યો, ચ્યાજ પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાવોચમાય પ્રેષિત બોનાહાટી નેમ્યો.


બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.


પોરમેહેરાય પોતાની ઇચ્છાયે ભેદ આમહાવોય પોતાના ભલા ઉદેશ્યા નુસાર પ્રગટ કોઅયા, જી ચ્યાય ખ્રિસ્તામાય પેલ્લેથીજ નોક્કી કોઅલા આતાં.


એને મા હાટીબી પ્રાર્થના કોઆ, જેથી આંય ઇંમાતથી હારી ખોબારે બારામાય ગુપ્ત ભેદ હોમજાડી હોકુ.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.


આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.


યો વાતો તોદિહી ઓઅરી જોવે પ્રભુ ઈસુ ચ્યા બોદા પવિત્ર લોકહાપાઅને મહિમા પામા, પાછો યેઅરી, તુમાબી યા લોકહામાય સામીલ ઓઅહા, કાહાકા જીં તુમહાન આખલા આતા ચ્ચાવોય તુમહાય બોરહો કોઅલો હેય.


પેલ્લેથી પાપમાય પાડનારા શક્તિ ગુપ્તરીતે આમીબી ખારાબ કામ કોઅહે, બાકી આમી યોક રોકનારો હેય, એને જાવ લોગુ ચ્યાલ કાડી નાંય ટાકે, તે તો ચ્યાલ રોકીજ રાખી.


ચ્ચાહાન યોક ચોખ્ખાં અંતકરણાહાતે ચ્યા હાચ્ચાં શિક્ષણાવોય સદા બોરહો કોઅતા રા જોજે જ્યાલ પોરમેહેરાય પ્રગટ કોઅલા હેય.


પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.


એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.


આમા નોક્કીજ જાંઅજેહે કા જો બોરકાત દેહે તો બોરકાત લેનારા કોઅતો મોઠો હેય.


આમી જ્યો વાતો આમા આખી રીયહા ચ્યાહામાઅને બોદહાથી મુખ્ય વાત ઈ હેય, કા આમહેપાય ઓહડો મહાયાજક હેય, જો હોરગામાય મહિમામય પોરમેહેરા રાજગાદ્યે જમણી બાજુલ બોઠલો હેય.


બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.


યા દુનિયાલ ઉસબાડ્યા પેલ્લાજ પોરમેહેરાય નોક્કી કોઅય લેદેલ કા ઈસુ ખ્રિસ્ત છોડાવનારો ઓઅરી. બાકી તો તુમહે ભલાઈ કોઅરાહાટી યા છેલ્લા દિહાહામાય યા દુનિયામાય યેનો.


ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.


આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.


આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.


ઈ જીવના વચન માઅહું બોનીન દોરતીવોય યેના, એને આમહાય ચ્યાલ દેખ્યો, એને ચ્યા સાક્ષી દેજહે, એને તુમહાન ચ્યા અનંતજીવના બારામાય હારી ખોબાર આખજેહે જો પોરમેહેર આબહા આરે આતો એને આમહેમાય પ્રગટ જાયો.


એને તુમા જાંઅતાહા કા, ઈસુ ખ્રિસ્ત યાહાટી દુનિયામાય યેનો, કા પાપ કાડી ટાકે, એને ચ્ચામાય કાયજ પાપ નાંય હેય.


જીં કાદાં પાપ કોઅતા રોહે, તી સૈતાના કાબુમાય હેય, કાહાકા સૈતાન પેલ્લેથીજ પાપ કોઅતો યેનહો. પોરમેહેરા પોહો યાહાટી દુનિયામાય યેનો, કા સૈતાના કામહાલ નાશ કોએ.


ચ્યે નિંડાળાલ યોક નાંવ લોખલાં, જ્યા ગુપ્ત મોતલાબ આતો, “આંય મોઠા શેહેર બાબેલ હેત્યાંવ, આંય બોદી વેશ્યાહા એને દુનિયામાઅને બોદી ખારાબ વસ્તુહુ આયહો હેત્યાંવ.”


ચ્યા હોરગા દૂતાય માન આખ્યાં, “હેરાન મા ઓઅહે, આંય યે થેએયે, એને ચ્યા જંગલી જોનાવર, જ્યાવોય તી બોઠલી હેય, એને જ્યા હાત ટોલપે એને દોહો હિંગે હેય, આંય તુલ ચ્યા ગુપ્ત મતલબ આખતાહાવ.


ચ્યા પાછે માયે લોકહા યોક બોજ મોઠી ગીરદી દેખી, જ્યેલ કાદાબી ગોણી નાંય હોકતા આતા, ચ્યે દુનિયા બોદી જાતી, એને બોદા કુળા, દેશહા, એને બોદી ભાષા બોલનારાહા માઅને આતેં, ચ્યે રાજગાદી એને ગેટા હામ્મે ઉબલે આતેં, ચ્યે ઉજળેં ડોગલેં પોવલે આતેં એને બોદહા આથામાય ખુજરિયે ડાહાગ્યો દોઅલ્યો આત્યો, જ્યો સન્માન કોઅના પ્રતિક આત્યો.


Lean sinn:

Sanasan


Sanasan