12 સેવાક યોકુજ થેએયે માટડો રા જોજે, એને પાહાહાન એને ગોર્યાહાન હારેં કોય હાંબાળે ઓહડો રા જોજે.
આંય પાઉલ એને તિમોથી જ્યા ઈસુ ખ્રિસ્તા સેવક ઈ પત્ર આમા ફિલિપ્પી શેહેરામાય રોનારા બોદા પવિત્ર લોકહાન, એને મંડળી સેવક એને અધ્યક્ષ્યાહાન લોખજેહે જ્યા ઈસુ ખ્રિસ્તામાય હેય.
યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે.
અધ્યક્ષાહા હારકા સેવકાબી લોક આદર કોઅરા જોજે, ઈમાનદાર રા જોજે, દારવા પીનારો નાંય રા જોજે, એને બીજહાન છેતરીન પોયહા કામાવનારો નાંય રા જોજે.