10 એને પેલ્લા ચ્યા ખાત્રી કોઅરા જોજે, કા ચ્યામાય ઠીક ગુણ હેય કા નાંય, એને જો તો દોષવોગાર રોય તે તોવે તો સેવાકા કામ કોઅરા જોજે.
પોરમેહેર તુમહાન છેલ્લે લોગુ બોરહામાય મજબુત બી કોઅરી, કા તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના સમયમાય દોષ વગર ઠોરા.
બાકી પોરમેહેરાય આમી ખ્રિસ્તાલ માઅહું બોનાડીન એને ચ્યા હુળીખાંબાવોય મોરણાકોય મેળમિલાપ બોનાડ્યા, જ્યાકોય તો તુમહાન પવિત્ર, દોષવોગાર એને બુલવોગાર બોનાડીન પોરમેહેરા હામ્મે ઉબે કોએ.
કાહાકા જો સેવાક હારી સેવા કોઅહે તો લોકહામાય બોજ માન મેળવેહે, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહા બારામાય બોજ ઈંમાતકોય આખી હોકહે.
યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે.
એને ચ્યા ખ્રિસ્તાવોય બોરહો મજબુત રા જોજે, નાયતે એહેકેન નાંય ઓઅરા જોજે કા, તો અભિમાન કોઇન ફુલાય જાય, એને ચ્યાલ સૈતાના હારકી સજા મીળે.
કાદાબી માઅહાલ મંડળીમાય આગેવાન બોનાડાહાટી ઉતવાળ મા કોઅહે, જાવ લોગુ તો ખ્રિસ્તા પ્રતિ ઈમાનદારી સાબિત નાંય કોઅય, બીજહા પાપા ભાગીદાર નાંય બોનના, પોતાલ પવિત્ર બોનાડી રાખના.
ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.