6 ખ્રિસ્તાય પાપ એને મોરણા શક્તિ તાબામાઅને બોદા લોકહાન છોડવાહાટી પોતે બલિદાન ઓઅય ગીયો, ચ્યા મોરણા લીદે, પોરમેહેરાય યોગ્ય સમયે ઈ સાબિત કોઅય દેના કા પોરમેહેરા ઇચ્છા ઈ હેય કા બોદા લોક બોચી જાં જોજે.
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
ચ્યાય આખ્યાં કા, “પોરમેહેરા રાજ્યા નોક્કી કોઅલો સમય યેય ગીયોહો, એને પોરમેહેરા રાજ્ય પાહી યેય ગીયહા, પાપ કોઅના છોડી દા એને હારી ખોબારેવોય બોરહો કોઆ.”
આંય એહેકેન યાહાટી આખહુ કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, આંય યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય બોજ લોકહાન ચ્યાહા પાપાહામાઅને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
જેહેકેન આબહો માન જાંઅહે એને આંય આબહાલ જાંઅતાહાંવ, એને મા ગેટહા હાટી આંય મા જીવ દેતહાવ.
જીવના બાખે જીં હોરગામાઅને ઉતી યેનલી હેય તી આંય હેય. યે બાખ્યેમાઅને જોવે કાદો ખાય, તો સદાકાળ જીવી, એને જીં બાખે આંય દિહી તી દુનિયા લોકહા જીવનાહાટી મા શરીર હેય.”
બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.
કાહાકા આપા જોવે નોબળે આતેં, તોવે ખ્રિસ્ત પાપી લોકહાહાટી યોગ્ય સમયે મોઅયો.
પોરમેહેરાય ઈ વાત સાબિત કોઅલી હેય કા ઈસુ ખ્રિસ્તા સંદેશ હાચ્ચો હેય.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.
બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.
આંય ઈ પ્રાર્થના કોઅતાહાંવ કા મહિમામય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામય આબહો એને મહિમા આબહો, તુમહાન આત્મિક જ્ઞાન એને બુદ્દિ દેય, જેથી તુમા આજુ વોદારી પોરમેહેરાલ હારેકોય હોમજી હોકા.
ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.
યે ગુપ્ત યોજના બારામાય પેલ્લી પીડી લોકહાન નાંય આખલા ગીઅલા આતા, બાકી આમી પવિત્ર આત્માય ચ્યા પવિત્ર પ્રેષિત એને ભવિષ્યવક્તાહાલ ચ્યા સંદેશા ખુલાસો કોઅલો હેય.
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
યો વાતો તોદિહી ઓઅરી જોવે પ્રભુ ઈસુ ચ્યા બોદા પવિત્ર લોકહાપાઅને મહિમા પામા, પાછો યેઅરી, તુમાબી યા લોકહામાય સામીલ ઓઅહા, કાહાકા જીં તુમહાન આખલા આતા ચ્ચાવોય તુમહાય બોરહો કોઅલો હેય.
પોરમેહેર જો યોકુજ રાજા હેય જો સ્તુતિ યોગ્ય હેય, જો બોદહા કોઅતો મોઠો રાજા, એને બોદહા કોઅતો મોઠો પ્રભુ હેય, તોજ ખ્રિસ્તાલ નોક્કી કોઅલે સમયે પ્રગટ કોઅરી.
યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.
એને આમી બિલકુલ ઠીક સમયાવોય, પોરમેહેરાય ઈ હારી ખોબાર આપહે હામ્મે પ્રગટ કોઅયી, એને આમા ચ્યા પ્રચાર બોદહા વોચમાય કોઅજેહે, પોરમેહેર જો આપહે તારણારાય, ઈ આગના દેયને માન ચ્યા કામ કોઅરાહાટી જવાબદારી દેનહી.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
ખ્રિસ્તાય પરમપવિત્ર જાગામાય કેવળ યોક વોખાત એને કાયામમાટે આંદાર ગીયો, તો પોતાના હાતે બોકડાહા એને વાછડાહા લોય લેયને નાંય ગીઅલો આતો, બાકી ચ્યા બલિદાન ચ્યા પોતાના લોય આતાં, એને યાથી ચ્યાય આમહાન પાપથી કાયામમાટે છોડાવી લેદા.
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.
પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.
એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.
એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.