10 બાકી ચ્યેહેન બિજા લોકાહાહાટી હારેં કામ કોઇન પોતાલ સુંદર બોનાડા જોજે, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅનાર્યે થેએયેહેન ઈ ઠીક બી હેય.
યાફા શેહેરામાય તબીથા નાંવા યોક વિસ્વાસી બાય આતી, યુનાની ભાષામાય ચ્યે નાંવ દરકાસ હેય, તબીથા એને દરકાસ યા બેની નાંવહા મતલબ “હરણી હેય”, તી બોજ હારેં-હારેં કામે એને મોદાત કોઅતી આતી.
તોવે પિત્તર ઉઠીન ચ્યાહાઆરે ગીયો, એને જોવે તાં પોઅચ્યા, તોવે ચ્યે ચ્યાલ ખોલીમાય લેય ગીયા, એને બોદ્યો વિધવા બાયો રોડત્યોજ, ચ્યા પાહી યેયન ઉબ્યો રિયો, એને જો જબ્બો એને ફાડકે દરકાસ ચ્યેહેઆરે રોતી વોખાત બોનાવલે આતેં, ચ્યે દેખાડાં લાગ્યો.
પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.
જોવે માટડા બિજા વિસ્વાસ્યાહાન હિકાડે, તોવે બોદી થેઅયેહેલ ઠાવકાજ રોયન એને માટડા પુરાં ઓદિકારાલ દિયાન રાખીન હિકાં જોજે.
તેહેકેનુજ થેએયેહેયબી હારેકોય ફાડકે પોવા જોજે, જેથી ચ્યેહેન સોબા યેય, એને માન મીળે, તી ચોટલો બોઅના, હોના કા ઇરા કા મોઅગા ફાડકા ઓહડી સોબા નાંય જોજે.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.
અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.
ઈ નોક્કી હેય કા પોરમેહેર બોદયે વસ્તુહુલ યે રીતેથી નાશ કોઅય દેઅરી, તે તુમા નોક્કીજ જાંઅતાહા કા તુમહાય કેહેકેન વેવહાર કોઅરા જોજે, તુમહે વેવહાર હાચ્ચો રા જોજે એને જીં કાયબી તુમા કોઅતાહા ચ્યામાય પોરમેહેર પ્રસન્ન ઓએ.
આંય તો બોદા કામ, એને તો યોકબીજાવોય પ્રેમ કોઅના, એને માયેવોય મજબુત બોરહો કોઅના, એને તો યોકબીજા કોઅલી સેવા, એને તો સહન કોઅના શક્તિલ બી જાંઅતાહાંવ. એને ઈ બી જોવે તુયે પેલ્લાદા માયેવોય બોરહો કોઅયેલ એને જ્યેં ભલે કામે તું કોઅતો આતો, ચ્યાહા કોઅતા વોદારી આમી તું ભલે કામે કોઅતોહો.