Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 2:1 - ગામીત નોવો કરાર

1 આંય કાલાવાલા કોઅતાહાંવ કા બોદહા કોઅતા મહત્વા વાત ઈ હેય, કા વિનાંતી, પ્રાર્થના, મધ્યસ્તી એને ધન્યવાદ બોદા માઅહાહાટી કોઅલા જાં જોજે.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 2:1
26 Iomraidhean Croise  

આમી લોગુ પોરમેહેરે લોકહા અજ્ઞાનતાના સમાયાવોય દિયાન નાંય દેના, બાકી આમી બોદે જાગે બોદાજ માઅહાલ પાપ કોઅના બંદ કોઅના આગના દેહે.


પેલ્લા આંય તુમા બોદહાહાટી ઈસુ ખ્રિસ્તાકોય આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો કોઅના બારામાય બોજ લોક વાત કોઅય રીઅલા હેય.


તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.


યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો.


યાહાટી આમહાય તીતુસાલ વિનાંતી કોઅયી, કા જેહેકેન ચ્યાય પેલ્લી શુરવાત કોઅયેલ, તેહેકેનુજ તુમહે વોચમાય યા દાનાં કામાલ પુરાં બી કોએ.


યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા જીં દુઃખ આંય બોગવી રિયહો ચ્યા લીદે તુમા નિરાશ મા ઓઅહા, કાહાકા ઈ તુમહે બોદહાહાટી ફાયદા હેય.


એને પોરમેહેર જીં કાય આપહેહાટી કોઅહે, ચ્યે બોદી વાતહેહાટી સદા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય પોરમેહેર આબા ધન્યવાદ કોઅતે રા.


બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.


આંય જોવે-જોવે તુમહે બારામાય વિચાર કોઅતાહાંવ, તોવે-તોવે આપહે પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.


કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.


આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.


ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.


ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.


જીં હાચ્ચીજ વિધવા હેય, જ્યેં કાદાં નાંય હેય, તી પોરમેહેરાવોયજ આશા રાખહે, એને રાત-દિહી વિનાંતી એને પ્રાર્થના કોઅતી રોહે.


પ્રભુ સેવાકાલ જગડો કોઅનારો નાંય રા જોજે, બાકી ચ્યાલ બોદહાઆરે નમ્ર સ્વભાવાકોય વ્યવહાર કોઅરા જોજે, એને પોરમેહેરા વચન હારેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે, એને વિરુદ કોઅનારા લોકહાઆરે સહન કોઅના રા જોજે.


કાહાકા પોરમેહેરાય બોદા લોકહાન તારણ દાંહાટી ઈસુ ખ્રિસ્તાલ દોવાડીન ચ્યા સદા મોયા દેખાડી.


કાદાબી ખોટાં નાંય કોએ, જોગડો નાંય કોએ બાકી નમ્ર સ્વભાવાકોય રોઅના એને બોદા માઅહાન બોદી રીતે પ્રેમ કોય રોઅના.


આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી.


યાહાટી તુમા આપસમાય યોક બિજા હામ્મે આપહે-આપહે પાપાહા કોબુલ કોઆ, એને યોકા બિજા હાટી પ્રાર્થના કોઆ, જ્યાકોય હારાં ઓઅય જાહા, ન્યાયી માઅહા પ્રાર્થનાયે બો બોદી અસર ઓઅય હોકહે.


Lean sinn:

Sanasan


Sanasan