Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:15 - ગામીત નોવો કરાર

15 ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:15
41 Iomraidhean Croise  

તી યોકા વાહના પોહાલ જન્મો દી એને તું ચ્યા નાંવ ઈસુ થોવજે, કાહાકા તો ચ્યા લોકહા પાપહા પાયને તારણ કોઅરી!”


“હાચવીન રા, કા યા વાહાનાહા માઅને કાદાલ નોકામ્યા મા ગોણતા, કાહાકા તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, હોરગામાય ચ્યા હોરગા દૂત મા આબહા આરે કાયામ રોતહા.


કાહાકા આંય, માઅહા પોહો ટાકાઇ ગીઈલાહાન બોચાવાં યેનહો.”


જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”


યાહાટી તુમા જાયને યા મોતલાબ હિકી લા, માન તુમહે બલિદાન નાંય જોજે, બાકી માન દયા ગોમહે, કાહાકા આંય ન્યાયી લોકહાન નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”


ઈસુ ઈ વાત વોનાયો, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાન આખ્યાં, “જ્યેં હારેં હેતેં ચ્યાહાન ડાકટારા ગોરાજ નાંય રોય, બાકી જ્યેં દુખ્યેં હેતેં ચ્યાહાન ગોરાજ હેય: બાકી આંય જ્યા પોતે ન્યાયી માનતાહા ચ્યાહાહાટી નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”


બાકી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ટુટરીન આખા લાગ્યા, “ઓ તે પાપહયા આરે મિળહે એને ચ્યાહાઆરે ખાહેબી.”


“કાહાકા આંય, માઅહા પોહો ટાકાય ગીઅલાહાન હોદાહાટી એને ચ્ચાહા બોચાવ કોઅરા યેનહો.”


આંય પોતે ન્યાયી માનતાહા ચ્યા લોકહાન નાંય, બાકી પાપ્યાહાન બોચાવાં યેનોહો.”


બાકી જોલા લોકહાય ચ્યા સ્વીકાર કોઅયો, એટલે ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાન ચ્યે પોરમેહેરા પોહેં બોના ઓદિકાર દેનો.


બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.


એને જીં માઅહું મા વાત વોનાય તેરુંબી નાંય પાળે, તો આંય ચ્યાલ ડોંડ નાંય દાવ, કાહાકા આંય દુનિયા લોકહાન ડોંડ દાં નાંય, બાકી દુનિયા લોકહાન બોચાવાં હાટી યેનહો.


જીં માઅહું પોરમેહેરા પોહાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાજ હેય, બાકી જીં પોરમેહેરા પોહાવોય બોરહો નાંય કોએ, ચ્યાલ અનંતજીવન નાંય મીળે, બાકી પોરમેહેરા ડોંડ ચ્યાવોય બોની રોય.”


એને પ્રેષિતાહાય એને વિસ્વાસ્યાહાય જ્યેં યહૂદીયા વિસ્તારમાય આતેં વોનાયે, કા ગેર યહૂદી લોકહાયબી પોરમેહેરા વચન માની લેદલા હેય.


ઈ વોનાઈન યહૂદી વિસ્વાસી ઠાવકાજ રિયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખ્યાં, “તોવે તો ગેર યહૂદીયાહાલ બી પોરમેહેરે અનંતજીવનાહાટી પાપ કોઅના બંદ કોઅના એને ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅરા દાન દેનલા હેય.”


પોરમેહેરાય ચ્યા ચાકારાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદહા પેલ્લા તુમહેપાય દોવાડયો, કા આપહે માઅને બોદહાલ ચ્યાહા પાપી જીવના માઅને ફેરવી લેયને પોરમેહેરા બોરકાત દેય.”


જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.


કાહાકા આપા જોવે નોબળે આતેં, તોવે ખ્રિસ્ત પાપી લોકહાહાટી યોગ્ય સમયે મોઅયો.


કાહાકા આંય બોદા પ્રેષિતાહા કોઅતા વોછો મોહત્વા હેય, એને પ્રેષિત આખાયા બી લાયકે નાંય હેય, કાહાકા માયે પોરમેહેરા મંડળી લોકહાન સતાવણી કોઅયા.


માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.


આંય વિસ્વાસી બોના પેલ્લા ખ્રિસ્તા બારામાય નિંદા કોઅનારો, એને વિસ્વાસી લોકહાન સતાવનારો, એને ચ્યાહાન નુકસાન કોઅનારો આતો કાહાકા માયે આમી લોગુ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅલો આતો, ચ્યાહાટી આંય હોમજી નાંય હોક્યો કા જીં આંય કોઅય રિઅલો હેય, તી બરાબર નાંય હેય, યા લીદે ખ્રિસ્તાય માયેવોય દયા કોઅયી.


તુલ ખ્રિસ્તાવોય મજબુત બોરહો કોઅરા જોજે, એને તોમાય ચોખ્ખાં અંતકરણ રા જોજે, કોલહાક લોકહાય ચ્યાહા ચોખ્ખાં અંતકરણ છોડી દેના યાહાટી, ચ્યે આમી ખ્રિસ્તાવોય બોરહો નાંય કોએત.


ઈ યોક હાચ્ચી વાત હેય, જો અધ્યક્ષ બોના માગે, તે તો હારાં કામ કોઅરા હોદહે.


ઈ વાત હાચ્ચી હેય, એને બોદીજ રીતેકોય માનના યોગ્ય હેય.


પોરમેહેર જો બોદહાન જીવન દેહે, ચ્યા હામ્મે એને ચ્યાઆરે ખ્રિસ્ત ઈસુલબી સાક્ષી બોનાવીન જ્યાંય પંતિયાસ પિલાત રાજા હામ્મે હારી સાક્ષી દેનેલ, આંય તુલ ઈ આગના દેતહાવ.


ઈ વાત હાચ્ચી હેય, જોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા તોવે ચ્યાઆરે પાછા જીવીબી ઉઠહું.


ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.


યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.


એને તુમા જાંઅતાહા કા, ઈસુ ખ્રિસ્ત યાહાટી દુનિયામાય યેનો, કા પાપ કાડી ટાકે, એને ચ્ચામાય કાયજ પાપ નાંય હેય.


જીં કાદાં પાપ કોઅતા રોહે, તી સૈતાના કાબુમાય હેય, કાહાકા સૈતાન પેલ્લેથીજ પાપ કોઅતો યેનહો. પોરમેહેરા પોહો યાહાટી દુનિયામાય યેનો, કા સૈતાના કામહાલ નાશ કોએ.


સાક્ષી ઈજ હેય કા પોરમેહેરે આપહાન અનંતજીવન દેનહા, એને ઈ અનંતજીવન ચ્યા પોહામાય હેય.


એને જો રાજગાદ્યેવોય બોઠલો આતો, ચ્યે આખ્યાં, “આંય બોદા નોવા કોઇ દેતહાવ,” પાછી ચ્યે આખ્યાં, “એએ, કાહાકા જીં આંય આખતાહાવ તું ચ્યાવોય બોરહો કોઅય હોકતોહો, એને ચ્યો નોક્કીજ પુર્યો ઓઅનાર્યો હેય.”


તોવે હોરગા દૂતાય માન આખ્યાં, “યો બોદ્યો વાતો તુલ આખલ્યો ગીઅલ્યો હેય, હાચ્યો હેય એને પુરીરીતે બોરહો કોઅના લાયકે હેય. કાહાકા પ્રભુ પોરમેહેરાય ભવિષ્યવક્તાહાલ ચ્યા આત્મા દેનલા આતા, તોજ હેય જ્યાંય માન જો ચ્યા હોરગ્યો દૂત હેતાંવ, તુલ આખાહાટી દોવાડયોહો જીં માહારુજ ઓઅરી.”


એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.


Lean sinn:

Sanasan


Sanasan