Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 તિમોથી 1:14 - ગામીત નોવો કરાર

14 આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.

Faic an caibideil Dèan lethbhreac




1 તિમોથી 1:14
25 Iomraidhean Croise  

જોવે ચ્યે યેને તોવે યોક પારગોજ દિહી રોય ગીઈલો, તોવે ચ્યાહાન યોક-યોક દીનાર એટલે પુરાં દિહા મજરી મિળી.


એહેકોય કોઅના ઠીક નાંય હેય, આમી ઓ નિર્ણય હેય કા જેહેકેન પ્રભુ ઈસુ સદા મોયાકોય આમહાન તારણ મિળ્યાં, ચ્યેજ રીતીકોય ચ્યાહાનબી મિળી.”


પોરમેહેર, જો શાંતી દેહે, સૈતાના શક્તિલ નાશ કોઇન ચ્યાલ તુમહે આધીન કોઅય દી. આમહે પ્રભુ ઈસુ સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.


બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.


પોરમેહેરાય માન જીં વરદાન દેના ચ્ચાકોય માયે યોક ગોઆ પાયો બુદ્ધિવાળા મિસ્ત્ર્યા હારકો ટાક્યો, એને બિજા લોક ચ્યા પાયાવોય ગુઉ બાંદી રીઅલા હેય, બાકી બોદા લોકહાન હાચવીન રા જોજે, કા કેહેકેન બોનાવી રીઅલે હેય.


પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને પોરમેહેરા પ્રેમ એને પવિત્ર આત્મા સંગતી તુમહે બોદહાઆરે ઓઅતી રોય.


કાહાકા ચ્યે બોદે દુઃખેં જ્યેં આમહાય સહન કોઅયે તુમહેહાટી હેય, એટલે જેહેકેન પોરમેહેરા સદા મોયા વોદારે ને વોદારે લોકહાન ખ્રિસ્તાપાય લેય યેહે, ચ્યેજ રીતે પોરમેહેરા મહિમાહાટી ધન્યવાદા પ્રાર્થના કોઅનારા લોકહા આક્ડોબી વોદતો જાય.


તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.


તુમા જાંઅતેહે કા પેલ્લા આંય યહૂદી ધર્મા નિયમાનુસાર જીવન જીવતો આતો, કા આંય પોરમેહેરાવોય બોરહો કોઅનારા લોકહા મંડળીલ સતાવતો આતો, એને ચ્ચાહાન માઆઇ ટાકાં કોશિશ કોઅતો આતો.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.


બાકી પોરમેહેર, પોહહાન જન્મો દેઅનાકોય થેએયેહેલ બોચાવી લી, જાવ લોગુ ચ્યો ખિસ્તાવોય બોરહો કોઅત્યોહો, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅત્યોહો, એને પવિત્ર એને હારેકોય જીવન જીવત્યોહો.


તું યે રીતીકોય વ્યવહાર કોઓ કા તુલ કાદાં બદનામ નાંય કોએ, કાહાકા તું જુવાન હેતો, બાકી તુલ તો બોલનાકોય, તો જીવના તરીકાકોય, બીજહાવોય તો પ્રેમ કોઅનાકોય, ખ્રિસ્તાવોય તો બોરહાકોય, તો દોષવોગાર જીવનાકોય, બોદહાહાટી તું નમુનો બોના જોજે.


બાકી ઓ તિમોથી, તું પોરમેહેરા માઅહું હેય, તું ઈ બોદા કોઅનાકોય આલાગ રો, એને જીં હાચ્ચાં હેય ચ્યાલ કોઅરાહાટી કોશિશ કોઓ, એને પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવ, ખ્રિસ્તાવોય બોરહો કોઓ, લોકહાવોય પ્રેમ કોઓ, કઠીણ પરિસ્થીતીમાય સહન કોઓ, લોકહાવોય ગુસ્સો નાંય કોઅતો.


જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય.


યાહાટી ચ્યે ખારાબ ઇચ્છાહા પાઅને દુઉ રો, જ્યો જુવાન લોક કોઅરાહાટી આકર્ષિત કોઅત્યોહો, એને જ્યેં ચોખ્ખાં મોનાકોય પ્રભુ આરાધના કોઅતેહે, ચ્યાહાઆરે તું ન્યાયપણા એને બોરહો એને પ્રેમ એને મેળમિલાપા પીછો કોઓ.


ડાયા માટડાહાન હિકાડ, કા ચ્યા પોતાલ તાબામાંય રાખનારા બોને, એને લોકહામાય માનપાન મીળે એહેકેન વ્યવહાર કોએ, હોમાજદાર બોને, એને ચ્યાહા પોરમેહેરાવોય મજબુત બોરહો રા જોજે, બિજા લોકહાવોય પ્રેમ કોઅરા જોજે, એને સહન કોઅના મજબુત રા જોજે.


આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો.


પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પ્રભુ ઈસુ સદા મોયા પોરમેહેરા લોકહાવોય કોએ. આમેન.


Lean sinn:

Sanasan


Sanasan