10 ઈસુ ખ્રિસ્ત આપહેહાટી યાહાટી મોઅઇ ગીયો, યાહાટી આમા જો જીવતા હેય યા મોઅઇ ગીયા ચ્યાઆરે કાયામ લોગુ જીવન વિતાવજે.
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
હારો ગોવાળ આંય હેતાઉ. હારો ગોવાળ ચ્યા ગેટહા હાટી જીવ દેહે.
જેહેકેન આબહો માન જાંઅહે એને આંય આબહાલ જાંઅતાહાંવ, એને મા ગેટહા હાટી આંય મા જીવ દેતહાવ.
આબહો માયેવોય યાહાટી પ્રેમ કોઅહે, કાહાકા આંય મા જીવ દેતહાવ, કા ચ્યાલ પાછા લેય લાવ.
યોકા માઅહાહાટી ચ્યા હાંગાત્યાહાન દેખાડાં હાટી કા તો ચ્યાવોય પ્રેમ કોઅહે, બોદહા કોઅતો હારો તરીકો ઓ હેય, કા તો મોઅઇ જાય.
કાદાજ આપહાન દોષી નાંય ઠોરવી હોકે, કાહાકા ઓ ખ્રિસ્ત ઈસુ હેય જો આપહેહાટી મોઅઇ ગીયો, એને મોઅલા માઅને પાછો જીવતો જાયો, એને આપહેહાટી પોરમેહેરાલ વિનાંતી બી કોઅહે.
યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો.
એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય.
આમહાન જીં પ્રભુ ઈસુ પાઅને શિક્ષા મિળલી હેય, ચ્યાપરમાણે આમા તુમહાન આખજેહે કા, આપા, જ્યેં જીવતે હેય, એને જ્યેં પ્રભુ ઈસુ પાછા યેયના લોગુ જીવતે રોય, તો જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યાહા કોઅતા પેલ્લા ઈસુઆરે નાંય મિળહું.
ચ્યા પાછે આપા જ્યા જીવતા એને બોચી રહું, આપા ચ્યાહા આરેજ વાદળાવોય ઉઠાવાય જાહાંવ, એને આકાશામાય પ્રભુ ઈસુઆરે મિળહું, એને ચ્યા સમયાપાઅને આપા સાદા પોરમેહેરાઆરે રોહુ.
યાહાટી આપહાન તિયારી વોગાર લોકહા હારકા હુતલા નાંય રા જોજે, બાકી ચ્યા યેઅના વાટ જોવીન તિયારીમાય એને હાચવીન રોજા.
ખ્રિસ્તાય પાપ એને મોરણા શક્તિ તાબામાઅને બોદા લોકહાન છોડવાહાટી પોતે બલિદાન ઓઅય ગીયો, ચ્યા મોરણા લીદે, પોરમેહેરાય યોગ્ય સમયે ઈ સાબિત કોઅય દેના કા પોરમેહેરા ઇચ્છા ઈ હેય કા બોદા લોક બોચી જાં જોજે.
ઈ વાત હાચ્ચી હેય, જોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા તોવે ચ્યાઆરે પાછા જીવીબી ઉઠહું.
ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.