4 જોવે આમા તુમહે ઈહીં રોજે તોવે આમહાય પેલ્લાજ તુમહાન આખી રીઅલા આતા, કા આમહાન દુઃખ વેઠાં પોડી, એને તેહેકેન બોન્યા બી, એને ચ્યા તુમહાન ખોબાર હેય.
એઆ, માયે તુમહાન પેલ્લાજ ઈ બોદા ઓઅરી ચ્યા બારામાય આખી દેનહા.
પાછે પાઉલ એને સિલાસ અમ્પિપુલીસ શેહેર એને અપ્પુલોનિયા શેહેરમાઅને થેસ્સાલોનિકા શેહેરામાય યેના, જાં યહૂદીયાહા યોક સોબાયે ઠિકાણ આતા.
બાકી જોવે થેસ્સાલોનિક શેહેરા યહૂદી લોક જાંઆય ગીયા કા પાઉલ બિરીયા શેહેરામાયબી પોરમેહેરા વચન આખહે, તે તાં બી યેયન લોકહાન ઉસરાવાં એને ભરમાવા લાગ્યા.
બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.
યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.
તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.
તુમહાન યાદ ઓરી કા જોવે આંય તુમહે ઈહીં આતો, તોવે માયે તુમહાન ઈ બોદા બોજદા આખલા આતા.
આમા જોવે તુમહેઆરે રોજે તોવે આમહાય તુમહાન નિયમ દેનેલ કા, જો કાદો કામ કોઅરા મોનાઈ કોઅહે ચ્યાલ ખાઅનાબી નાંય દાં જોજે.