Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓને 3:3 - ગામીત નોવો કરાર

3 જ્યેં થી કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી ઈ દુઃખ વેઠના લીદે બોરહામાઅને ઓટી નાંય જાય, કાહાકા તુમહાન ખોબાર હેય, આપહાન દુઃખ વેઠાં પોડી.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓને 3:3
29 Iomraidhean Croise  

ઈ બોદા ઓઅતા લાગી ચ્યા પેલ્લા, તુમા મા શિષ્ય હેય યાહાટી ચ્યા તુમહાન દોઇન આબદામાય પાડતા લાગી, ચ્યા સોબાયે ઠિકાણે તુમહે વિરુદ કોઅરી, તુમહાન કોચર્યેમાય ટાકી, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકહા.


ચ્યા તુમહાન ચ્યાહા સોબાયે ઠિકાણા માઅને કાડી દી, બાકી ઓહડો સમય યી રોયહો, કા જો કાદો તુમહાન માઆઇ ટાકી, તો એહેકોય હોમજી કા આંય પોરમેહેરા સેવા કોઅતાહાંવ.


માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


કાહાકા દાઉદ રાજા ઈસુ બારામાય એહેકોય આખહે, “આંય મા પોરમેહેરાલ કાયામ મા આગલા દેખતો રિયો, કાહાકા તો મા જમણા આથા એછે હેય, યાહાટી કા આંય ચ્યા લોકહાન નાંય બીઅયુ, જ્યા મા નુકસાન કોઅરા માગતાહા.


ચ્યાય આમહેપાય યેયન પાઉલા કોંબરા આરે બાંદના પોટો લેદો, એને ચ્યે પોતા આથ પાગ બાંદિન આખ્યાં, “પવિત્ર આત્મા એહેકોય આખહે, કા જ્યા માઅહા ઓ કોંબરાલ બાંદના પોટો હેય, ચ્યાલ યેરૂસાલેમ શેહેરમાય યહૂદી લોક એહેકોઇન બાંદી, એને ગેર યહૂદીયાહા આથામાય હોઅપી દી.”


બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”


એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”


ફક્ત ઓલહાંજ નાંય, બાકી આપા આપહે મુશીબાત માયબી આનંદ કોઆ, કાહાકા આમા જાંઅજેહે કા જોવે આપા દુઃખ ઉઠાવજેહે તોવે હારેં રીતે ધીરજ રાખના હિકજેહે,


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.


માન તે ઈ લાગહે કા પોરમેહેર આમા પ્રેષિતાહાલ બોદહા પાછે ચ્યા લોકહા હારકો ઠોરાવ્યાહા, જ્યાહાન મોરણા આગના ઓઈ ચુકહી, કાહાકા આમા દુનિયા લોકહા એને હોરગા દૂતહાહાટી યોકુજ તમાશો બોની ગીયહા.


યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા જીં દુઃખ આંય બોગવી રિયહો ચ્યા લીદે તુમા નિરાશ મા ઓઅહા, કાહાકા ઈ તુમહે બોદહાહાટી ફાયદા હેય.


એને તુમા વિરુદ કોઅનારાથી વાયબી દાક નાંય રાખે, તુમહે ઈંમાત ઈ ચ્યાહાહાટી નાશ ઓઅના નિશાણી હેય બાકી તુમહેહાટી તારણા, એને ઈ પોરમેહેરા ઇહિને હેય.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


કાહાકા પોરમેહેરાય આપહાન સજા બોગવાહાટી નાંય, બાકી ચ્યાય આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા કોઇન તારણ મિળવાહાટી નિવડ્યેહે.


યાહાટી આમા પોતે પોરમેહેરાવોય બોરહો કોઅનારા વિસ્વાસી લોકહા મંડળીમાય તુમહે બારામાય વાહવા કોઅજેહે, કાહાકા તુમા બોજ બોદી સતાવણી એને મુશ્કેલીમાઅને જાતહેં, તેરુંબી તુમા ઈંમાત રાખીન ચ્યાલ સહન કોઅતેહે, એને તુમા આમીબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.


એને તુમહાન યાહાટીજ હાદ્યાહા બી કાહાકા ખ્રિસ્તે તુમહેહાટી દુઃખ ઉઠાવીન, તુમહાન યોક નમુનો દેય ગીયહો કા તુમાબી ચ્યા પાગહા નિશાણ્યેહેવોય ચાલા.


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


આંય જાંઅતાહાંવ કા તું ચ્યા શેહેરામાય રોતહો જાં સૈતાન રાજ્ય કોઅહે, તું માયેવોય બોરહો કોઅતોહો, તુમહે શેહેરામાય જાં સૈતાન રાજ્ય કોઅહે, તાં મા વિસ્વાસી માઅહું અન્તિપાસાલ માઆઇ ટાક્યેલ, તેરુંબી તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયો.


Lean sinn:

Sanasan


Sanasan