12 આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.
એને બીજી યા રોકીજ હેય કા, તો પોતાવોય જોલો પ્રેમ રાખતોહો તોલોજ તું તો પોડોશાવોય તો રોકો પ્રેમ રાખ.
યાહાટી જીં કાય તુમા કોઆડાં માગતેહે કા લોક તુમહેઆરે કોએ, તુમાબી ચ્યાહાઆરે એહેકેનુજ કોઆ, કાહાકા મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા શિક્ષણ બી ઈંજ હેય.
તોવે પ્રેષિતાહાય ઈસુવાલ આખ્યાં, “આમહે બોરહો આજુ મજબુત કોઅરા મોદાત કોઓ.”
તુમહાન યોક વાતમાય યોકબીજા કર્જદાર બોનના હેય, એને તી વાત હેય તુમા બોદે યોકબીજાવોય પ્રેમ કોઆ, કાહાકા જો કાદો પ્રેમ કોઅહે ચ્યાય મૂસા નિયમ પુરી રીતેકોય પાલન કોઅયા.
પોઅનારાલ બિયારો એને ખાંહાટી ખોરાક દેનારો પોરમેહેર તુમહાન જ્યા બિયારા જરુર હેય તી બોદા પુરાં પાડી, એને ચ્યાલ વોદાડી, જ્યાથી તુમહે ન્યાયપણા ફળ બોજ ઓઅરી.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
એને મા ઈ પ્રાર્થના હેય કા યોક બીજહાવોય તુમહે પ્રેમ, હાચ્ચાયે જ્ઞાન એને બોદા વિચારાહા આરે આજુબી વોદતે જાય.
તુમહેહાટી આમહે કળવળા એને બોજ પ્રેમા લીદે તુમહાન પોરમેહેરા હારી ખોબાર દાં ઓલહાંજ નાંય બાકી આમહે જીવ બી દાં આતા.
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા આમહેપાઅને ઈ શિક્ષણ મિળવી ચુકલા હેય, કા કેહેકેન જીવા જોજે એને પોરમેહેરાલ ખુશ કોઅરા જોજે, એને તુમા એહેકેન જીવતાહા બી, સેલ્લે, આમા પ્રભુ ઈસુમાય તુમહાન ઈ વિનાંતી કોઅતા એને હોમજાડતાહા કા તુમા યા બારામાય વોદતે જાં.
દિયાન દા કા કાદે તુમહેઆરે ખોટાં કોઅયા ઓરી, તો ચ્યા બોદલામાય ચ્યા ખોટાં નાંય કોઅના, બાકી તુમા સાદા વિસ્વાસી લોકહા એને બોદહાહાટી હારાં કામ કોઅરાહાટી કોશિશ કોઆ.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.
કાહાકા બોદા યોક હારાં વરદાન એને બોદા યોક ઉત્તમ દાન આમહે પોરમેહેર આબહા પાઅને મિળહે, જ્યાંય આકાશામાય બોદાંજ ઉજવાડો દેનારાહાન બોનાડ્યા, પોરમેહેર કાયામ યોક હારકો હેય, એને તો સાવડા હારકો નાંય બોદલાય.
એને નોક્કી કોઅયા કા તુમા નાંય કેવળ પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવા, બાકી ઈ બી કા તુમા તુમહે હાંગાત્યો વિસ્વાસ્યાહાવોય પ્રેમ કોઆ, જેહેકેન તુમા તુમહે બાહા એને બોઅહી આરે કોઅતેહે. એને કેવળ વિસ્વાસી બાહાહાવોયજ નાંય પ્રેમ કોઅના બાકી યોક બિજાવોય બી પ્રેમ કોઅના.
બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.