Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 થેસ્સલોનિકીઓને 1:5 - ગામીત નોવો કરાર

5 કાહાકા આમહાય તુમહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ખાલી બોલના કોયજ નાંય આખી, બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય એને પુરી ખાત્રીકોય તુમહાન આખી, તુમા જાંઅતેહે કા આમા તુમહે હારાહાટી તુમહે વોચમાય કેહેકેન રિયા.

Faic an caibideil Dèan lethbhreac




1 થેસ્સલોનિકીઓને 1:5
60 Iomraidhean Croise  

તોવે શિષ્યહાય બોદી જગ્યે જાયન લોકહાન હારી ખોબાર આખી, પોરમેહેરાય ચ્યાહાન મોદાત કોઅયી એને મોઠે ચમત્કાર કોઇન દેખાડયાં કા ચ્યા વાત હાચ્ચી હેય. આમેન.


માનનીય થેયોફીલુસ, બોજ લોકહાય આપે વોચમાય ઓઅલી ઘટનાહા બારામાય વર્ણન લોખાહાટી કોશિશ કોઅલી હેય.


એને પ્રભુ સામર્થ્ય ચ્યાહાવોય આતા, એને બોજ ગેર યહૂદી લોક ચ્યાહા સંદેશ માની ગીયે એને પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો.


એને લુદીયા નાંવા થુવાતીર શેહેરા જાંબળા રોંગા ડોગલેં વેચનારી યોક પોરમેહેરા આરાધના કોઅનારી થેએ વોનાય રીયલી આતી, એને પ્રભુય ચ્યે મોન ખુલ્યા, કા પાઉલા વાતેહેવોય ધ્યાન દેય.


આમી તો હોરગામાય પોરમેહેરા જમણા આથા મોઠા માનાપાના જાગાવોય બોઠલો હેય, એને આબહાય ઈસુલ પવિત્ર આત્મા દેના જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, એને ઈસુય પવિત્ર આત્મા આમહાન દેનલા હેય, જેહેકેન કા આજે તુમા એઅતેહે એને વોનાતેહે.


કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.


આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.


જ્યેં દિહી પોરમેહેર ન્યાય કોઅરી તો દિહી આંય જીં હારી ખોબારે પ્રચાર કોઅહુ ચ્યાનુસાર ઈસુ ખ્રિસ્તાકોય માઅહા ગુપ્ત વિચારાહા ન્યાય કોઅરી.


બાકી પોરમેહેરા નિવાડલા લોકાહાહાટી, ગોમે યહૂદી હેય અથવા ગેર યહૂદી ઈંજ ખ્રિસ્ત પોરમેહેરા સામર્થ્ય એને પોરમેહેરા જ્ઞાન હેય.


જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.


તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.


આંય તુમહાન પોરમેહેરા હારી ખોબાર આખનારો પેલ્લો માઅહું હેય, યાહાટી આંય ચ્યા માઅહા હારકો હેય જ્યાંય જમીનીમાય બિયારો પોઅયો, એને અપુલ્લોસાય તુમહે બોરહો મજબુત કોઅરાહાટી મોદાત કોઅયી, જેહેકેન કાદાં માઅહું ઉદલા જાડવાહાન પાઆય દેહે જ્યેં મોઠે ઓઅતેહે, બાકી પોરમેહેરાય તુમહાન નોવા જીવન દેનલા હેય, એને તુમહાન આત્મિક જીવનામાય વોદાહાટી મોદાત કોઅહે, જેહેકેન પોરમેહેર જાડવાહાન કોઅહે.


કાહાકા પોરમેહેરા રાજ્ય તે શબ્દાહામાય નાંય બાકી સામર્થ્યા કામહામાય હેય.


યેજપરમાણે પ્રભુય બી આગના દેની કા જ્યેં માઅહે હારી ખોબાર આખતેહે, ચ્યાહાન હારી ખોબાર વોનાનારાહાય ચ્યાહા જીવના ગોરજા પુર્યો કોઅરા જોજે.


જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.


આંય યેરૂસાલેમ શેહેરામાય ગીયો કાહાકા પોરમેહેરે માન તાં જાંઆહાટી આખ્યેલ, જોવે આંય તાં ગીયો તોવે આગેવાનાહાઆરે મિળ્યો, એને ચ્યાહાન ચ્યે હારી ખોબારે બારામાય આખ્યાં જીં આંય ગેર યહૂદી લોકહાવોચમાય પ્રચાર કોઅતો આતો, બાકી એકાંતમાય જ્યા મંડળી આગેવાન આતા ચ્યાહાનુજ આખ્યાં, જેથી એહેકેન નાંય ઓએ, જીં માયે પેલ્લો પ્રચાર કોઅયો એને જીં કોઅય રિઅલો આતો, તી નોકામ્યા નાંય ઓએ.


બાકી આંય એહેકોય આખી હોકહુ, કાહાકા આપહાન પવિત્ર આત્માથી પુરાં આસ્વાસન હેય કા પોરમેહેર આપહાન ન્યાયી હારકા સ્વીકાર કોઅરી કાહાકા આપા ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે.


પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.


પોરમેહેરા શક્તિકોય જો આપહામાય કામ કોઅય રિયહો, આપહે માગના એને કલ્પના કોઅના કોઅતા બોજ વોદારી પોરમેહેર કોઅય હોકહે.


કાહાકા પોરમેહેર તુમહે મોનામાય હારો વિચાર દેહે, એને પોરમેહેરુજ હેય જો ચ્યા હારાં વિચારાનુસાર કામ પુરાં કોઅરાહાટી ગોતી બી દેહે.


જ્યો વાતો તુમા માયેપાઅને હિક્યા, એને ગ્રહણ કોઅયો, એને વોનાયા એને માંયેમાય દેખ્યો, ચ્ચે વાતહે પાલન કોઆ, તોવે શાંતી દેનારો પોરમેહેર તુમહેઆરે રોય.


આંય યાહાટી કોઅતાહાંવ, કા ચ્યાહા બોરહો પાકો ઓઓય જાય, યોક-બીજાઆરે પ્રેમામાય રોય, એને આંય ઈ બી વિચારતાહાવ કા ચ્ચાહાન પુરો બોરહો ઓએ કા, ચ્ચાહાય પોરમેહેરા મર્માલ જાય લેદાહા જો પોતે ખ્રિસ્ત હેય.


યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


પોરમેહેરે તુમહાન ચ્યે હારી ખોબારેકોય બોચાડા હાટી હાદલા હેય, જીં આમહાય તુમહે વોચમાય પ્રચાર કોઅયા, જેથી તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામાય ભાગીદાર ઓઅય હોકે.


યાહાટી, આંય પોરમેહેરા નિવાડલા લોકહા ફાયદાહાટી બોદા દુઃખ સહન કોઅતાહાંવ, જેથીચ્યેબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોએ, એને બોચાવલા જાય, એને ચ્યાહાન તી મહિમા મીળે, જીં સાદા બોની રોહે.


સાદા યાદ કોઆ કા ઈસુ ખ્રિસ્ત કું હેય, તો દાઉદ રાજા કુળામાઅને હેય, પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ઈંજ હારી ખોબાર હેય જીં માયે લોકહાન પ્રચાર કોઅયો.


ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.


આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી.


બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.


આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો.


જ્યા લોક તુમહાન હોઅપલા ગીયહા, ચ્યા લોકહાવોય યોક ઓદિકાર્યા હારકો મા બોનહે, બાકી ચ્યાહાહાટી યોક હારો નમુનો બોન.


યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા.


યાહાટી આમા ભવિષ્યવક્તાથી લોખલાં ગીઅલા પવિત્રશાસ્ત્રમાય આજુબી વોદારે મજબુત હેય, જો તુમા યા સંદેશાવોય દિયાન દાહા, તે તુમા યોક હારાં કામ કોઅહા, કાહાકા ઈ યોક દિવા હારકા હેય જીં આંદારામાય ઉજવાડો દેહે, જાવ લોગુ કા દિહી નાંય નિંગે એને ખ્રિસ્તા ઉજવાડો તુમહે રુદયામાય ચમકેહે, કા જ્યેં પરમાણે હાકાળ્યો ચાંદાલો દુનિયામાય ઉજવાડો લેય યેહે.


Lean sinn:

Sanasan


Sanasan