2 આમા જોવે-જોવે પ્રાર્થના કોઅજેહે તોવે તુમહાન યાદ કોઅજેહે તુમહે બોદહાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે.
તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.
પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે મેળવી લેયના લીદે, તુમહાન પોરમેહેરા પાઅને બોજ સદા મોયા મિળલી હેય, યાહાટી આંય પોરમેહેરાલ સાદા ધન્યવાદ કોઅતાહાંવ.
જોવે આમા તુમહેહાટી પ્રાર્થના કોઅજેહે, તોવે આમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો એટલે પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે.
યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
એને જેહેકેન આનંદ તુમહે લીદે આમહાન પોરમેહેરા હામ્મે જાયો, ચ્યાહાટી આમા પોરમેહેરા આભાર કેહેકેન માની હોકજે?
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.
આંય જોવેબી મા પ્રાર્થનાયે માય તુલ યાદ કોઅતાહાંવ, તે આપહે પોરમેહેરાલ સદા ધન્યવાદ દેતાહાવ.