Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 5:1 - ગામીત નોવો કરાર

1 કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 5:1
38 Iomraidhean Croise  

તુમા યે બોદયે વાતહે સાક્ષીદાર હેય.


બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”


એને ચ્યાહાય પોયહા યોખઠા કોઅયા, એને બારનાબાસ એને શાઉલા આથામાય દેયન આગેવાનાહાપાય પોયહા લેય દોવાડયા.


એને પાઉલ એને બારનાબાસે બોદી મંડળ્યેહેમાય વિસ્વાસ્યાહાહાટી વડીલ નિવડયા, એને ઉપહા હાતે પ્રાર્થના કોઇન પ્રભુ ઈસુલ હોઅપ્યા, જ્યાવોય ચ્યાહાય બોરહો કોઅલો આતો.


જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરમાય પોઅચ્યા, તોવે મંડળી લોક એને પ્રેષિત એને વડીલ ચ્યાહાન આનંદકોય મિળ્યાં, એને પાઉલ એને બારનાબાસે આખ્યાં કા પોરમેહેરાય ચ્યાહાઆરે રોઇન કોહડે-કોહડે કામ કોઅલે આતેં.


તોવે પ્રેષિત એને વડીલ યે વાતહેબારામાય વિચાર કોઅરાહાટી યોકઠા જાયા.


યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.


એને જોવે આમા મિલેતુસ શેહેરામાય ઉત્યા, તોવે પાઉલે એફેસુસ શેહેરા મંડળ્યે વડીલાહાન નિરોપ દોવાડીન ચ્યાપાય હાદ્યા.


યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.


બીજે દિહે પાઉલ આમહાન લેયને યાકૂબાપાય ગીયો, જાં બોદા વડીલ બેગા આતા.


એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.


કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.


યાહાટી આમા ઇંમાતથી રોજહે, એને આમહાન ગોમહે કા મોઅના પાછે યા શરીરાલ છોડીન પ્રભુવા આરે પોતાના ગોઅમે રોજે.


કાહાકા આંય જાંઅતાહાંવ કા તુમહે પ્રાર્થના એને પવિત્ર આત્મા જીં ઈસુ ખ્રિસ્તાપાઅને યેહે ચ્યા મોદાતકોય મા તારણ ઓઅય.


ડાયા માઅહાન ઠોપકો દેયને નાંય, બાકી આબહો માનીન ચ્યાલ હોમજાડ, એને જુવાન્યાહાલ પોતાનો બાહા હોમજીન સલાહ દે.


યોક મંડળી વડીલા વિરુદ પાપ કોઅના આરાપ તાંવ લોગુ નાંય લાવલો જાય જાવ લોગુ બેન કા તીન લોકહાકોય યોકુજ વાતેહાટી ચ્યાવોય આરાપ નાંય રોય.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


માયે તુલ ક્રેતા બેટમાય યાહાટી રા દેનો, કા જીં કામ બાકી રોય ગીઅલા હેય, ચ્યાલ પુરાં કોઅય હોકે, એને મા આગના નુસાર ક્રેતે બેટા બોદા શેહેરાહા મંડળ્યેહેમાય વડીલાહા નિવડ કોઓ.


બાકી આંય કેવળ તુલ આખી રિઅલો હેય, કાહાકા આંય જાંઅતાહાંવ કા તું માન એને તો આરી વિસ્વાસી બાહાહાવોય પ્રેમ કોઅતોહો, આંય પાઉલ, યોક ડાયો માઅહું વિનાંતી કોઅહુ જો ઈસુ ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના લીદે કૈદી હેય.


યાહાટી જોવે બોરહા બારામાય કોલહાક લોકહા સાક્ષ્યે યોક બોજ ગીરદ્યે હારકા ચારી ચોમખીને ગેરી લેદલા હેય, તે યા, હર યોક રોકનારી વસ્તુ, એને વિળગી રોનારો પાપ દુર કોઇન, આમહાય જ્યેં વાટેવોય દાહુદતા જાં જોજે ધીરજથી ચ્યેવોય આગલા વોદતા જાઅના.


બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.


યા દુઃખહા મોતલાબ ઈ દેખાડના હેય કા, કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા કા નાંય. ઈસુ ખ્રિસ્તામાય તુમહે બોરહો હોના કોઅતો બોજ કિમતી હેય, જેહેકેન નાશમાન હોનાલ આગડાકોય પારાખલા જાહાય એને શુદ્ધ કોઅલા જાહાય, ચ્યેજ રીતે તુમહે બોરહો આગડા હારકા દુઃખહા થી પારખ્યા પાછે બી મજબુત રોહે, તે ઈ ચ્યે દિહી તુમહાન બોજ પ્રશંસા એને મહિમા એને માનપાન દેવાડી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યા દુનિયામાય યેઅરી.


બાકી યા બારામાય ખુશ રા, કાહાકા તુમહાન ચ્યા દુ:ખાહામાય યોક ભાગ મિળ્યહો જ્યેં ખ્રિસ્તાલ મિળલે આતેં. યા લીદે, જોવે ખ્રિસ્ત બોદા લોકહાન પોતાની મહિમા પ્રગટ કોઅરાહાટી પાછો યેઅરી તે તુમહે આનંદ હાચ્ચોજ મોઠો રોઅરી.


કાહાકા જોવે ઈસુ ખ્રિસ્ત, જો કા આમહે મુખ્ય ગોવાળ હેય, પાછો ફિરી યેઅરી, તોવે તુમહાન યોક કોદહીજ કરમાય નાંય જાય ઓહડો મહિમાયે મુગુટ દેઅરી.


ઓ પ્રિયાહાય, આમી આપા પોરમેહેરા પોહેં હેય, એને આમી લોગુ ઈ માલુમ નાંય હેય, કા આપા કાય બોનહું, બાકી ઓલહાં જાંઅજેહે, કા જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે આપાબી ચ્ચા હારકા રોહુ, કાહાકા આપા ચ્ચાલ આસલીમાય તો જેહેકોય હેય તેહેકેન એઅહુ.


આંય, યોહાન વડીલ ઈ પત્ર લોખી રિયહો, ચ્યે બાઈ એને ચ્યે પાહાહાન જ્યાહાલ પોરમેહેરે નિવડી લેદહા, જ્યાહાન માન હાચ્ચોજ પ્રેમ હેય. એને કેવળ માનુંજ નાંય, બાકી ચ્યા બોદહાન બી હેય, જ્યેં હાચ્ચાયેલ જાંઅતેહે.


આંય, યોહાન મંડળી વડીલ, ઈ પત્ર મા પ્રિય મિત્ર ગયુસાલ લોખી રિઅલો હેય, જ્યાવોય આંય હાચ્ચાં પ્રેમ કોઅતાહાંવ.


આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.


Lean sinn:

Sanasan


Sanasan