2 એટલે ભવિષ્યામાય આપહે બાકી રીઅલા શારીરિક જીવન માઅહા ઇચ્છા પરમાણે નાંય બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે જીવતા રા.
કાહાકા જીં કાદાં હોરગ્યા આબહા ઇચ્છા પુરી કોઅહે, તીંજ મા બાહા, એને મા બોઅહી એને મા આયહો હેય.”
એને ચ્યાહાન વાડયે માલિકાય આખ્યાં, તુમા હોગા મા દારાખાહા વાડયેમાય જાયને કામ કોઆ, એને જીં કાય ઠીક હેય, તીં તુમહાન દિહી તોવે ચ્યાબી કામ કોઅરા ગીયા.
યા બેની પોહામાઅને આબહા મોરજી પરમાણે કુંયે કોઅયા?” ચ્યાહાય આખ્યાં, “પેલ્લાય” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ, કા જકાતદાર એને વેશા કામ કોઅનારે પોરમેહેરા રાજ્યામાય તુમહે કોઅતા પેલ્લા જાય.
“જ્યેં માન, ‘ઓ પ્રભુ! ઓ પ્રભુ!’ એહેકેન આખતેહે, ચ્યાહામાઅને બોદાંજ લોક હોરગા રાજ્યમાય નાંય જાય હોકી, બાકી તોજ જાય હોકી જો મા હોરગ્યા આબહા મોરજી પરમાણે જીવન જીવહે.
કાહાકા જીં માઅહું પોરમેહેરા મોરજી પુરી કોઅહે, તીંજ મા બાહા, એને બોઅહી એને આયહો હેય.”
ચ્યા મોનામાઅને, ખારાબ વિચાર, વ્યબિચાર, ચોરી, ખૂન, પારકી થેએ,
ચ્યાહા જન્મો આયહે આબહા ઇચ્છાકોય નાંય, કા યોકા માઅહા પોહા પૈદા કોઅના મોરજયેકોય નાંય, કા માઅહા ઇચ્છાકોય નાંય જાયો, બાકી પોરમેહેરા પાયને જન્મો જાયો.
જો કાદાં માઅહું ચ્યા ઇચ્છા પુરી કોઅરા માગહે તોવે ચ્યાલ ખોબાર પોડી કા મા શિક્ષણ પોરમેહેરા પાયને હેય કા પોતા કોઇન આખતાહાવ.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
કાહાકા આપા બોદે પ્રભુ હેય, યાહાટી આમહે માઅને કાદો નાંય તે પોતાનાહાટી જીવહે એને નાંય કાદો પોતાહાટી મોઅહે.
એહકોયજ તુમાબી પોતાના પાપાહાટી મોઅઇ ગીયે એહેકેન હોમજાં, બાકી આમી પોરમેહેરા સેવા કોઅરાહાટી ખ્રિસ્ત ઈસુમાય જીવતે હેય.
નાંય, કોવેજ નાંય, આપા જોવે પાપાહાટી મોઅઇ ગીયે તે આપહાન પાપ કોઅરા નાંય જોજે.
તે ઓ મા વિસ્વાસી બાહાહાય, જોવે તુમાબી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયા, તે તુમા નિયમાહા ઓદિકારા હાટી મોઅઇ ગીયા, આમી તુમા ખ્રિસ્તા હેય જો મોઅલા માઅને પાછો જીવતો ઓઅય ગીયહો, જેથી તુમા આમી પોરમેહેરા સેવાહાટી જીવન જીવી હોકે.
એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
આપાબી ચ્યાહા હારકે જીવતે આતેં, આપહે પાપી સ્વભાવા ઇચ્છા પુરી કોઅતે આતેં, એને શરીર એને મોના વાસના પુરી કોઅતે આતેં, એને અવિસ્વાસી લોકહા હારકા આપાબી ખારાબ આતેં એને પોરમેહેરા ડૉડા આધીન આતેં.
યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના.
યાહાટી ઓક્કાલવોગાર્યા મા ઓઅતા, બાકી ધ્યાન દેયને હોમજાં કા પોરમેહેર તુમહાન કાય કોઆડાં માગહે.
તુમા માઅહાન ખુશ કોઅરાહાટી દેખાડાં પૂરતાજ નાંય કામ કોઅતા, બાકી ખ્રિસ્તા સેવાકાહા હારકા સેવા કોઆ, જો ચ્યા પુરાં મોનાકોય તીંજ કોઅહે જીં પોરમેહેરા ઇચ્છા હેય કા ચ્ચે કોએ.
યાહાટી જ્યેં દિહી આમા ઈ વોનાયા, આમા કાયામ તુમહેહાટી પ્રાર્થના કોઅતા રોજહે, આમા પોરમેહેરાલ ઓહડી વિનાંતી કોઅજેહે કા પોરમેહેરા આત્મા તુમહાન જ્ઞાન એને હોમાજ દેય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા પુરી રીતીકોય હોમજી હોકે.
કાહાકા તુમા પાપી સ્વભાવાહાટી મોઅઇ ગીઅલે હેય એને તુમહે જીવન ખ્રિસ્તાઆરે પોરમેહેરામાય ગુપ્ત હેય.
ઇપફ્રાસ જો તુમહે ગાવામાઅને એને ખ્રિસ્ત ઈસુ સેવક હેય, તુમહાન સલામ આખહે. તો તુમહેહાટી લાગણી થી પ્રાર્થના કોઅહે, કા તુમા બોદી વાતહેમાય પોરમેહેરા ઇચ્છા પુરીરીતે પુરી કોઅરાહાટી મજબુત બોની રોય.
બોદી પરિસ્થીતીમાય પોરમેહેરા ધન્યવાદ કોઆ, કાહાકા તુમહેહાટી ઈસુ ખ્રિસ્તામાય ઈંજ પોરમેહેરા મોરજી હેય.
તુમહાન બોદા હારાં કામમાય બોદાજ ગુણહાથી સિદ્ધ કોએ, જ્યાથી તુમા ચ્યા ઇચ્છા પુરી કોએ, એને ચ્યાલ જીં હારાં ગોમહે, ચ્યાલ ઈસુ ખ્રિસ્તા કોઇન આમહેમાય પુરાં કોએ, જ્યા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન.
ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.
આગના માનનારા પોહહા હારકા પોરમેહેરા આગનાયે પાલન કોઆ એને ચ્યા ખારાબ કામહાલ મા કોઅહા, જ્યાહાલ તુમા તોવે કોઅના ઇચ્છા રાખતા આતા, જોવે તુમા પોરમેહેરા હાચ્ચાયેલ નાંય જાઅતા આતા.
યાહાટી, હર જાત્યા ખારાબ વેવહારથી દુર રા, બીજહાન દોગો મા દાહા, કપટી, ડોંગી મા બોનહા, બીજહાન ઓદરાય નાંય કોઅના, એને બીજહા વિરુદ ખારાબ વાતો નાંય આખના.
દુનિયા એને દુનિયા વાસના મિટાય રિઅલી હેય, બાકી જો પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહે, તો સાદામાટે બોની રોય.