1 ઓ થેઅયેહેય, તુમા પોત-પોતાના માટડાહા આધીનમાય રોજા, એટલે જો યાહામાઅને કાદો ઓહડો રોય જો પોરમેહેરા વચનાવોય બોરહો નાંય કોઅતો ઓરી,
જોવે તુમહેઆરે કાદો હાંગાત્યો વિસ્વાસી તો વિરુદ પાપ કોઅહે, તોવે જાયન યોખલામાંય ચ્યા બુલ હોમજાડી દે, જોવે તો તુમહે આખલ્યા પાળે, તો તુયે ચ્યાલ જીતી લેદહો.
બાકી બોદા લોકહાય ચ્ચે હારી ખોબારેવોય બોરહો નાંય કોઅયો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય યશાયા ભવિષ્યવક્તા લોખહે, કા “ઓ પ્રભુ, બોજ વોછા લોકહાય હારી ખોબારેવોય બોરહો કોઅયો.”
તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.
વોરાડ ઓઅય ગીઅલી થેએ નિયમા ઇસાબે પોતાના માટડો જીવતો હેય તાંવ લોગુ તી ચ્યાઆરે બાંદાલી હેય, બાકી જોવે પોતાનો માટડો મોઅઇ જાય તે તી નિયમા ઇસાબે માટડા પાઅને છુટી ઓઅય જાહે.
બાકી મા ઇચ્છા હેય, કા તુમા ઈ જાંઆય લા, કા દરેક માટડા ટોલપી ખ્રિસ્ત હેય, એને થેએયે ટોલપી માટડો હેય, એને ખ્રિસ્તા ટોલપી પોરમેહેર હેય.
થેએયેહેય મંડળીમાય ઠાવકા રા જોજે, એને હિકાડાં નાંય જોજે, બાકી આધીન રોઅના આગના હેય, જેહેકેન મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય.
કાહાકા ઓ વિસ્વાસી થેએયેહેય, તુમહાન યાદ રા જોજે, કા તુમહે લીદે તુમહે માટડા બી તારણ ઓઅય હોકહે, એને ઓ વિસ્વાસી માટડાહાંય, તુમહાન યાદ રા જોજે, કા તુમહે લીદે તુમહે થેએયે બી તારણ ઓઅય હોકહે.
બાકી ઈ તુમહેહાટી બી હેય, તુમા યોકાયોક માટડા પોત-પોતાની થેઅયેલ પોતાના હારકો પ્રેમ કોઆ, એને થેઅયોબી પોતાના માટડા આદર કોએ.
ઓ થેઅયેહેય, તુમા તુમહે માટડાહા આધીન રા, કાહાકા પ્રભુ લોકહાન એહેકેન કોઅના ઠીક હેય.
અવિસ્વાસ્યાહા આરે વાત કોઅરાહાટી મિળનારા બોદા મોકા હારી રીતીકોય ઉપયોગ કોઆ, એને ચ્ચાહા આરે બુદ્ધિકોય વ્યવહાર કોઆ.
એને જ્યેં માઅહે પોરમેહેરાલ નાંય જાંએત, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેવોય બોરહો નાંય કોએત, તો ચ્યાહાન સજા દેઅરી.
બોરહો કોઅના લીદેજ આબ્રાહામ નાંવા માઅહું પોરમેહેરાય ચ્યાલ યોકે જાગે જાંહાટી હાદ્યો, આગના માનીન તો ચ્યા જાગાએસે નિંગી ગીયો જ્યાલ પોરમેહેર ચ્યાલ વારસામાય દેનારો આતો. આબ્રાહામ ઈ નાંય જાંઅતો આતો, કા કેછ જાતહાવ, તેરુંબી તો ચ્યે જાગે જાંહાટી નિકળ્યો.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
તે જ્યેં રીતે તુમા જીવન જીવત્યોહો, ચ્યા તુમહે કાય આખ્યાં વોગાર ચ્યા બોરહો કોએ, એને જોવે ચ્યા તુમહે શુદ્ધ એને ઈશ્વરીય વેવહારાલ દેખી તોવે ચ્યા ખ્રિસ્તાવોય બોરહો કોઅરી.
તેહેકેનુજ ઓ માટડાહાંય, તુમાબી પોતાના થેઅયેઆરે હોમાજદારીથી રોજા, એને ચ્યેહે દિયાન રાખા, કાહાકા ચ્યો તુમહેથી નોબળ્યો હેત્યો, યાહાટી તુમા ચ્યેહે આદર કોઆ. ઈ હોમજીન કા આમા બેની જીવના વરદાના વારીસ હેજે, જ્યેથી તુમહે પ્રાર્થનાયે માય રુકાવાટ નાંય યેય.
કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.