Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:5 - ગામીત નોવો કરાર

5 એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:5
34 Iomraidhean Croise  

યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.


કા આંય, ગેર યહૂદી લોકહાહાટી ખ્રિસ્ત ઈસુ સેવક બોનીન યોક યાજકા હારકા પોરમેહેરાપાઅને મિળલી હારી ખોબારે પ્રચાર કોઅના સેવા કોઅતાહાંવ, જ્યાકોય ગેર યહૂદી લોક પોરમેહેરાહાટી યોક બેટ રુપામાય દેનલે જાય, જ્યાકોય તો ખુશ હેય, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન પવિત્ર બોનાવલા હેય.


તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.


કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય.


તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.


પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”


યાહાટી જોવેબી આપહાન હારો તોક મીળે, તે આપા બોદા લોકહાહાટી હારાં કામ કોઅતા રોજે, ખાસ કોઇન વિસ્વાસી લોકહાઆરે.


એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.


જોવે માયે તુમહાન હારી ખોબાર આખી, તે તુમહાય પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો એને ચ્યા સેવાહાટી તુમહે જીવન બલિદાન કોઅય દેના, યાહાટી માન માઆઇ બી ટાકે તેરુંબી આંય તુમહે બોદહાઆરે ખુશ હેતાંવ એને ખુશ રોહીં.


માપાય બોદાંજ કાય હેય, એને બોજ બોદા હેય, જીં વસ્તુ તુમહાય ઇપફ્રુદીતુસા આથાકોય લેય દોવાડયેલ ચ્ચાલ લેયને આંય દારાય ગીઅલો હેય, તી તે મા હાટી સુગંધિત બલિદાન હારકા હેય જીં યાજક પોરમેહેરાલ ચોડવે, જીં પોરમેહેરાલ ગોમે એને રાજી કોએ.


તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.


કા જો માન યેતા વાઆ લાગે તે તુમા જાંઆય લા કા, પોરમેહેરા ગુઉ લોકહા રુપામાય જીં જીવતા પોરમેહેરા મંડળી, જીં હાચ્ચાયે ખાંબ, એને મજબુત પાયો હેય, ચ્યામાય આપહાન કેહેકેન જીવા જોજે.


બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.


બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.


જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.


કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.


એને ઈસુય આપહાન યોક રાજ્ય એને પોરમેહેર આબા સેવા કોઅરાહાટી યાજક બોનાવલે હેય, જ્યેં ચ્યા પોરમેહેર આબા સેવા કોઅતેહે, યાહાટી ઈસુ ખ્રિસ્તાલ મહિમા એને સામર્થ્ય સાદામાટે મિળતા રોય. આમેન.


જીં માઅહું સૈતાના શક્તિવોય જીત મિળવે, જેહેકેન યોક થાંબલો ગોઆલ મજબુત બોનાડેહે, તેહેકેન ચ્યે બી સાદાહાટી પોરમેહેરા દેવાળામાય રોય. આંય ચ્યાવોય પોરમેહેરા નાંવ લોખહી, એને પોરમેહેરા શેહેરા નાંવ લોખહી, ઈ તીંજ હેય જ્યાલ નોવા યેરૂસાલેમ આખલા જાહે, ઈ તીંજ શેહેર હેય જીં હોરગામાય હેય, એટલે પોરમેહેરા પાયને નિચે યેઅરી, આંય ચ્યાહા શરીરાવોય મા નોવા નાંવ લોખહી.


તુયે ચ્યાહાન આમહે પોરમેહેરાહાટી ઓહડા લોક બોનાવી દેના જ્યાહાવોય પોરમેહેર રાજ્ય કોઅહે એને યાજક બોનાવ્યાં જ્યા ચ્યા સેવા કોઅતાહા, એને ચ્યા દોરતીવોય રાજ્ય કોઅરી.”


Lean sinn:

Sanasan


Sanasan