Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 2:11 - ગામીત નોવો કરાર

11 ઓ બાહા એને બોઅયેહેય, તુમા યા દુનિયામાય પરદેશી એને મુસાફીર હારકા હેતા, આંય તુમા લોકહાન વિનાંતી કોઅતાહાંવ કા ચ્યો બોદ્યો શરીરા ખારાબ ઇચ્છાહાથી બોચા કાહાકા યો તુમહે આત્માહા વિરુદ કોઅત્યોહો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 2:11
35 Iomraidhean Croise  

યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.


બાકી ચ્યાહાન યોક ચિઠ્ઠી લોખી દોવાડા, ઈ આખાહાટી કા ચ્યા માહાં નાંય ખાય જીં લોકહાય મુર્તિહયેલ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોય, ગોગી દાબીન માઅલા જોનાવરા માહાં નાંય ખાય એને જોનાવરહા લોય નાંય પિયે.


તુમા ચ્યા માહાલ નાંય ખાઅના જીં લોકહાય મૂર્તિહયેન બેટ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોજા, ગોગી દાબીન માઅલા જોનાવરહા માહાં નાંય ખાઅના એને જોનાવરહા લોય નાંય પીયના, જોવે તુમા યો વાતો માની લાહા તે તુમહે ભલા ઓઅરી, તુમા શાંત્યેથી રા.”


યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.


બાકી માન પોતાના શરીરા અવયવાહામાય બિજા પ્રકારનો નિયમ દેખાયેહે, જીં મા મોનામાય હાચ્ચાં માની લેદલા નિયમાહા વિરુદ લડાય કોઅહે, એને માન પાપા ગુલામ બોનાડેહે, જો મા શરીરામાય કામ કોઅહે.


કાહાકા જો તુમા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહા તે પોરમેહેરાપાઅને દુઉ ઓઅય જાહા, એને જો તુમા પવિત્ર આત્મા સામર્થ્યાકોય પાપી સ્વભાવા ઇચ્છાકોય જીવન જીવના બંદ કોઅય દાહા, તે તુમા જીવતે રાહા.


યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા.


પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.


જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.


યાહાટી તુમા ગેર યહૂદી આમી પારદેશી એને મુસાફરી નાંય રિયા, બાકી પવિત્ર લોકહાઆરે સભ્ય બોની ગીઅલા હેય, એને તુમા પોરમેહેરા કુટુંબા બોની ગીઅલા હેય.


યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.


યાહાટી ચ્યે ખારાબ ઇચ્છાહા પાઅને દુઉ રો, જ્યો જુવાન લોક કોઅરાહાટી આકર્ષિત કોઅત્યોહો, એને જ્યેં ચોખ્ખાં મોનાકોય પ્રભુ આરાધના કોઅતેહે, ચ્યાહાઆરે તું ન્યાયપણા એને બોરહો એને પ્રેમ એને મેળમિલાપા પીછો કોઓ.


યા બોદા લોક જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, ચ્યે વસ્તુહુલ મેળવ્યા વોગાર મોઅઇ ગીયે, જ્યાહાન પોરમેહેરે વાયદો કોઅયેલ. બાકી ચ્યાહાય દુરથી એઇન આનંદિત જાયા એને માની લેદા, એને ઇબી જાંઅયા કા આમા દોરત્યેવોય પરદેશી હેજે.


બાકી ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ભલે આમા યો વાતો આખી રીયહા બાકી, આમહાન બોરહો હેય કા યો ચેતાવણ્યો તુમહેહાટી નાંય હેય, તુમા હારાં કામ કોઅય રીયહે, કાહાકા પોરમેહેરે પેલ્લાજ તુમહાન બોચાવી લેદહે.


તુમહામાય લોડાય એને જગડો કેસને યેતહા? ઈ ચ્ચે સ્વાર્થી ઇચ્છાકોય યેતહે જીં તુમહેમાય જુલાતેહે.


આંય, પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, આંય ઈ પત્ર પોરમેહેરા નિવાડલા ચ્યા લોકહાન લોખી રિયહો, જ્યેં કા પુન્તસ, ગલાતીયા, કાપાદોકિયા, આસિયા, એને બિથુનિયા વિસ્તારા આલાગ શેહેરાહામાય પરદેશાહા હારકે રોતેહેં.


જોવે તુમા, ઓ આબા આખીન ચ્યાલ પ્રાર્થના કોઅતાહા, તે યે વાતેલ યાદ રાખા, કા તો પક્ષપાત કોઅયા વોગાર, હર યોક માઅહા કામહા પરમાણે ન્યાય કોઅહે, યાહાટી જોવે તુમા દોરત્યેવોય પારદેશી બોનીન રોતહા, તે ચ્યા દાક રાખીન પોતાના જીવન જીવા.


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ચ્યે દુઃખ દેનાર્યે વસ્તુહુ બારામાય નોવાય મા પામહા જ્યા લીદે તુમા દુઃખ ઉઠાવી રીયહા, કાહાકા તુમા ખ્રિસ્તા હેતા. બાકી યો વસ્તુ ઈ દેખાડાહાટી ઓઅય રિયહો કા કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, યાહાટી, ઈ નાંય વિચારના કા તુમહેઆરે કાય નોવાય ઓઅય રીયહા.


એટલે ભવિષ્યામાય આપહે બાકી રીઅલા શારીરિક જીવન માઅહા ઇચ્છા પરમાણે નાંય બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે જીવતા રા.


ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, આમી આંય તુમહાન ઈ બિજા પત્ર લોખતાહાવ, માયે તુમહાન યે બેની પત્રે યાહાટી લોખ્યેહેં, એટલે જ્યો વાતો તુમા પેલ્લેથી જાંઅતાહા, ચ્યાહા બારામાય તુમહાન યાદ દેવાડવાથી આંય તુમહે મોનામાય શુદ્ધ વિચાર પેઅદાહા કોઅઇ હોકુ.


Lean sinn:

Sanasan


Sanasan