Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:7 - ગામીત નોવો કરાર

7 યા દુઃખહા મોતલાબ ઈ દેખાડના હેય કા, કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા કા નાંય. ઈસુ ખ્રિસ્તામાય તુમહે બોરહો હોના કોઅતો બોજ કિમતી હેય, જેહેકેન નાશમાન હોનાલ આગડાકોય પારાખલા જાહાય એને શુદ્ધ કોઅલા જાહાય, ચ્યેજ રીતે તુમહે બોરહો આગડા હારકા દુઃખહા થી પારખ્યા પાછે બી મજબુત રોહે, તે ઈ ચ્યે દિહી તુમહાન બોજ પ્રશંસા એને મહિમા એને માનપાન દેવાડી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યા દુનિયામાય યેઅરી.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:7
53 Iomraidhean Croise  

ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચ્યે સમયે જોવે માઅહા પોહો ચ્યા સુંદરતામાય ચ્યા રાજગાદ્યેવોય બોહોરી, તોવે તુમા જ્યા મા શિષ્ય બોન્યાહા, તુમા હોગા બાર રાજગાદ્યેવોય બોહીન ઈસરાયેલ દેશા બાર જાત્યેહે ઉપે ન્યાય કોઅહા.”


ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”


ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”


તુમહે મિલકાત વેચી દિયા, એને ગોરીબાહાન દાન દિયા; એને મોજરાય નાંય જાય ઓહડી ઠેલી રાખા, બાકી આપહેહાટી હોરગામાય મિલકાત બેગા કોઅયા, તાં ઘોટી નાંય જાય, જ્યા પાહાય બાંડ નાંય યેય, એને ઉદાડા નાંય ખાય.


માઅહા પોહા પાછો યેઅના દિહી બી એહકોયજ ઓઅરી.


જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.


તુમા માયેવોય બોરહો નાંય કોઇ હોકે, કાહાકા તુમા યોકબીજા પાયને માન હોદતાહા, એને તુમા યોકુજ પોરમેહેરા પાયને માન મિળવા કોશિશ નાંય કોએત.


પિત્તરે સિમોનાલ આખ્યાં, “તું એને તો પોયહા નાશ ઓઈ જાય, કાહાકા તુયે પોરમેહેરા દાન પોયહાકોય વેચાતાં લેયના વિચાર કોઅયા.


બાકી જીં હારાં કામ કોઅહે, ચ્યા બોદહાલ મહિમા એને આદર એને શાંતી મિળી, પેલ્લા યહૂદી લોકહાન પાછે ગેર યહૂદી લોકહાન.


બાકી યહૂદી તોજ હેય, જો ચ્યા મોનામાય યહૂદી હેય, એને સુન્નત તી હેય, જીં પવિત્ર આત્માકોય એને હૃદયાકોય કોઅલા જાહે, બાકી તી નાંય હેય, જીં મૂસા નિયમાહા નુસાર કોઅલા જાહે, ઓહડા લોકહા વાહવા લોકહાકોય નાંય ઓએ, બાકી પોરમેહેર ચ્યાહા વાહવા કોઅહે.


એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.


કાહાકા ચ્યા બોનાડલી બોદી દુનિયા મોઠી આશેકોય પોરમેહેરા પોહહા રુપામાય પ્રગટ ઓઅના વાટ જોવી રિઅલી હેય.


જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યી તોવે દરેક માઅહા કામાહાન આગડાકોય પારખી. ઈજ આગ દરેકા કામહાલ સાબિત કોઅરી.


યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.


ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.


યાહાટી, હારેરીતે વિચાર કોઆ એને પોતાના મોનાલ કાબુમાય રાખા, એને હાચવીન રા એને ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના સમયે તુમહાન મિળનારા તારણાહાટી પુરી-પુરી આશા રાખા, જીં પોરમેહેર તુમહાન પોતાના સદા મોયાથી દેઅરી, જોવે ઈસુ ખ્રિસ્ત હોરગામાઅને, પાછો યા દુનિયામાય યેઅરી.


તુમહે ઈસુવોય બોરહા લીદે, પોરમેહેર તુમહાન પોતાના સામર્થ્યા થી હારેરીતે હાંબાળ રાખી રિયહો, જાવ લોગુ તુમા પુરાં તારણ નાંય મેળવી લેય જીં ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના દિહી દેખાડાહાટી તિયાર હેય.


આમી તુમા પ્રભુ ઈસુપાય યેનહા, જો યોક ઈમારતે પાયામાય થોવલો યોક મહત્વા દોગાડા હારકો હેય, બાકી તો જીવતો દોગાડ હેય. કોલહાક લોકહાય ચ્યાલ નાકારી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ નિવડયો એને ચ્યાલ બોજ કિમતી ગોણહે.


ઓ દોગાડ તુમહેહાટી બોજ કિમતી હેય, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, બાકી જ્યા લોક ચ્યાવોય બોરહો નાંય કોએત ચ્યાહા બારામાય પવિત્રશાસ્ત્ર આખહે કા, “જો દોગાડ કોડયાહાય ઉપયોગ કોઅના નકામ્યો ગણ્યો, તો ઈમારતે પાયામાય બોદહાથી કિમતી દોગાડ બોની ગીયહો.”


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, ચ્યે દુઃખ દેનાર્યે વસ્તુહુ બારામાય નોવાય મા પામહા જ્યા લીદે તુમા દુઃખ ઉઠાવી રીયહા, કાહાકા તુમા ખ્રિસ્તા હેતા. બાકી યો વસ્તુ ઈ દેખાડાહાટી ઓઅય રિયહો કા કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, યાહાટી, ઈ નાંય વિચારના કા તુમહેઆરે કાય નોવાય ઓઅય રીયહા.


બાકી યા બારામાય ખુશ રા, કાહાકા તુમહાન ચ્યા દુ:ખાહામાય યોક ભાગ મિળ્યહો જ્યેં ખ્રિસ્તાલ મિળલે આતેં. યા લીદે, જોવે ખ્રિસ્ત બોદા લોકહાન પોતાની મહિમા પ્રગટ કોઅરાહાટી પાછો યેઅરી તે તુમહે આનંદ હાચ્ચોજ મોઠો રોઅરી.


કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.


આંય સિમોન પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા સેવાક એને નિવાડલો પ્રેષિત હેતાંવ, તુમહે બોદહાહાટી લોખી રિયહો, જો ચ્યા બોજ કિમત્યા બોરહાલ મેળવી હોકહ્યા, જો આમહેમાય હેય, તો બોરહો આમહે પોરમેહેર એને તારણારા ઈસુ ખ્રિસ્તાથી આમહાન દેનલો ગીયહો, જો આમહાન પોરમેહેરાઆરે હાચ્ચો ઠોરવેહે.


યા બોદહાથી પોરમેહેરે આમહાન બોજ મહાન એને કિમતી વાયદા દેનહા, યાકોય આપા દુનિયા ખારાબ અભિલાષાહા પાઅને જ્યો લોકહાન નાશ કોઅત્યોહો, સુટે ઓઅય હોકજે એને પોરમેહેરા સ્વભાવા સહભાગી ઓઅય હોકજે.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, જોવેકા તુમા યો વાતો ઓઅરા વાટ એએતાં રીયહા, યાહાટી ઓહડા જીવન જીવા, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે, એને જો શુદ્ધ એને બુલવોગાર રોય એને યોકબીજાઆરે શાંતિથી રા.


પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.


વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


યાહાટી આંય તુલ સલાહ દેતાહાવ, તું માયેપાઅને ચોખ્ખાં હોના વેચાતાં લે, જેથી તું આસલીમાય માલદાર બોની જાય, એને તું માયેપાઅને પોવાહાટી ઉજળેં ડોગલેં વેચાતે લેય લે, જેથી તો શરીર ડાકાલા રોય એને તુલ શરામ નાંય ઓએ, એને તુલ તો ડોળાહા સારવાર કોઅરાહાટી માયેપાઅને અંજન વેચાતાં લેય લે, જેથી તુલ દેખાયાં લાગે.


Lean sinn:

Sanasan


Sanasan