Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:4 - ગામીત નોવો કરાર

4 આમા ચ્યા મહાન બોરકાતેહેલ મેળવાહાટી વાટ જોવજેહે, જીં ચ્યાય આપહેહાટી તિયાર કોઇન હોરગામાય થોવલી હેય, જાં તી નાંય હોડે એને નાંય તી ખારાબ ઓએ, એને નાંય તી મિટાય જાય.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:4
27 Iomraidhean Croise  

તોવે, રાજા ચ્યા જમણી વાળાહાલ આખરી, ‘ઓ મા આબહા બોરકાતવાળા લોક, યા, એને મા એને ચ્યા રાજ્યા ઓદિકારી ઓઅઇ જાય, જીં દુનિયા શુરવાતથી તુમહેહાટી તિયારી કોઅલા હેય.


એને જેહોકોય ઈસુ એને ચ્યા શિષ્ય તાંઅરે નિંગા તિયાર ઓઅઇ ગીયા, તોવે યોક માઅહું દાંહદીન ઈસુવાપાય યેના, એને ચ્યા આગલા પાગે પોડીન ચ્યાલ પુછ્યાં કા, “ઓ ગુરુ, કાય કામ કોઉ કા પોરમેહેર માન અનંતજીવન દેય?”


આમી આંય તુમહાન પોરમેહેરા એને ચ્યા સદા મોયા વચનાલ હોઅપી દેતહાવ, જીં તુમહાન બોરાહામાંય મજબુત કોય હોકહે, એને પોરમેહેર તુમહાન તાબો દેઅરી જ્યાહાન દેયના વાયદો ચ્ચાય ચ્ચા બોદા લોકહાન કોઅલો હેય, જો ચ્ચા કોયન પવિત્ર કોઅલે ગીઅલે હેય.


કા ચ્ચા અંધકાર માઅને ઉજવાડા એછે, એને સૈતાના ઓદિકારા ઇહિને પોરમેહેરાએછે ફિરે, એને પોતાના પાપહા પોરમેહેરા પાયને માફી મિળવે, એને ચ્ચા લોકહા હાતે યોક જાગો મિળવે જ્યા યાહાટી પવિત્ર કોઅલા ગીયહો કાહાકા માયેવોય બોરહો કોઅતાહા.


એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.


જ્યા લોક કુસ્તીમાય ભાગ લેતહેં, ચ્યે પેલ્લા અભ્યાસ કોઅતેહે એને પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોએ, બાકી પોતે તાબામાંય રોતેહેં, ચ્યે યાહાટી એહેકેન કોઅતેહે જેથી જીતી હોકે એને આદર મિળવે, ચ્યાહા આદર કોઅરાહાટી ફુલહા આર પોવતેહે, જીં લાંબા સમયાલોગુ નાંય રોય. બાકી આમા જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યે આદર પામી એને જીં બોરકાત દી તી સાદાહાટી બોની રોય, યાહાટી આપહાન પોતાની ઇચ્છા પુરી કોઅરાહાટી કોશિશ નાંય કોઅરા જોજે.


જો પોરમેહેર લોકહાન મૂસા નિયમ પાળનાકોય બોરકાત દેતો, તે ચ્યો બોરકાત્યો વાયદા લીદે આમહેપાય નાંય યેત્યો, બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આબ્રાહામાલ તી બોરકાત દેની કાહાકા ચ્યાય પેલ્લા ચ્યાઆરે કરાર કોઅલો આતો.


કાહાકા આપા ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય, આપહાન પોરમેહેરા પાયને વારસો મિળી, કાહાકા પોરમેહેરાય આપહાન પેલ્લાજ નિવાડલા આતા, એને પોરમેહેર ચ્યા યોજના ઇસાબે બોદા કામ કોઅહે.


પવિત્ર આત્માબી યોક ગેરાંટયે હારકા હેય જી યે વાતેલ સાબિત કોઅહે કા પોરમેહેર આમહાન વારસાય દેઅરી જ્યાલ દેઅના વાયદો ચ્યાય કોઅલો હેય એને જ્યાહાલ ચ્યાય પોતાના લોક ઓઅરાહાટી વેચાતાં લેદલા હેય, એટલે પોરમેહેરા મહિમા એને સ્તુતિ ઓએ.


આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.


એને પોરમેહેર આબહાલ ધન્યવાદ દેતે રા, કાહાકા ચ્યાય તુમહાન યે લાયકે બોનાવ્યાં કા તુમા હોરગા રાજ્યમાય રોનારા પવિત્ર લોકહાઆરે વારસા સહભાગી બોને.


તુમા એહેકેન ચ્યે આશા લીદે કોઅતેહે, જીં હોરગામાય તુમહેહાટી થોવલાં હેય, તુમા પેલ્લાથીજ ચ્યા બારામાય વોનાલે હેય, જોવે પેલ્લાદા લોક તુમહાપાય યેના એને તુમહાન ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખી, જો પોરમેહેરા હાચ્ચો સંદેશ હેય.


કાહાકા તુમા જાંઅતાહા કા પ્રભુ તુમહાન વારસાયે બોદલો દેઅરી, તુમા તે પ્રભુ ખ્રિસ્તા સેવા કોઅતાહા.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય.


યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા.


દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.


ખારાબા બોદલે ખારાબ મા કોઅહા નાંય નિંદા બોદલે નિંદા કોઅના, બાકી યા ઉલટાં બોરકાતુજ દા કાહાકા પોરમેહેરે તુમહાન યાહાટીજ હાદ્યાહા, જો તુમા એહેકેન કોઅતાહા તે પોરમેહેર તુમહાનબી બોરકાત દેઅરી.


કાહાકા જોવે ઈસુ ખ્રિસ્ત, જો કા આમહે મુખ્ય ગોવાળ હેય, પાછો ફિરી યેઅરી, તોવે તુમહાન યોક કોદહીજ કરમાય નાંય જાય ઓહડો મહિમાયે મુગુટ દેઅરી.


બાકી કાયબી ખારાબ તાં પ્રવેશ નાંય કોઅરી, કાદાબી ઓહડા માઅહું જીં લાજારવાણહા કામ કોઅહે કા જુઠા બોલહે તાં પ્રવેશ નાંય કોઅરી. બાકી કેવળ જ્યા લોકહા નાંવ ગેટા જીવના ચોપડયેમાય લોખલે હેય ચ્યેજ જાય હોકી.


Lean sinn:

Sanasan


Sanasan