Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:3 - ગામીત નોવો કરાર

3 આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:3
56 Iomraidhean Croise  

ચ્યાહા જન્મો આયહે આબહા ઇચ્છાકોય નાંય, કા યોકા માઅહા પોહા પૈદા કોઅના મોરજયેકોય નાંય, કા માઅહા ઇચ્છાકોય નાંય જાયો, બાકી પોરમેહેરા પાયને જન્મો જાયો.


તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.


આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.


ઈસુ આપહે પાપહાહાટી મોઅઇ ગીયો, એને આપહાન ન્યાયી ઠોરવાહાટી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો બી કોઅયો.


કાહાકા જોવે આપા પોરમેહેરા દુશ્માન આતેં, તોવે પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા મોરણાકોય આપહે પોરમેહેરાઆરે મેળમિલાપ જાયો, યાહાટી આપહાન ખાત્રી હેય કા જોવે આપહે ચ્યાઆરે મેળમિલાપ ઓઅય ગીયો, તે તો આપહાન નોક્કીજ બોચાવી.


એને જો પોરમેહેરા આત્મા જ્યાંય ઈસુલ મોઅલા માઅરે જીવાડયો, તુમહેમાય વાસ કોઅહે, જ્યાંય ખ્રિસ્તાલ મોઅલા માઅને જિવાડયોહો, તો તુમહે નાશમાન શરીરાલ બી પોતા આત્માકોય જો તુમહેમાય વાસ કોઅહે જીવાડી.


આમી જોવે પોરમેહેરાય આપહાન તારણ કોઅલા હેય, તે આપહેપાય ઈ આશા હેય, બાકી જોવે તુમા આજુ કાય મિળવા ઇચ્છા કોઅય રીઅલે હેય જીં તુમહેપાય પેલ્લાથી હેય, તે તી આશા નાંય આખાય, એને કાદાબી માઅહું ચ્યે વસ્તુલ મિળવા ઇચ્છા નાંય કોઅય જીં વસ્તુ ચ્યાવોય પેલ્લાથીજ હેય.


યાહાટી આમી યે તીન પ્રકારા કામે કોઅરા જોજે, પોરમેહેરાવોય બોરહો કોઅના, પોરમેહેરા વાયદાવોય આશા રાખના, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅના, બાકી યા તીનહયા માઅને બીજહાવોય પ્રેમ કોઅના બોદહા કોઅતા મોઠાં હેય.


બાકી આસલી ઈ હેય કા પોરમેહેરાય હાચ્ચાંજ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જ્યા લોક મોઅઇ ગીઅલે હેય ચ્યાહામાઅને પાછો જીવતો ઓઅનારો પેલ્લો માઅહું હેય.


આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા એને પોરમેહેર આબહા સ્તુતિ ઓએ, જો બોજ દયાળુ આબહો એને બોદ્યેજ જાત્યે દિલાસાનો પોરમેહેર હેય.


જ્યા લોક યા નિયમા પાલન કોઅતાહા, પોરમેહેર ઈસરાયેલાવોય દયા કોઅહે એને ચ્યા શાંતીકોય રોય, કાહાકા ચ્યા પોરમેહેરા નિવાડલા લોક હેય.


આંય ઈ પ્રાર્થના કોઅતાહાંવ કા મહિમામય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામય આબહો એને મહિમા આબહો, તુમહાન આત્મિક જ્ઞાન એને બુદ્દિ દેય, જેથી તુમા આજુ વોદારી પોરમેહેરાલ હારેકોય હોમજી હોકા.


ધન્ય હેય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબો, કાહાકા ચ્યાય આપહાન હોરગામાઅને દરેક જાત્યા આત્મિક વરદાન દેનલા હેય.


ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.


બાકી પોરમેહેર બોજ દયાળુ હેય, ચ્યા પોતાના મોઠા પ્રેમ કોઅના લીદે જ્યાકોય ચ્યાય આમહાવોય પ્રેમ કોઅયા.


પોરમેહેરા શક્તિકોય જો આપહામાય કામ કોઅય રિયહો, આપહે માગના એને કલ્પના કોઅના કોઅતા બોજ વોદારી પોરમેહેર કોઅય હોકહે.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, આમહે મોરજી હેય કા જ્યેં મોઅઇ ગીયે ચ્યા બારામાય તુમહાન જાણ જોજે, એહેકેન નાંય ઓઅય કા તુમહાન ચ્ચાહા રોકા શોક કોઆ જ્યાહાન આશા નાંય હેય, કા ચ્યે મોઅલા માઅને પાછો જીવતે ઓઅનારે હેય.


આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.


આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો.


એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.


બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.


ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.


યાહાટી, હારેરીતે વિચાર કોઆ એને પોતાના મોનાલ કાબુમાય રાખા, એને હાચવીન રા એને ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના સમયે તુમહાન મિળનારા તારણાહાટી પુરી-પુરી આશા રાખા, જીં પોરમેહેર તુમહાન પોતાના સદા મોયાથી દેઅરી, જોવે ઈસુ ખ્રિસ્ત હોરગામાઅને, પાછો યા દુનિયામાય યેઅરી.


ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.


કાહાકા તુમહાન પોરમેહેરાપાઅને યોક નોવા જીવન મિળ્યહા, તુમહાન ઈ જીવન કાદ્યે ઓહડયે વસ્તુ થી નાંય મિળ્યાં, જીં નાશ ઓઅય જાઅરી, બાકી કાય ઓહડયે થી મિળ્યાં જીં કાયામ રોઅરી, એટલે, પોરમેહેરા જીવતા એને અનંત વચન થી મિળ્યહા.


જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.


બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.


ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.


પેલ્લા સમયામાય રોનાર્યો પવિત્ર થેઅયોબી, જ્યો પોરમેહેરાવોય આશા પોતે-પોતાલ યે રીતેથી શણગારત્યો એને પોત-પોતાના માટડાહા આધીન રોત્યો આત્યો.


જો તુમા જાંઅતેહે, કા ખ્રિસ્ત ન્યાયી હેય, તો ઈ બી જાંઅતેહે, કા જો કાદો ન્યાયપણા કામ કોઅહે, તો પોરમેહેરા પોહો હેય.


એને જો કાદો ખ્રિસ્તાવોય ઓહડી આશા રાખહે, તો પોતે એહેકોય પવિત્ર બોનહે જેહેકોય ખ્રિસ્ત પવિત્ર હેય.


જ્યેં પોરમેહેરા પોહેં હેય ચ્યે પાપ કોઅયા નાંય કોએત, કાહાકા પોરમેહેરા વચન ચ્યાહામાય બોની રોહે, ચ્યે પાપ કોયજ નાંય હોકે, કાહાકા ચ્યે પોરમેહેરા પોહેં હેય.


ઓ પ્રિયાહાય, આપહાય યોક બિજાવોય પ્રેમ કોઆ, કાહાકા પ્રેમ પોરમેહેરાપાઅને હેય, એને જ્યેં બીજહાવોય પ્રેમ કોઅતેહે, ચ્યે પોરમેહેરા પોહેં હેય, એને પોરમેહેરાલ જાંઅતેહે.


જ્યા કાદા ઓ બોરહો હેય કા ઈસુજ ખ્રિસ્ત હેય, ચ્યે પોરમેહેરા પોહેં હેય, એને જ્યેં કાદે પોરમેહેર આબહાવોય પ્રેમ કોઅહે, જ્યેં ચ્યા પોહેં હેય.


આપા જાંઅજેહે, કા જીં કાદા પોરમેહેરા પોહો હેય, તો પાપ કોઅયાજ નાંય કોએ, કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ચ્યાલ બોચાવી રાખહે, એને સૈતાન ચ્યાલ આથ નાંય લાવી હોકે.


કાહાકા જ્યેં પોરમેહેરા પોહેં હેય, ચ્યે દુનિયાવોય જીત મેળાવતેહે, તી જીત, જીં દુનિયાલ આરવી દેહે આપહે બોરહો હેય.


Lean sinn:

Sanasan


Sanasan