14 આગના માનનારા પોહહા હારકા પોરમેહેરા આગનાયે પાલન કોઆ એને ચ્યા ખારાબ કામહાલ મા કોઅહા, જ્યાહાલ તુમા તોવે કોઅના ઇચ્છા રાખતા આતા, જોવે તુમા પોરમેહેરા હાચ્ચાયેલ નાંય જાઅતા આતા.
આમી લોગુ પોરમેહેરે લોકહા અજ્ઞાનતાના સમાયાવોય દિયાન નાંય દેના, બાકી આમી બોદે જાગે બોદાજ માઅહાલ પાપ કોઅના બંદ કોઅના આગના દેહે.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.
એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.
કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.
તુમહાન ઈ કામ જુઠી મોરજયેકોય નાંય કોઅરા જોજે, જેહેકેન જ્યા લોક પોરમેહેરાલ નાંય જાંએત ચ્યાહા હારકા નાંય કોઅના.
પોરમેહેર આબહે બોજ પેલ્લેથીજ તુમહાન પોતાના લોક ઓઅરાહાટી એને પવિત્ર આત્મા કામથી તુમહાન પવિત્ર કોઅરાહાટી નિવડી લેદલા આતા. ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તુમા ઈસુ ખ્રિસ્તા આગનાયે પાલન કોએ, એને ચ્યા લોયેથી શુદ્ધ ઓએ. તુમહાન બોજ સદા મોયા એને શાંતી મિળતી રોય.