Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 પિતરનો પત્ર 1:12 - ગામીત નોવો કરાર

12 બાકી પોરમેહેરાય યા ભવિષ્યવક્તાહાન દેખાડયાં કા ચ્યાહા સંદેશ પોતાનાહાટી નાંય બાકી તુમહેહાટી આતો. તો સંદેશ ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે બારામાય હેય, જો તુમા આમી વોનાયાહા. પોરમેહેરાય હોરગામાઅને ચ્યા પવિત્ર આત્મા દોવાડયા કા તુમહાન હારી ખોબાર આખાહાટી લોકહા મોદાત કોએ. ઈ બોદા ઓલા નોવાયે હેય કા ઓલે લોગુ કા હોરગા દૂત બી આનંદથી યે વાતહેલ ઓઅતા એઅય રીયહા.

Faic an caibideil Dèan lethbhreac




1 પિતરનો પત્ર 1:12
56 Iomraidhean Croise  

ચ્યે સમયે ઈસુવે આખ્યાં, ઓ આબા, હોરગા એને દોરતી પ્રભુ, તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો.


મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.


ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.


એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા આખા દુનિયામાય જાં, એને બોદી જાત્યે લોકહાન હારી ખોબાર જાહેર કોઆ.


આંય તુમહાન આખહુ, કા યેજ રીતે યોક પાપ કોઅનારો જોવે પાપ કોઅના બોંદ કોઅરી ચ્યાહાટી પોરમેહેરા હોરગા દૂતહા હામ્મે આનંદ ઓઅહે.”


એને પવિત્ર આત્માય ચ્યાલ આખ્યાં કા, “પ્રભુ ખ્રિસ્તાલ એઅયા વોગાર તું નાંય મોઅહે.”


ચ્યા નિંગીન ગાંવે-ગાંવે હારી ખોબાર આખતા, એને બોદી જાગે દુ:ખ્યાહાન હારેં કોઅતા ફિરતા રિયા.


આંય આબાઇહીને તુમહેહાટી યોક મોદાત્યો દોવાડીહી, તો આત્મા હેય, જીં આબહા પાઅને યેહે, એને જીં હાચ્ચાં હેય તી પ્રગટ કોઅહે, જોવે તો યી, તોવે તો તુમહાન મા બારામાય આખરી.


પિત્તર યો વાતો આખી રિઅલો આતો કા વચન વોનાનારાહાવોય પવિત્ર આત્મા ઉતી યેના.


ચ્યા ઈ દર્શન દેખીન આમહાય તારાતુજ મોકોદુનિયા વિસ્તારામાય જાઅના વિચાર્યા, ઈ હોમજીન કા પોરમેહેરાય આમહાન ચ્યાહાન હારી ખોબારે સંદેશ દાંહાટી હાદ્યાહા.


આમી તો હોરગામાય પોરમેહેરા જમણા આથા મોઠા માનાપાના જાગાવોય બોઠલો હેય, એને આબહાય ઈસુલ પવિત્ર આત્મા દેના જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, એને ઈસુય પવિત્ર આત્મા આમહાન દેનલા હેય, જેહેકેન કા આજે તુમા એઅતેહે એને વોનાતેહે.


જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.


તોવે પિત્તર પવિત્ર આત્માકોય બોઆય ગીયો એને ચ્યે આગેવાનહાન આખ્યાં.


તોવે પિત્તર એને યોહાનાય સાક્ષી દેયન એને પ્રભુ ઈસુ વચન આખીન યેરૂસાલેમ શેહેરમાય પાછા ફિરતા સમયે ચ્યા સમરૂન ભાગા બોજ ગાવહામાય હારી ખોબારે પ્રચાર કોઅતા ગીયા.


યાહાટી આંય તુમહાનબી જ્યા રોમ શેહેરામાય રોતહા, હારી ખોબાર આખાહાટી તિયાર હેતાંવ.


કાહાકા જ્યેં પેલ્લેથી છેલ્લે લોગુ હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, ચ્યાહાન પોરમેહેર ચ્યાઆરે ન્યાયી ઠોરવેહે, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં માઅહું બોરહાકોય પોરમેહેરાઆરે ન્યાયી ઠોરલાં હેય તી જીવતા રોય.”


એને પ્રચારક નાંય દોવાડે, તે પાછે લોક કેહેકેન વોનાય હોકે? જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “હારી ખોબાર પ્રચાર કોઅનારા લોકહા યેઅના કોલાં હારાં હેય.”


પવિત્ર આત્માકોય દેનલા સામર્થ્યકોય માયે અદભુત કામ એને ચમત્કાર કોઅયા, ઈહીં લોગુ કા આંય યેરૂસાલેમ શેહેરાપાઅને લેઈને ઇલ્લુરિકુમ ભાગ લોગુ તાઅને બોદા લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.


બાકી પોરમેહેરાય યો વાતો આમહાવોય એટલે પ્રેષિતાહાવોય પવિત્ર આત્માથી પ્રગટ કોઅલા હેય, કાહાકા પવિત્ર આત્મા બોદ્યો વાતો, એટલે પોરમેહેરા દોબલ્યો વાતોબી જાંઅહે.


આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન,


માન ઈ હારી ખોબાર આગલ્યા ડાયહા પાઅને નાંય મિળી એને નાંય કાદા માઅહાય માન હિકાડી, બાકી ઈસુ ખ્રિસ્તાય માન હારી ખોબાર હોમજાંહાટી મોદાત કોઅયી.


જોવે પોરમેહેરે પોતાના પોહો, ઈસુ ખ્રિસ્તાલ મા હામ્મે પ્રગટ કોઅયો, કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, માયે યા બારામાય કાદાવોઅને સલાહા નાંય લેદી.


એટલે આમી મંડળી કોય, પોરમેહેરા આલાગ-આલાગ પ્રકારા જ્ઞાન ચ્યા પ્રધાન એને ઓદિકાર્યાહા વોય જ્યા હોરગ્યા જાગામાય હેય, પ્રગટ કોઅલા જાય.


કાહાકા ઓ બાહાહાય, તુમહાન આમહે કોઠણ મેઅનાત કોઅના યાદ ઓઅરી, તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબારે પ્રચાર કોઅતા સમયે આમા રાત-દિહી કામ-ધંદો કોઅતા રિયા, કા આમહાન જીં ગોરાજ હેય તી પુરાં કોઅરાહાટી તુમહાન કાય દેઅના ગોરાજ નાંય પોડે.


હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો.


યા બોદા લોક જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો, ચ્યે વસ્તુહુલ મેળવ્યા વોગાર મોઅઇ ગીયે, જ્યાહાન પોરમેહેરે વાયદો કોઅયેલ. બાકી ચ્યાહાય દુરથી એઇન આનંદિત જાયા એને માની લેદા, એને ઇબી જાંઅયા કા આમા દોરત્યેવોય પરદેશી હેજે.


એને હાતેજ પોરમેહેર બી પોતાની ઇચ્છા પરમાણે ચિન્હે, એને અદભુત કામે, એને જુદે-જુદે જાત્યે સામર્થ્યા કામે, એને, પવિત્ર આત્મા વરદાનાહાલ વાટવાથી સાબુત કોઅતો રિયો કા ઓજ હાચ્ચો હેય.


કાહાકા જેહેકેન આમહાય ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા, તેહેકેનુજ ઈસરાયેલા લોકહાયબી આરામા જાગામાય જાઅના હારી ખોબાર વોનાયા, બાકી ચ્યાહાય યાવોય બોરહો નાંય કોઅયો, યાહાટી, તો સંદેશ ચ્યાહાહાટી નોકામ્યો આતો.


બાકી પોરમેહેરા વચન કાયામુંજ ટકી રોહોય.” ઈ વચન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર હેય જીં તુમહે વોચમાય પ્રચાર કોઅલો ગીઅલો આતો.


ઈ કારણ હેય કા મોઅલાહાન બી હારી ખોબાર વોનાડલી ગીયી, જ્યેથી જોવે ચ્યા શરીરામાય માઅહા હારકો મોઅઇ ગીયો, તેરુંબી આત્મામાય ચ્યા પોરમેહેરા હારકા જીવતા રિયા.


આંય પાછી નાંય ગોણાય ઓલા હોરગા દૂતહા આવાજ વોનાયો, જ્યા રાજગાદી, એને ચાર પ્રાણ્યાહા એને ચ્યોવીસ વડીલાહા ચોમખી ઉબલા દેખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan