14 આપા પોરમેહેરાઆરે જોડાલા રોજહે તોવે એને આપહાન પોરમેહેરાવોય પુરી ખાત્રી હેય કા જોવેબી આપા ચ્યા ઇચ્છા પરમાણે માગતાહા, તોવે તો આપહે વોનાયેહે.
એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”
એને આંય જાંઅતાહાંવ કા સાદા મા વોનાતોહો, બાકી જીં ગીરદી આજુ-બાજુ ઉબલી હેય, ચ્યાહા લીદે માયે મોઠેરે બોંબલીન આખ્યાં, જ્યાથી ચ્યા બોરહો કોએ, કા તુયે માન દોવાડયોહો.”
એને જીં કાય તુમા મા નાવાકોય માગહા તીંજ આંય કોઅહી કા પોહાકોય આબહા મહિમા ઓએ.
જોવે તુમા માંયેમાય બોની રાહા, એને મા શિક્ષણ તુમહેમાય રોહોય, તોવે તુમા જીં કાય માગહા તીં તુમહાન મિળી.
આમી લોગુ તુમહાય મા શિષ્ય ઓઅવાથી આબહાવોય કાયજ નાંય માગ્યાં, માગા એને તુમહાન મિળી જાય, કા તુમહે આનંદ વોદતો જાય.
આમા જાંઅજેહે કા, પોરમેહેર પાપી લોકહા નાંય વોનાયે, બાકી જીં માઅહું પોરમેહેરા ભક્ત હેય એને પોરમેહેરા મોરજયેકોય જીવહે, તો ચ્યા વોનાયેહે.
ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, આપહાન પોરમેહેરા હજર્યેમાય યાહાટી ઈંમાત એને ઓદિકાર હેય.
યાહાટી ઈંમાત મા છોડાહા, એટલે કા પોરમેહેર તુમહાન મોઠા પ્રતિફળ દેઅરી.
કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
તુમા માગતાહા તેરુંબી તુમહાન નાંય મીળે, કાહાકા ખારાબ ઇચ્છાકોય માગતાહા, યાહાટી કા આપહે મોજ-મોજ્યામાય ઉડવી દા.
યાહાટી તુમા આપસમાય યોક બિજા હામ્મે આપહે-આપહે પાપાહા કોબુલ કોઆ, એને યોકા બિજા હાટી પ્રાર્થના કોઆ, જ્યાકોય હારાં ઓઅય જાહા, ન્યાયી માઅહા પ્રાર્થનાયે બો બોદી અસર ઓઅય હોકહે.
ઓ પાહાહાય, ખ્રિસ્તાઆરે એકતામાય કાયામુંજ બોની રા, યાહાટી કા જોવે તો પાછો દુનિયામાય યેઅરી તે આમહાન ઈંમાત રોય એને આમા ચ્ચા યેયના થી ચ્ચા હામ્મે શરમિંદા નાંય ઓઅજે.