14 આપા જાંઅજેહે, કા આપહે મોરણા શક્ત્યે માઅને છુટકો ઓઈ ગીયહો એને આમી આપહાપાય અનંતજીવન હેય. કાહાકા આપા બાહાહાવોય પ્રેમ કોઅજેહે, જ્યા પ્રેમ નાંય કોએત, ચ્ચા મોરણા બંધનમાય હેય.
તોવે રાજા ચ્યાહાન જાવાબ દી, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, તુમાહાય મા યા વાહનામાય વાહના શિષ્ય માઅને યોકા આરેબી કોઅયા, તી માંજ આરે કોઅયા?”
કાહાકા ઈ એહેકોય આતા જેહેકેન મા પોહો મોઅઇ ગીઅલો આતો, પાછો જીવતો ઓઅય ગીયહો, ઓ ટાકાય ગીઅલો આતો બાકી આમી મિળી ગીયહો એને ચ્યા આનંદ મોનાવા લાગ્યા.”
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
કાહાકા તો આપહે જાત્યેવોય પ્રેમ રાખહે, એને ચ્યાયજ આપહેહાટી સોબાયે ઠિકાણાલ બી બોનાડલા હેય.
જોવે તુમા યોક બિજાવોય પ્રેમ કોઅહા, તોવે બોદે તુમહાન જાંઆય લી કા મા શિષ્ય હેતા.”
મા આગના ઈ હેય કા જેહેકોય માયે તુમહાવોય પ્રેમ કોઅયાહાં, ચ્ચે રીતે તુમાબી યોક બિજાવોય પ્રેમ કોઆ.
યે વાતહે આગના આંય તુમહાન યાહાટી દેતહાવ, કા તુમા યોક બીજહાન પ્રેમ કોઆ.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું મા વચન વોનાયેહે એને માન દોવાડયોહો ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાલ મિળી ગીયહા, ચ્યાલ ડોંડ નાંય દી, બાકી અનંતકાળના મોરણા માઅને બોચી ગીયહો એને પેલ્લો અનંતજીવનામાય જાય હોકહયો.”
કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
યા બોદા લીદે જીં પોરમેહેરાય કોઅયાહાં, જોવેને માયે પ્રભુ ઈસુવોય તુમહે બોરહો કોઅના બારામાય, એને પોરમેહેરા બોદા લોકહા પ્રતિ તુમહે પ્રેમ કોઅના બારામાય વોનાયો.
પેલ્લા તુમહાપાય પોરમેહેરાપાઅને નોવા જીવન નાંય આતા, તુમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં.
જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.
કાહાકા આમા વોનાયાહા, કા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો હેય, એને બોદા પોરમેહેરા પવિત્ર લોકહાવોય તુમા પ્રેમ કોઅતાહા.
યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા.
બાહા એને બોઅયેહે હારકા યોક બિજાવોય પ્રેમ કોઅતા રા.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.
એને નોક્કી કોઅયા કા તુમા નાંય કેવળ પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવા, બાકી ઈ બી કા તુમા તુમહે હાંગાત્યો વિસ્વાસ્યાહાવોય પ્રેમ કોઆ, જેહેકેન તુમા તુમહે બાહા એને બોઅહી આરે કોઅતેહે. એને કેવળ વિસ્વાસી બાહાહાવોયજ નાંય પ્રેમ કોઅના બાકી યોક બિજાવોય બી પ્રેમ કોઅના.
જો આપા પોરમેહેરા આગના પાળહુ, તે યાકોય આપહાન માલુમ પોડી કા આપા ચ્યાલ હાચ્ચાંજ વોળાખજેહે એહેકેન ખાત્રી લાગહે.
એને ચ્ચા આગના ઈ હેય કા આમા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તા નાવામાય બોરહો કોઅજે, એને જેહેકોય ચ્યાય આપહાન આગના દેનહી ચ્ચે રીતેકોય આપા યોકબિજાલ પ્રેમ કોઅજે.
પોરમેહેરાલ કાદેબી કોદહી નાંય દેખ્યહો, બાકી આપા યોકબિજાલ પ્રેમ કોઅજેહે, તે પોરમેહેર આમહેમાય વોહતી કોઅહે, એને ચ્યા પ્રેમ આપહામાય સિદ્ધ ઓઅતા જાહાય.
આંય ઈ પત્ર તુમહાન લોખી રિયહો, જ્યેં પોરમેહેરા પોહા નાંવા વોય બોરહો કોઅતેહે, યાહાટી કા તુમા જાંઆય લા કા તુમહેપાય અનંતજીવન હેય.
જોવે આપા પોરમેહેરાવોય પ્રેમ કોઅતેહે, એને ચ્યા આગના પાળતેહે, તે ચ્ચાથી આપા જાંઅતેહે કા આપા પોરમેહેરા પાહાહાવોય પ્રેમ કોઅજેહે.