3 જો આપા પોરમેહેરા આગના પાળહુ, તે યાકોય આપહાન માલુમ પોડી કા આપા ચ્યાલ હાચ્ચાંજ વોળાખજેહે એહેકેન ખાત્રી લાગહે.
“જોવે તુમા મા આખલ્યા નાંય માનેત, તો માન ‘ઓ પ્રભુ, ઓ પ્રભુ’ કાહા આખ્યાં કોઅતાહા?
જોવે તુમા માયેવોય પ્રેમ કોઅતાહા, તોવે મા આગના પાળહા.
જોવે તુમા મા આગના પાળહા, તોવે તુમા મા પ્રેમમાય બોની રાહા જેહેકેન આંય પોતાના આબહા આગના પાળતાહાવ એને આંય ચ્યા પ્રેમમાય બોની રોહુ જેહેકોય માયે આબહા આગના પાળહી.
જીં આગના આંય તુમહાન દેતહાવ, જોવે તુમા પાળે, તો તુમા મા દોસ્તાર હેય.
એને અનંતજીવન ઈ હેય, કા ચ્યા તુલ યોકુજ હાચ્ચો પોરમેહેરાલ, એને ઈસુ ખ્રિસ્તાલ જ્યાલ તુયે દોવાડયોહો, જાંએ.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
ઓ આબહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા જો ઈ દુનિયા બોનાવા પેલ્લાજ હેય, તુમા ચ્યાલ જાંઅતાહા. ઓ જુવાન્યાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમહાય સૈતાનાલ આરવી દેનલો હેય. ઓ પાહાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પોરમેહેર આબહાલ જાઈ ગીયહા.
આપા જાંઅજેહે, કા આપહે મોરણા શક્ત્યે માઅને છુટકો ઓઈ ગીયહો એને આમી આપહાપાય અનંતજીવન હેય. કાહાકા આપા બાહાહાવોય પ્રેમ કોઅજેહે, જ્યા પ્રેમ નાંય કોએત, ચ્ચા મોરણા બંધનમાય હેય.
એહેકેન કોઇન જાંઅજેહે કા આપા હાચ્ચાઇથી હેય, એને જ્યેં વાતહેમાય આમહે મોન આપહાન દોષી ઠોરવેહે, ચ્ચે વાતહેબારામાય આપા પોરમેહેરા હામ્મે આપહે મોનાલ ઈંમાત દેય હોકહુ.
જો કાદો ચ્ચાઆરે એકતામાય રોહે, તો પાપ નાંય કોએ, બાકી જો કાદો પાપ કોઅહે, તો ઈ નાંય હોમજે કા ખ્રિસ્ત કું હેય, એને નાંય તો ખ્રિસ્તાલ જાંઅહે.
યાકોય આપા જાંઅજેહે, કા આપા ચ્યામાય એને તો આપહેમાય વોહતી કોઅહે, એને તો આપહેઆરે એકતામાય રોહે, કાહાકા ચ્યાય પોતાના પવિત્ર આત્મા દેનલા હેય.
ઓ પ્રિયાહાય, આપહાય યોક બિજાવોય પ્રેમ કોઆ, કાહાકા પ્રેમ પોરમેહેરાપાઅને હેય, એને જ્યેં બીજહાવોય પ્રેમ કોઅતેહે, ચ્યે પોરમેહેરા પોહેં હેય, એને પોરમેહેરાલ જાંઅતેહે.
આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.
જોવે આપા પોરમેહેરાવોય પ્રેમ કોઅતેહે, એને ચ્યા આગના પાળતેહે, તે ચ્ચાથી આપા જાંઅતેહે કા આપા પોરમેહેરા પાહાહાવોય પ્રેમ કોઅજેહે.
પોરમેહેરાવોય પ્રેમ કોઅના મતલબ ઓ હેય કા ચ્યા આગના પાળના, એને ચ્યા આગના પાળના કઠીણ નાંય હેય.
ચ્યા લીદે, અજગર ચ્યે થેએયેવોય બોજ ખિજવાય ગીયો, યાહાટી ચ્યાય થેએયે વંશજાહા વિરુદ લોડાય કોઅના ઘોષણા કોઅય દેની, એટલે ચ્યા લોકહા વિરુદ જ્યા પોરમેહેરા આગના પાલન કોઅતાહા, એને ઈસુવા કોય હિકાડલી શિક્ષા અનુસરણ કોઅરાહાટી મજબુત બોની રોતહા.
યાહાટી પોરમેહેરા લોકહાહાટી ઈ જરુરી હેય, કા ચ્યે બોદે દુઃખેં સહન કોએ, જ્યાહામાઅને ચ્યે જાતહેં, એને પોરમેહેરા આગના પાલન કોએ, એને ઈસુવાવોય બોરહો કોઅના બંદ નાંય કોએ.
ધન્ય હેય ચ્યા, જ્યે પોતાને ફાડકે ગેટા લોયાથી દોવી લેતહેં, કાહાકા ચ્યાહાન શેહેરા બાઆવા માઅને જાઅના એને જીવના જાડાવોયને ફળ ખાઅના ઓદિકાર રોય.