2 આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.
ચાકારાય પાછા આખ્યાં, ઓ માલિક, જેહેકેન તુયે આખલા, તેહેકેન કોઅયા; તેરુંબી જાગો હેય.
બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.
એને જોવે આંય દોરતીવોઅને ઉચે ચોડાવલો જાહીં, તોવે બોદહાન માયેપાંય લેય લિહીં.”
એને ચ્યાહાય થેએયેલ આખ્યાં, “આમી આમા તો આખલ્યા કોય નાંય બોરહો કોઅજે, કાહાકા આમા પોતે વોનાયા એને જાંઆઈ ગીયા કા ઓ હાચ્ચોજ દુનિયા તારણારો હેય.”
યા લીદે ચ્યાલ જોજું આતાં, કા બોદયે વાતહેમાય બિલકુલ બિજા બોદા માઅહા હારકા બોની જાય, એટલે તો પોરમેહેરા હામ્મે આમહે દયાળુ એને બોરહાવાળો મહાયાજક બોની હોકે, એને લોકહા પાપહા માફ્યે હાટી પોતે પોતાલ બલિદાન કોઅઇ હોકે.
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.
બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.
એને તુમા જાંઅતાહા કા, ઈસુ ખ્રિસ્ત યાહાટી દુનિયામાય યેનો, કા પાપ કાડી ટાકે, એને ચ્ચામાય કાયજ પાપ નાંય હેય.
પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.
એને આમહાય પોહાલ દેખલો બી હેય એને સાક્ષી દેજહે કા પોરમેહેર આબહે ચ્યા પાહાલ દુનિયા લોકહાહાટી તારણારો ઓઅરાહાટી દોવાડલો હેય.
આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.
ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.