2 જો કાદો હોમજેહે કા આંય કાયતેબી જાંઅતાહાંવ, તે તો આમી લોગુ નાંય જાંએ કા કેહેકેન જાંઅરા જોજે.
ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.
આપહાન આમી લોગુ બોદા કાય સાફ રીતીકોય નાંય હોમજાય, બાકી યેનારા સમયમાય, આપા આસલીમાય બોદા કાય હોમજી જાહું, કાહાકા આપા પોરમેહેરાલ હામ્મે-હામ્મે એઅહુ, આમી આપહાન પુરાં જ્ઞાન નાંય હેય, જોવે તો દિહી યી, આપા આસલીમાય પોરમેહેરાલ જાંઅહું, જેહેકેન પોરમેહેર આપહાન જાંઅહે.
કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.
જી કાદાં માઅહું એહેકેન માનહે “આંય બીજાથી હારો હેતાઉ,” બાકી આસલીમાય તેહેકેન નાંય હેય, તે તો પોતાલ દોગો દેય રિઅલો હેય.