3 બાકી મા ઇચ્છા હેય, કા તુમા ઈ જાંઆય લા, કા દરેક માટડા ટોલપી ખ્રિસ્ત હેય, એને થેએયે ટોલપી માટડો હેય, એને ખ્રિસ્તા ટોલપી પોરમેહેર હેય.
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
તુમા વોનાયા કા માયે તુમહાન કાય આખ્યાં, આંય જાય રિયહો એને પાછો તુમહેપાય યેતહાવ જોવે તુમા માન પ્રેમ કોઅતા, તોવે તુમા યે વાતોકોય ખુશ ઓઅતા, કા આંય આબહાપાય જાતહાવ કાહાકા આબહો મા કોઅતા મોઠો હેય.
એને તુમા ખ્રિસ્તા ઓદિકારા આધીન હેય, એને ખ્રિસ્ત પોરમેહેરા ઓદિકારા આધીન હેય.
બાકી પ્રેમાકોય હાચ્ચાં બોલીન, આપા બોદી વાતહેમાય પરિપક્વ એને ખ્રિસ્તા હારકે બોની જાજે, જો આપહે શરીર એટલે, ખ્રિસ્ત, મંડળી ટોલપી હેય.
તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.
એને તો બોદા સામર્થ્યા એને ઓદિકારાકોય પ્રધાન હેય યાહાટી જો તુમા ખ્રિસ્તામાય હેય, તે તુમહાન કોઅહીજ વસ્તુ કમી નાંય હેય, કાહાકા તો બોદા ઓદિકારા એને આત્મિક જીવહા પ્રભુ હેય.
ચ્યાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોય દેનલા હેય, જો શરીરા ટોલપી હેય, જેહેકેન ટોલપી શરીરા માર્ગદર્શન કોઅહે, તેહેકેન ખ્રિસ્ત ચ્યા બોદા લોકહા માર્ગદર્શન કોઅહે; કા ચ્યે એકતામાય એને બેગે રોય, જેહેકેન શરીરા હાંદા એને નહયો શરીરાલ યોખઠા રાખતેહેં; એને ઈ જેહેકેન પોરમેહેરા ઇચ્છા હેય તેહેકેન વોદહે.
ઓ થેઅયેહેય, તુમા તુમહે માટડાહા આધીન રા, કાહાકા પ્રભુ લોકહાન એહેકેન કોઅના ઠીક હેય.
ઓ થેઅયેહેય, તુમા પોત-પોતાના માટડાહા આધીનમાય રોજા, એટલે જો યાહામાઅને કાદો ઓહડો રોય જો પોરમેહેરા વચનાવોય બોરહો નાંય કોઅતો ઓરી,