Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

તિતસને પત્ર 3 - કોલી નવો કરાર


મસીહી વરતન

1 વિશ્વાસી લોકોને યાદ અપાવ કે, રાજસત્તા અને અધિકારીઓને આધીન રે અને તેઓની આજ્ઞાનું પાલન કર અને બીજાની હાટુ બધાય હારા કામ કરવા તૈયાર રે.

2 કોયને બદનામ નો કરો, બાધણા કરનારો નો હોય, પણ બીજા લોકો હાટુ દયા હોય, અને બધાય માણસો હારે નમ્રતાથી વરતવું.

3 કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.

4 તો પણ, આપડા તારનાર પરમેશ્વરે આપડી ઉપર દયા અને પ્રેમ દેખાડયો.

5 એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.

6 આપડા તારનાર ઈસુ મસીહે જે કરયુ એની દ્વારા પરમેશ્વરે આ પવિત્ર આત્માને આપડી અંદર રેવા હાટુ મોકલી દીધો .

7 પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ જેથી પોતાની કૃપાથી ઈ આપણને એની નજરમાં ન્યાયી ઠરાવી હકે; જેથી આપડે એના સંતાનો બની હકી એટલે કે, પાકુ એની હારે સદાય હાટુ અનંતકાળનું જીવન જીવવાની આશા રાખી હકી.

8 આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.

9 પણ મુરખાયની વાતુ, વાદવિવાદો, વડવાઓની લાંબી યાદીઓ ઉપર પોતાનો વખત ખરાબ નો કરો. વેર વિરોધ, અને ઈ બાધણાથી, જે મૂસાના નિયમો-કાયદાઓ વિષે હોય, એનાથી બસીને રયો.

10 તારે ઓછામાં ઓછી બે વાર ઈ લોકોને સેતવણી આપવી જોયી, જે મંડળીમાં ભાગલા પડવતા હોય છે કે, ઈ એવુ કરવાનું બંધ કરે, એની પછી તેઓથી આઘું રેવું જોયી.

11 તમે હારી રીતે જાણી હક્સો કે, એવા માણસો જાણી જોયને ખોટા મારગ ઉપર હાલી રયા છે અને પાપ કરી રયા છે, ઈ પોતાના ખરાબ કામોથી સાબિત કરે છે કે, ઈ ગુનેગાર છે.

12 જઈ હું ક્રીત ટાપુ ઉપર તારી પાહે આર્તેમાસ કે તુખિકસને મોકલય, તો મારી પાહે નિકાપોલીસ શહેરમાં આવવાનો પ્રયત્ન કરજે, કેમ કે, મે ન્યા શિયાળો ગાળવાનું નક્કી કરયુ છે.

13 ઝેનાસ યહુદી નિયમના શિક્ષક અને આપોલસ પોતાની મુસાફરી હાટુ નીકળે, તો તેઓની મદદ હાટુ જે કાય પણ તુ કરી હક, ઈ કરજે. નક્કી રાખજે કે, તેઓને પોતાની મુસાફરી હાટુ જે કાય પણ જરૂર હોય, ઈ તેઓની પાહે હોય.

14 ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.

15 આયા મારા હાથના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે, ન્યા ક્રીતમાં આપડા સાથી વિશ્વાસીઓને જે આપણને પ્રેમ કરે છે, તેઓને સલામ કેજે. હું પ્રાર્થના કરું છું તમારી બધાય ઉપર કૃપા થાતી રેય. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan