તિતસને પત્ર 2 - કોલી નવો કરારશુદ્ધ ઉપદેશ 1 પણ તિતસ તારે વિશ્વાસીઓને ખાલી ઈ જ શીખવાડવું જોયી; જે ઈસુ મસીહની વિષે હાસા શિક્ષણ પરમાણે હોય. 2 ગવઢાં માણસોને શીખવાડ કે, તેઓ પોતે મનને કાબુમાં રાખનારા હોય, આવી રીતે વ્યવહાર હોવો જોયી જેથી લોકો તેઓને માન આપે, અને હમજદારીથી વ્યવહાર કરનારા, વિશ્વાસમા મજબુત હોવા જોયી, બીજા લોકોને હાસાયથી પ્રેમ કરવો જોયી, અને સહન કરવાની શક્તિ હોવી જોયી. 3 આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય. 4 જેથી ઈ એક હારો દાખલો આપી હકે, અને જુવાન બાયુને શિખામણ આપવા લાયક હોય કે, પોતાના ધણી અને બાળકો ઉપર કેવી રીતે પ્રેમ રાખવો જોયી. 5 અને પોતાની જાત ઉપર કાબુ રાખનારી, પોતાના ધણીને પ્રત્યે વિશ્વાસુ, ઘરબાર હંભાળનારી, બીજાની પ્રત્યે દયાળુ હોય, અને પોતાના ધણીઓની વાતોને માનનારી હોય, જેથી કોય પણ પરમેશ્વરનાં વચન વિષે નિંદા કરે નય. 6 એવી જ રીતે જુવાન માણસોએ પણ હમજદારીથી વરતન કરવા હાટુ પોતાના મનને કાબુમાં રાખીને બોલવું. 7 તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે. 8 તારા શિક્ષણમાં સદાય હાસાય હોવી જોયી; જેથી કોય એને ખરાબ નો કય હકે; જેથી તારા વેરીઓ શરમાય જાય કેમ કે, કાય પણ એવુ ખરાબ નો થાય; જેથી ઈ આપડી વિરુધમાં કાય કય હકે નય. 9 સ્થાનિક મંડળીમાં ચાકરને શીખવ કે, ઈ સદાય પોતાના માલિકોની આજ્ઞાઓનું પાલન કરે. તેઓને એવુ જ કરવાનું કે, જે તેઓના માલિકોને રાજી કરે, અને તેઓ એના કામો વિષે હામું બોલે નય. 10 સોરી નો કરે, આ સાબિત કરે કે, તેઓ સદાય વિશ્વાસુ છે, જેથી લોકો તેઓના હારા વરતન ઉપર ધ્યાન આપે, અને જે કાય પણ તેઓ કરે છે, ઈ લોકો દ્વારા આપડા તારનાર પરમેશ્વર વિષે વચન હંભળાવવાનું કારણ બને. 11 કેમ કે, પરમેશ્વરે બધાય લોકોને બસાવા હાટુ મારગ બતાવીને પોતાની કૃપા પરગટ કરી છે. 12 પોતાની કૃપાથી પરમેશ્વર આપણને શિખવે છે કે, આપડે એવું વરતન કરવાનું બંધ કરવુ, જે એને ગમતું નથી, અને ઈ વસ્તુઓની લાલસ કરવાનું બંધ કરો; જેની ઈચ્છા અવિશ્વાસીઓ રાખે છે. જઈ આપડે આ જગતમાં છયી, તો બધીય વાતોમાં ધીરજ રાખીને અને હાસાયથી પરમેશ્વરની ભક્તિમાં જીવન જીવી. 13 આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે. 14 પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય. 15 ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation