તિતસને પત્ર 1 - કોલી નવો કરારગમાડેલો ચેલો પાઉલનો પત્ર 1 હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે. 2 તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે. 3 હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ. 4 હું પાઉલ આ પત્ર તિતસને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરા જેવો છે, પરમેશ્વર બાપ, અને આપડા તારનાર ઈસુ મસીહની તરફથી કૃપા અને શાંતિ તને મળતી રેય. ક્રીતમાં તિતસની સેવા 5 હું ઈ હાટુ તને ક્રીત ટાપુમાં મુકીને આવ્યો હતો, જેથી તુ સ્થાનિક મંડળીમાં તેઓની તકલીફોને સુધારી હક, જેને હારું કરવા હાટુ મારી પાહે વખત નોતો, અને ક્રીતના દરેક શહેરની મંડળીમાં વડવા આગેવાનોની પસંદગી કર, આ બાબત ઉપર મારી તરફથી તને મળેલી સૂસનાને યાદ રાખ. 6 આગેવાન નિરદોષ હોય અને એની એક જ બાયડી હોય, અને એના બાળકો ઈસુ ઉપર વિશ્વાસ કરનારા હોય, અને ઈ બાળકો ખરાબ વરતન કરનારા નો હોય પણ માં-બાપની આજ્ઞાનું પાલન કરનારા હોય. 7 કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય. 8 પણ ઈ મેમાનોને આવકાર કરનારો, બીજાની ભલાયના કામની ઈચ્છામા પ્રેમ રાખનારો, ઈ પોતાના મન ઉપર સંયમ રાખનારો, વિશ્વાસુ, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોયી. 9 ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે. 10 કેમ કે, કચ-કચ કરનારા અને છેતરનારા ઘણાય એવા છે, જેમા મુખ્ય તો સુન્નત પક્ષના છે. 11 આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે. 12 ક્રીત ટાપુમાં રેનારામાંથી એક, બુદ્ધિશાળી માણસે તેઓના વિષે કીધું છે કે, ક્રીતના લોકો સદાય ખોટુ બોલે છે. ઈ જંગલી જનાવરની જેમ વેવાર કરે છે, આળસુ અને પેટભરા છે. 13 ક્રીતના લોકો વિષે આ વાત આજેય હાસી છે, ઈ હાટુ તેઓને ખરી સેતાવણી આપીને ધમકાવ, જેથી તેઓ પરભુ ઈસુની વિષે હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરી હકે. 14 તુ યહુદી લોકોની બનાવટી વાર્તાઓ ઉપર અને એવા માણસોની આજ્ઞાઓ ઉપર ધ્યાન નો રાખ. જે હાસાયથી ભટકી જાય છે. 15 જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે. 16 ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation