રોમનોને પત્ર 9 - કોલી નવો કરારપરમેશ્વર અને એના ગમાડેલા લોકો 1 હું મસીહમાં હાસુ બોલું છું, હું ખોટુ બોલતો નથી, મારૂ મન હોતન પવિત્ર આત્મામાં મારૂ સાક્ષી છે કે, 2 મને ખુબજ હોગ અને મારા મનમા બોવ જ પીડા થાય છે. 3 કેમ કે, મારા ભાઈઓને બડલે, એટલે દેહના સબંધમાં મારા હગા સબંધીને બડલે હું પોતે જ હરાપિત થયને મસીહથી તરછોડાય જાવ, જાણે કે, એવી મને ઈચ્છા થાય છે. 4 તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે. 5 વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન. ઈઝરાયલને નકારવું અને પરમેશ્વરનો ઉદેશ્ય 6 મારું કેવું એમ નથી કે પરમેશ્વરનું વચન નિષ્ફળ ગયુ છે. કેમ કે, બધીય ઈઝરાયલ દેશની પેઢી પરમેશ્વરનાં ગમાડેલા લોકો નથી. 7 એમ જ ઈબ્રાહિમના બધાય વંશજો પરમેશ્વરનાં દીકરા નથી કેવાતા કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું ખાલી ઈસહાકનાં બાળકો તારા વંશનાં ગણાહે. 8 એટલે કે, દેહિક રીતે જે જનમેલા છે તેઓ પરમેશ્વરનાં દીકરા નથી, પણ વચનના દીકરા જ ઈબ્રાહિમના વંશજો ગણાય છે. 9 કેમ કે, પરમેશ્વરનું વચન આ પરમાણે છે કે, “ખરે વખતે હું આવય અને સારાને દીકરો જનમશે.” 10 અને ખાલી આટલુ જ નય, પણ રીબકાને હોતન એક જ માણસથી એટલે આપડા બાપ ઈસહાકથી બેલડાના દીકરાઓ થયા. 11 અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.” 12 એના જનમ પેલા, અને એણે કાય હારું કે નરહુ કામ કરયુ એની પેલા, આ વાત પરમેશ્વરે રીબકાને કીધી હતી કે, આમ, પરમેશ્વરનાં ગમાડેલા કામો ઉપર નય, પણ પરમેશ્વરનાં નોતરા ઉપર આધારિત હતું. 13 જે શાસ્ત્રમા લખેલુ છે કે, “મે યાકુબ ઉપર પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કરયો.” ઈઝરાયલને નકારવું અને પરમેશ્વરનો ન્યાય 14 તો આપડે આ વાતોના વિષે શું અનુમાન કરી? શું પરમેશ્વર અન્યાયી છે? કોયદી નય. 15 કેમ કે, પરમેશ્વર મુસાને કેય છે, “હું જેની ઉપર દયા કરવાનું ઈચ્છું છું, એની ઉપર દયા કરય, અને જેની ઉપર કરુણા કરવાનું ઈચ્છું એની ઉપર કરુણા કરય.” 16 એથી ગમાડવાનો આધાર માણસની ઈચ્છા કે કામ ઉપર નય, પણ ખાલી પરમેશ્વરની દયા ઉપર છે. 17 વળી, શાસ્ત્રમા ફારુનને કીધું કે, “તારી મારફતે હું મારૂ સામર્થ્ય દેખાડુ, અને મારો સંદેશો આખીય પૃથ્વીમાં જાહેર થાય, ઈ હાટુ મે તને રાજા બનાવ્યો છે.” 18 ઈ હાટુ ઈ ઈચ્છે એની ઉપર દયા કરે છે; અને ઈ ઈચ્છે એને હઠીલો કરે છે. 19 તમારામાંથી કદાસ કોક કેહે કે, “જો એમ જ હોય, તો પરમેશ્વર માણસનો વાક કેવી રીતે કાઢી હકે? કેમ કે, પરમેશ્વરની ઈચ્છાને કોણ રોકી હકે?” 20 પણ ભલા માણસ, તુ વળી કોણ છો કે, પરમેશ્વરને હામે સવાલ કરશો? તે મને આવુ કેમ બનાવ્યું? આવુ ગારાનું વાસણ પોતાના બનાવનારને કય હકે નય. 21 શું કુંભારને ગારા ઉપર અધિકાર નથી કે, ઈ ગારાના લોંદામાંથી એક વાસણ ખાસ પરસંગ હાટુ અને બીજુ વાસણ સામાન્ય ઉપયોગ હાટુ ઘડે. 22 જો પરમેશ્વર પોતાનો કોપ અને પોતાનું સામર્થ્ય પરગટ કરવાની ઈચ્છા રાખીને નાશને લાયક વસ્તુનું કોપના ધણીએ ધીરજથી સહન કરયુ. 23 અને અગાવથી તૈયાર કરેલા દયાની વસ્તુ ઉપર એણે મહિમા પરગટ કરી છે. 24 ઈ હાટુ એણે ખાલી યહુદીઓને જ નય, પણ બિનયહુદીઓમાંથી હોતન ગમાડેલા છે. 25 હોશિયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, “જે મારી પ્રજા નથી, એને હું મારી પ્રજા કરય; અને જે પ્રજા ઉપર મે પ્રેમ કરયો નથી, એને હું વાલી પ્રજા કેય.” 26 વળી જે જગ્યાએ તેઓને કેવામાં આવ્યું હતુ કે, “તમે મારી પ્રજા નથી.” ઈ જ જગ્યાએ, “તેઓ જીવતા પરમેશ્વરનાં દીકરાઓ કેવાહે.” 27 અને યશાયા આગમભાખીયા ઈઝરાયેલના લોકોના વિષે હાંક મારીને કેય છે, જો કે, ઈઝરાયલ દેશના લોકોની સંખ્યા દરિયાની રેતીના કણ જેટલી હોય, તોય એમાંથી થોડાક જ તારણ પામશે. 28 કેમ કે, પરભુ જલ્દીથી અને એક જ વારમાં સદાય હાટુ, જગત ઉપરનાં બધાય લોકોનો ન્યાય કરશે. 29 આગમભાખીયા યશાયાએ કીધું હતું, “જો સેનાઓનો પરભુ પરમેશ્વરે આપડી જાતિના થોડાક માણસોને રેવા દીધા નો હોત, તો આપડી હાલત સદોમ અને ગમોરા શહેર જેવી હોત.” ઈઝરાયેલની હાલની પરિસ્થિતિ 30 અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા. 31 પણ ઈઝરાયલ દેશના લોકો, જેઓ મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પરમેશ્વરની હારે હાસા થાવાની કોશિશ કરતાં હતાં, ઈ ન્યાયી થાવામાં સફળ નો થયા. 32 આવું હુકામ થયુ? ઈ હાટુ કે, તેઓએ વિશ્વાસની બડલે કામો ઉપર આધાર રાખ્યો. એણે ઠેય ખવડાવનારા પાણાની ઠેય ખાધી. 33 જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation