Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 8 - કોલી નવો કરાર


પવિત્ર આત્મામય જીવન

1 ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.

2 કેમ કે, તમે મસીહમા છો, ઈ હાટુ જીવન દેનારી આત્માના સામર્થ્યએ તમને નિયમના પાપની તાકાતથી આઝાદ કરી દીધા છે જે મોત તરફ લય જાય છે.

3 કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.

4 કે, જેથી આપડામાં, એટલે દેહ પરમાણે નય પણ જે આત્મા પરમાણે હાલે છે, તેઓમાં શાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.

5 જે લોકો પોતાની દેહિક ઈચ્છાઓને પોતાની જાત ઉપર કાબુ કરવા દેય છે ઈ એવી વસ્તુઓ વિષે વિસારે છે જે એનુ દેહ ઈચ્છે છે અને પોતાના પાપીલા સ્વભાવને કાબુમાં કરવા દેવો, મોત તરફ લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.

6 પોતાના પાપીલા સ્વભાવને પોતાના મનને કાબુમાં કરવા દેવું મોત બાજું લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.

7 કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.

8 અને જે દેહિક છે તેઓ પરમેશ્વરને રાજી કરી હકતા નથી.

9 પણ જઈ પરમેશ્વરનો આત્મા તમારામા રેય છે, તો તમે પાપીલા સ્વભાવના કાબુમાં નથી, પણ આત્માના કાબુમાં છો, પણ જો કોયનામાં મસીહનો આત્મા નથી તો ઈ મસીહનો નથી.

10 અને જો મસીહ તમારામા છે, તો પાપની લીધે દેહ તો મરેલો છે, પણ ન્યાયીપણાની લીધે આત્મા જીવે છે.

11 અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.

12 એથી વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આપડે ઋણી છયી, પણ દેહ પરમાણે જીવવા હાટુ દેહના ઋણી નથી.

13 કેમ કે, જો તમે દેહ પરમાણે જીવો છો તો મરશો જ; પણ જો તમે આત્માથી દેહના કામોને મારી નાખશો તો તમે જીવશો.

14 કેમ કે, જેટલા પરમેશ્વરની આત્માથી દોરાય છે, ઈ જ પરમેશ્વરનાં દીકરાઓ છે.

15 કેમ કે, ફરીથી બીક લાગે એવો ગુલામીનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને ખોળે બેહાડેલા દીકરાની જેમ આત્મા મળ્યો છે જેને લીધે આપડે હે બાપ, હે અબ્બા કયને હાંક મારી છયી.

16 પવિત્ર આત્મા પોતે જ આપડા આત્માની હારે સાક્ષી આપે છે કે, આપડે પરમેશ્વરનાં બાળકો છયી.

17 અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


પીડાથી મહિમા હુધી

18 કેમ કે, હું માનું છું કે, જે મહિમા આપણને પરગટ થાવાની છે એની હારે હાલના વખતના દુખો હરખાવવા લાયક નથી.

19 કેમ કે, સૃષ્ટિ મોટી આશાભરી નજરથી પરમેશ્વરનાં બાળકોને પરગટ થાવાની વાટ જોયા કરે છે.

20 કેમ કે, જે કાય પણ પરમેશ્વરે બનાવ્યુ એણે પોતાની કિંમત ખોય નાખી, ઈ હાટુ નય કે, ઈ પોતે જ એવુ ઈચ્છતા હતાં, પણ ઈ હાટુ કે, પરમેશ્વરે એવુ કરયુ પણ તોય આશા છે.

21 સૃષ્ટિ ઈ દિવસની રાહ જોય રય છે, જઈ ઈ મોત અને વિનાશથી છુટીને પરમેશ્વરનાં બાળકોની હારે મહીમામય આઝાદીમાં ભાગીદાર થય જાહે.

22 કેમ કે, આપડે જાણી છયી કે, આખી સૃષ્ટિ જણવાના દુખાવામાં છે અને નિહાકા નાખી રય છે, એક બાયની જેમ જે એક બાળકને જનમ દેતા પેલા પીડાય છે.

23 અને આ ખાલી પૃથ્વી જ નય કે, જે નિહાકા નાખી રય છે પણ આપડે હોતન જેમાં થાનારી મહિમાના પેલાથી સ્વાદ સાખવાના રૂપમાં પવિત્ર આત્માનો વાસ છે અમે પણ, ઈ વખતની વાટ જોય રયા છયી જઈ અમને પોતાના બાળકો બનાવવા હાટુ પરમેશ્વર ઉપાડી લેહે અને અમારા દેહને બધીય દૃષ્તાથી છુટકારો કરાયશે.

24 હવે જઈ પરમેશ્વરે આપણને બસાવ્યા છે, તો આપડી પાહે ઈ આશા છે પણ જઈ તમે કાક મેળવવાની ઈચ્છા કરી રયા છો જે તમારી પાહે પેલાથી જ છે, તો ઈ આશા નથી કોય પણ ઈ વસ્તુને મેળવવાની ઈચ્છા નથી કરતો જે એની પાહે પેલાથી જ હોય.

25 પણ આપડે કાક એવુ મેળવવાની આશા છે જે આપડી પાહે હજી હુધી નથી ઈ હાટુ આપડે ધીરજ હારે ન્યા હુધી વાટ જોયી છયી જ્યાં હુધી કે આપડે એને મેળવી નો લેયી.

26 આ પરકારે પવિત્ર આત્મા પણ આપડી મદદ કરે છે, જઈ પરમેશ્વરમાં આપડો ભરોસો નબળો છે. કેમ કે, આપડે નથી જાણતા કે, પ્રાર્થના કય રીતે કરવી જોયી પણ પવિત્ર આત્મા આપડી હાટુ નિહાકા નાખીને પ્રાર્થના કરે છે જેને શબ્દોમાં કય હકાતું નથી.

27 અને પરમેશ્વર, જે જાણે છે કે, પવિત્ર આત્મા શું કેય રયો છે કેમ કે, ઈ પવિત્ર લોકોની હાટુ પરમેશ્વરની ઈચ્છા પરમાણે વિનવણી કરે છે.

28 અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.

29 કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.

30 પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.


મસીહ ઈસુમાં પરમેશ્વરનો પ્રેમ

31 તો આપડે આ વાતોના વિષે શું કેયી? જઈ પરમેશ્વર આપડા પક્ષમાં છે, તો આપડો વેરી કોણ થય હકે છે?

32 પરમેશ્વરે પોતાના દીકરાને પોતાની હાટુ નથી રાખ્યો, પણ એને આપડા હાટુ આપી દીધો, ઈ કૃપા કરીને આપણને બધુય આપશે જે એણે આપણને આપવાનો આશીર્વાદ આપ્યો છે.

33 કોય પણ આપડી ઉપર પરમેશ્વરની હામે આરોપ નથી લગાડી હક્તો કેમ કે, ઈ એવો જ છે જે આપણને એની હારે હાસો બનાવે છે.

34 કોય પણ આપડી નિંદા નથી કરી હકતો કેમ કે, આ ઈસુ મસીહ છે, જે આપડી હાટુ મરી ગયો અને મરેલામાંથી જીવતો ઉઠાડવામાં આવ્યો હતો, અને પરમેશ્વરનાં જમણા હાથે બેઠો છે અને જે આપડી તરફથી આપડી હાટુ વિનવણી કરે છે.

35 કોણ આપણને મસીહના પ્રેમથી છુટા પાડી હકશે? શું મુશ્કેલી, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નાગાપણું, કે જોખમ કે, તલવાર?

36 જેમ શાસ્ત્રમા લખવામાં આવ્યું છે, તમારી હાટુ દરોજ લોકો અમને જીવથી મારી નાંખવાની ધમકીઓ આપે છે, આપડે બલી હાટુ આધાર વગરના ઘેટાની જેમ અમને હમજે છે.

37 પણ આ બધીય ખરાબ વાતોમાં આપડે એના દ્વારા જેણે અમને પ્રેમ કરયો છે, જીત પુરી રીતે આપડી જ છે.

38 કેમ કે, હું પાકુ જાણુ છું કે, પરમેશ્વરનો જે પ્રેમ પરભુ ઈસુ મસીહમા છે એનાથી આપણને મોત, જીવન, સ્વર્ગદુત, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,

39 ઉસાય, ઊંડાણ, કે પરમેશ્વરની રસના કરેલી બીજી કોય પણ વસ્તુ આપણને પરમેશ્વરનાં પ્રેમથી નોખી કરી હકશે નય જે મસીહથી મળ્યું છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan