રોમનોને પત્ર 7 - કોલી નવો કરારલગન જીવનનો દાખલો 1 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જેઓ શાસ્ત્રને જાણો છો એને હું કવ છું કે, માણસ જીવે ન્યા હુધી ઈ શાસ્ત્રની આધીન રેય છે. 2 કેમ કે, જે બાયને ઘરવાળો છે, ઈ જીવે ન્યા હુધી નિયમથી એની હારે બંધાયેલી રેય છે, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ એના ઘરવાળાના નિયમમાંથી છૂટી જાય છે. 3 પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય. 4 તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો. 5 કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી. 6 પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી. નિયમશાસ્ત્ર અને પાપ 7 તો આપડે શું કેયી? શું નિયમ પાપ છે, નય! કઈયેય નય! પણ નિયમ દ્વારા હું પાપને જાણી હક્યો, મે જાણ્યું કે, “લાલસ કરાવી પાપ છે કેમ કે, શાસ્ત્રમાં લખેલ છે કે, લાલસ કરવી નય” તો હું આ નો જાણી હક્યો હોત કે, લાલસ કરવી ખોટુ છે. 8 પણ પાપે આ આજ્ઞાનો ઉપયોગ કરીને બધાય પરકારની લાલસ ઉત્પન્ન કરી કેમ કે, નિયમશાસ્ત્ર વગર પાપ મરેલ છે. 9 હું નિયમશાસ્ત્ર જાણયા વગર જીવતો હતો, પણ જઈ હું નિયમશાસ્ત્રને હમજો તો તઈ મારી અંદર પાપ કરવાની ખુબ જ ઈચ્છા થય અને હું મરી ગયો. 10 અને ઈ જ આજ્ઞા જે જીવન હાટુ પણ હતી, મારા હાટુ મોતનુ કારણ ઠરી. 11 કેમ કે, પાપે તક ગોતીને આજ્ઞા દ્વારા મને દગો આપ્યો અને એની જ દ્વારા મને મારી પણ નાખ્યો. 12 તો આપડે કય હકી છયી કે, નિયમશાસ્ત્ર પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હારી છે. 13 તો શું નિયમશાસ્ત્ર જે હારું હતું, મારા મોતનુ કારણ બન્યું છે? નય! કોયદી નય! પણ આ પાપ હતું જેણે એવુ કરયુ. પાપે ઈ જ નિયમશાસ્ત્રનો જે હારું હતું ઉપયોગ કરયો અને મારી હાટુ મોત લયને આવ્યું. આવી રીતે પાપે દેખાડયુ કે, ઈ ખરેખર શું છે, અને આજ્ઞાએ દેખાડ્યું કે, પાપ પુરી રીતે ખરાબ છે. વિશ્વાસી જીવનના સ્વભાવ 14 કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું. 15 અને જે હું કરું છું એને નથી ઓળખતો, કેમ કે, જે હું ઈચ્છું છું ઈ નથી કરતો, પણ જેને હું ધિક્કારુ છું, ઈજ કરું છું. 16 અને જે, હું નથી ઈચ્છતો ઈ જ ખરાબ કામો હું કરું છું, તો હું માનીલવ છું કે, નિયમશાસ્ત્ર હારું છે. 17 તો આવી દશામાં ખરાબ કરનારો માણસ હું નથી, પણ પાપ છે જે મારામાં રેય છે. 18 કેમ કે, હું જાણુ છું કે, મારામાં એટલે કે મારો પાપીલો માનવીય સ્વભાવમાં કોય પણ હારી વસ્તુ રેતી નથી, હારા કામો કરવા હાટુ ઈચ્છા તો મારામાં છે પણ એને કરવુ મારાથી થય નથી હકતું. 19 કેમ કે, જે હારા કામ કરવાની હું ઈચ્છા રાખુ છું, ઈ તો નથી કરતો, પણ જે ખરાબ કામની ઈચ્છા નથી કરતો, ઈ કરયા કરું છું 20 પણ જો હું ઈ કરું છું જેની ઈચ્છા નથી કરતો, તો ઈ કરનારો હું નથી રયો, પણ પાપ જે મારામાં રેય છે 21 તો મને એવો નિયમ ખબર પડે છે કે, જઈ હારું કરવાની હું ઈચ્છા રાખુ છું, તો દુષ્ટતા મારામાં હયાત હોય છે. 22 કેમ કે, હું મારા પુરા હૃદયથી તો પરમેશ્વરનાં નિયમશાસ્ત્રથી વધારે રાજી રવ છું 23 પણ મને પોતાના દેહના અંગોમાં બીજા પરકારના નિયમશાસ્ત્રની આજ્ઞા જોવા મળે છે, મારું મન જે નિયમશાસ્ત્રને હાસુ માને છે એનાથી બાધે છે અને આ મને પાપનો કેદી બનાવે છે જે મારા દેહમાં કામ કરે છે. 24 હું કેવો દુખી માણસ છું! મને આ મોતના દેહથી કોણ છોડાયશે? 25 હું પરમેશ્વરનો આભાર માનુ છું જેણે ઈસુ મસીહના દ્વારા મને બસાવાયો. ઈ હાટુ હું પોતાની બુદ્ધીથી તો પરમેશ્વરનાં નિયમને પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation