Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 5 - કોલી નવો કરાર


પરમેશ્વરથી મેળ

1 હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.

2 આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.

3 ખાલી આજ નય, પણ જઈ આપડે મુશ્કેલીઓમાં હોયી તઈ પણ આનંદ કરી હકી છયી કેમ કે, આપડે જાણી છયી કે, કેમ કે, આપડે દુખ ઉપાડી છયી. તો હારી રીતે ધીરજ રાખવાનું શીખી છયી.

4 પરમેશ્વર આપણને આવકારે છે કેમ કે, આપડે ધીરજ રાખવાનુ શીખા છયી અને કેમ કે, ઈ આપણને આવકારે છે, ઈ હાટુ આપણને આશા છે.

5 આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.

6 કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.

7 કોય પણને એક ન્યાયી માણસ હાટુ મરવુ અઘરું છે, કદાસ બની હકે કે, કોય ખરેખર હારા માણસ હાટુ મરવા હાટુ તૈયાર થય જાય.

8 પણ આપડે જઈ પાપી હતાં, તઈ મસીહ આપડી હાટુ મરણ પામ્યો. એવું કરવામાં પરમેશ્વરે આપડી ઉપર પોતાનો પ્રેમ પરગટ કરયો છે.

9 એથી હવે આપડે અત્યારે એના લોહીથી ન્યાયી ઠરાવામા આવ્યા છયી જેથી પરમેશ્વરનાં દંડથી આપડો બસાવ થાહે, ઈ બોવ જ ખાતરીપૂર્વકની વાત છે!

10 કેમ કે, જઈ આપડે પરમેશ્વરનાં વિરોધી હતાં તઈ એના દીકરાના મરણથી પરમેશ્વરની હારે આપડુ સમાધાન થયુ, એથી હવે એના જીવને લીધે આપડો બસાવ ઈ બોવ જ ખાતરીપૂર્વક છે!

11 અને ખાલી ઈ જ નય, પણ હવે તો આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરથી આપડો મેળ થય ગયો છે, એટલે આપડે પરમેશ્વરમાં રાજી છયી.


આદમથી મરણ અને મસીહથી જીવન

12 એટલે એક માણસ દ્વારા પાપ જગતમાં આવ્યું એટલે કે, આદમના દ્વારા, ઈ પેલો માણસ જેને પરમેશ્વરે બનાવ્યો કેમ કે, આદમે પાપ કરયુ, ઈ મરી ગયો. બધાય લોકો ઉપર મોત આવ્યું, કેમ કે, બધાયે પાપ કરયુ.

13 પરમેશ્વર દ્વારા મુસાને શાસ્ત્ર આપ્યા પેલા પણ પાપ જગતમાં હતું. પણ એને પાપ તરીકે ગણવામાં આવ્યું નોતુ કેમ કે, હજી હુધી તોડવા હાટુ કોય શાસ્ત્ર નોતું.

14 તોય પણ આદમથી લયને મુસા હુધી ઈ બધાય ઉપર મોત આવ્યુ. આદમના પાપે બધાય લોકોને પરભાવિત કરયા બરાબર ઈ એવી જ રીતે જે મસીહે કરયુ, ઈ પછી આવ્યો, ઈ પણ બધાય લોકોને પરભાવિત કરે છે.

15 પણ આદમનું પાપ ઈ વરદાન જેવુ નથી જે પરમેશ્વર આપણને પોતાની કૃપાથી આપે છે કેમ કે, એક માણસનું પાપ ઘણાય બધાય માણસોની હાટુ મોત લયને આવ્યુ. પણ પરમેશ્વરની કૃપા અને ધાર્મિકતાનું વરદાન જે એણે આપણને આપ્યુ છે, એની કિંમત ઘણાય બધાય માણસો હાટુ એનાથી ઘણુય વધારે છે, અને ઈસુ મસીહે એક માણસ તરીકે પોતાની કૃપાથી જે કરયુ એણે ઈ શક્ય કરયુ.

16 પરમેશ્વરે જે કૃપા આપણને આપી છે ઈ આદમના પાપના જેવું નથી કેમ કે, ઈ એકલો પાપ દંડ લીયાવ્યો? પણ ભલે આપડે બોવ જ પાપ કરયા હોય, તો પણ પરમેશ્વરે આપણને એક એવી કૃપા આપી, જેણે આપણને એની નજરમાં ન્યાયી બનાવી દીધા.

17 કેમ કે, જઈ એક માણસના પાપની લીધે બધાય લોકો મરી ગયા, તો જે લોકો કૃપા અને ઈ ન્યાયીપણાનું દાન છે. ઈ અનંતજીવન પ્રાપ્ત કરશે અને ઈસુ મસીહની હારે રાજ કરશે કેમ કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે.

18 ઈ હાટુ જેમ એક પાપ બધાય માણસ હાટુ દંડ લીયાવાનું કારણ થયુ, એમ જ એક ન્યાયીપણાનું કામ પણ બધાય માણસોને ન્યાયી ઠરાવીને જીવન આપે છે.

19 કેમ કે, જેમ એક માણસના આજ્ઞા નો પાળવાથી બોવ બધાય લોકો પાપી ઠરયા, એમ જ એક માણસના આજ્ઞા પાળવાથી બોવ બધાય લોકો પરમેશ્વરની હારે હાસા ઠરશે.

20 વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય.

21 કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan